અહીંયા મહિલાઓએ ભૌતિકવાદી દુનિયા છોડીને નાગા સાધુ બનવા માટે કરવું પડે છે આવું કામ, ચકિત રહી જશો તમે

0
4975

મહિલાઓએ ભૌતિકવાદી દુનિયા છોડીને નાગા સાધુ બનવા માટે અહીં કરવું પડે છે આવું કામ, જાણીને ચકિત થઈ જશો.

આપણા દેશમાં આધ્યાત્મને ઘણું મહત્વ આપવામાં આવે છે. અહી હજારો લાખોની સંખ્યામાં સાધુ અને સાધ્વીઓ રહેલા છે. આપણે ત્યાં લોકો ભૌતિકવાદી દુનિયાને છોડીને આધ્યાત્મની દુનિયામાં મગ્ન થઇ જાય છે, અને કઠિન બ્રહ્મચર્ય જીવન જીવે છે. અને આ કામ પણ કંઈ સહેલું નથી હોતું. તો આજે અમે તમને જણાવીશું કે એક નાગા સાધ્વી બનવા માટે મહિલાઓએ શું શું કરવું પડે છે. કોઈ પણ મહિલાએ નાગા સાધ્વી બનવા પહેલા 6 થી 12 વર્ષ કઠિન બ્રહ્મચર્યનું પાલન કરવું જ પડે છે. ત્યારે જ તેને ગુરુ મહિલા નાગાની દીક્ષા પ્રાપ્ત થાય છે.

આ સ્થાન પ્રાપ્ત કરવાં માટે એમણે કેટલા અઘરા કામ કરવાં પડે છે એ આજે તમે અહી જાણશો. તો અમે તમને મહિલા નાગા સાધુઓ સાથે જોડાયેલા કેટલાક રોચક તથ્ય જણાવીશું. પુરુષ નાગા સાધુઓની જેમ મહિલા સાધુઓ (સન્યાસી) માટે પણ આખાડામાં કેટલાક નિયમ બનાવામાં આવ્યા છે, જેનું પાલન કરવાનું ફરજીયાત હોય છે. આ નિયમ પુરુષો જેટલા જ કઠિન હોય છે. આવો જાણીએ મહિલા નાગા સાધુઓ સાથે જોડાયેલી ખાસ વાતો.

1. સૌથી પહેલા તો સન્યાસી બનતા પહેલા મહિલાને 6 થી 12 વર્ષ સુધી કઠિન બ્રહ્મચર્યનું પાલન કરવું પડે છે. તે પછી મહિલા ગુરુ જો આ વાતથી સંતુષ્ટ થઇ જાય છે કે મહિલા બ્રહ્મચર્યનું પાલન કરી શકે છે તો જ તેને દીક્ષા આપવામાં આવે છે.

2. જણાવી દઈએ કે મહિલા નાગા સન્યાસી બનતા પહેલા અખાડાના સાધુ-સંત મહિલાના ઘર પરિવાર અને પાછલા જીવન વિષે તપાસ કરે છે.

3. મહિલાઓને પણ નાગા સન્યાસીન બનતા પહેલા પુરુષોની જેમ પોતાનું પિંડદાન અને તર્પણ કરવું પડે છે.

4. જે અખાડાથી મહિલા સન્યાસી બનવા માટે દીક્ષા લેવા માંગે છે, તેના આચાર્ય મહામંડલેશ્વર તેને દીક્ષા આપે છે.

5. મહિલાઓએ પણ નાગા સન્યાસીન બનતા પહેલા તેમનું મુંડન કરાવવું પડે છે અને નદીમાં સ્નાન કરવું પડે છે.

6. તેઓ આખો દિવસ ભગવાનનો જપ કરે છે. એમણે પણ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું હોય છે. તે પછી નિત્યકર્મો પછી શિવજીનો મંત્ર જાપ કરે છે. બોપોરે ભોજન કરે છે અને પછી શિવજીનું જપ કરે છે. સાંજે દત્તાત્રેય ભગવાનની પૂજા કરે છે અને ત્યારબાદ જ શયન કરે છે.

7. સિંહસ્થ અને કુમ્ભ મેળામાં નાગા સાધુઓની સાથે મહિલા સન્યાસીન પણ શાહી સ્નાન કરે છે. અખાડામાં મહિલા સન્યાસીને પણ પૂરુ સમ્માન આપવામાં આવે છે.

8. આગળ જણાવી દઈએ કે જયારે કોઈ મહિલા નાગા સન્યાસી બની જાય છે, તો અખાડામાં બધા સાધુ-સંત એમને માતા કહીને સંબોધિત કરે છે.

9. દરેક મહિલા નાગા સન્યાસી માથા પર તિલક કરે છે અને ફક્ત એક જ વસ્ત્ર ધારણ કરે છે. સામાન્ય રીતે આ વસ્ત્ર ભગવા રંગ કે સફેદ રંગનું હોય છે.

10. સન્યાસી બનતા પહેલા મહિલાને આ સાબિત કરવું પડે છે કે તેને પરિવાર અને સમાજથી કોઈ મોહ નથી. તે ફક્ત ભગવાનની ભક્તિ કરવા માંગે છે. આ વાતથી સંતુષ્ટ થયા પછી જ તેને દીક્ષા અપાય છે.

11. જણાવી દઈએ કે પુરુષ નાગા સાધુ અને મહિલા નાગા સાધુમાં ફરક ફક્ત એટલો જ હોય છે કે મહિલા નાગા સાધુને એક પીળું વસ્ત્ર લપેટીને રાખવાનું હોય છે અને તે વસ્ત્ર પહેરીને જ સ્નાન કરવું પડે છે. એમને નગ્ન સ્નાન કરવાની અનુમતિ નથી, અહીંયા સુધી કે કુમ્ભ મેળામાં પણ એમને નગ્ન અવસ્થામાં સ્નાન કરવાની અનુમતિ નથી.