ફી વધારવા વાળી નોઈડાની 17 સ્કૂલો પર એક લાખ સુધીનો દંડ, આ છે સ્કૂલ.

0
1165

આજના સમયમાં શિક્ષણ એટલું મોઘું બની ગયું છે કે સામાન્ય વ્યક્તિએ પોતાના બાળકોને ભણાવવા શક્ય નથી, કેમ કે બાળકને સ્કુલના પગથીયા ચડવાની શરુઆત કરવામાં જ હજારો રૂપિયા ખર્ચ થઇ જાય છે. એટલે કે શિક્ષણ એક પ્રકારનો બિજનેશ બની ગયો છે એમ કહીએ તો જરાપણ ખોટું નથી. કેમ કે પ્રાઈવેટ સ્કૂલો ઉપર સરકારનું બિલકુલ નિયંત્રણ નથી. તેથી જ તો ખાનગી સ્કૂલો વાળા પોતાને મન ફાવે તેમ ફી વસુલ કરે છે.

નોયડા વહીવટી મંડળે વાલીઓ પાસેથી વધુ ફી લેવા બાબતે ૧૭ ખાનગી સ્કૂલો ઉપર ૮.૩૦ લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી હતી. ગૌતમ બુદ્ધ નગર (નોયડા) જીલ્લા વહીવટી મંડળે એક નિવેદનમાં જણાવ્યું છે કે એક લાખ રૂપિયાનો સૌથી વધુ દંડ નોયડાએ જાગરણ પબ્લિક સ્કુલ ઉપર લગાવવામાં આવ્યો છે. આ છે બીજી સ્કુલ.

આ આઠ સ્કૂલો ઉપર ૭૫,૦૦૦ રૂપિયા દંડ

સીએલએમ પબ્લિક સ્કુલ

ગગલ પબ્લિક સ્કુલ

ગ્રેટર હાઈટસ પબ્લિક સ્કુલ

ધર્મ પબ્લિક સ્કુલ

ગ્રેડ્સ ઇન્ટરનેશનલ સ્કુલ

શ્રી રવિશંકર વિદ્યા મંદિર

કાર્લ હ્યુબર

એસડી પબ્લિક સ્કુલ ઇન ભંગેલ

વહીવટી મંડળે પોતાના નિવેદનમાં કહ્યું છે કે તમામ ૧૭ સ્કૂલો ઉપર કુલ ૮.૩૦ લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો હતો. આ દંડ District Fees Regulatory Committee ના એક નિર્ણય પછી લગાવવામાં આવ્યો છે. આ કમિટી ઉત્તર પ્રદેશ ફી રેગુલેશન એક્ટ ફોટ સેલ્ફ ફાઈનેંશ્ડ સ્કુલ્સ ૨૦૧૮ના જોગવાઈ હેઠળ બનાવવામાં આવેલી છે.

આ સ્કૂલોના દંડની રકમ પણ જાણો :-

નોયડાએ વિશ્વ ભરતી પબ્લિક સ્કુલને ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ આપવા માટે કહેવામાં આવ્યું છે. તે રામાગ્યા પબ્લિક સ્કુલને ૨૦,૦૦૦ રૂપિયા દંડ આપવાનો છે. તે ઉપરાંત છ સ્કૂલો રોકવુડ, જીડી ગોયનકા, મોર્ડન પબ્લિક સ્કુલ, એસેંટ ઇન્ટરનેશનલ, એપીજે ઇન્ટરનેશનલ અને રેયાન ઇન્ટરનેશનલ ઉપર ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. તમામ વાલીઓ તરફથી ખાનગી સ્કુલોમાં વધુ ફી ઉઘરાવાની ફરિયાદોને ધ્યાનમાં લઈને ઉત્તર પ્રદેશ સરકારે સપ્ટેમ્બર ૨૦૧૮માં તમામ જીલ્લામાંથી આવી બાબતોની તપાસ કરવા માટે એક ફી નિયંત્રણ સમિતિ બનાવવાનું જણાવ્યું હતું. આ સમિતિએ આ નિર્ણય લીધો છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.