એક સાથે 60 બાળકોનો પિતા જાહેર થયો આ ડોક્ટર, તેણે એવું ફ્રોડ કર્યું કે બાળકોની માતાને પણ વર્ષો પછી થઈ જાણ.

0
1373

એક સાથે 60 બાળકોનો પિતા જાહેર થયો આ ડોક્ટર, તેણે એવું ફ્રોડ કર્યું કે બાળકોની માતાને પણ જાણ ના થવા દીધી કે તેમના પિતા કોણ છે.

આ ડોક્ટર દગાને કારણે આશરે 60 થી વધુ બાળકોનો પિતા બન્યો હતો. આ ડોક્ટર ના ફક્ત પોતાના સ્પર્મનો ઉપયોગ કરીને મહિલાને પ્રેગ્નેટ કરતો પરંતુ પોતાના કારનામા માટે તેમને એવા હોર્મોન્સ પણ આપતો. જેથી મહિલાઓને એવું મહસૂસ થતું કે તે પ્રેગ્નેટ થઇ ગઈ છે.

નેધરલેન્ડના રીજસ્વીક શહેરમાં એક ફર્ટિલિટી ક્લિનિક ચલાવનાર ડોક્ટરના મોટા ફ્રોડનો ખુલાસો થયો છે. પરંતુ આ ખુલાસાની શરૂઆત વર્ષ 2018 માં થઇ ગઈ હતી. પરંતુ અત્યારે ખબર પડી છે કે આ ડોક્ટરના ફ્રોડને કારણે આશરે 60 થી વધુ બાળકોનો પિતા બન્યો છે. આ ડોક્ટર ના ફક્ત પોતાના સ્પર્મનો ઉપયોગ કરીને મહિલાઓને પ્રેગનેંટ કરવા કરતો હતો પરંતુ પોતાના કારનામા તેમને એવા હોર્મોન્સ પણ આપતો કે જેનાથી તેમને આવો અનુભવ થતો કે પોતે પ્રેગ્નેટ થઇ ગયી છે.

મિરરમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે ડોક્ટર જન કરબાત ઉપર એવો આરોપ છે કે તેમને ના ફક્ત મહિલાઓને પોતાના સ્પર્મ વડે પ્રેગ્નેટ કરી છે, પરંતુ તેના વડે 60 થી વધુ બાળકોના બાયોલોજીકલ પિતા પણ બન્યો છે, ડોક્ટર જનનું મૃત્યુ 89 વર્ષની ઉંમરમાં વર્ષ 2017 થઇ ગયું છે, પરંતુ ડીએનએ તપાસમાં તેમના ક્લિનિકમાં આવનાર મહિલાઓને સતત ખબર પડી રહી છે કે તેમના બાળકોના પિતા તેમના પતિ નથી.

ડોક્ટર જન રોટરડમમાં એક ફર્ટિલિટી ક્લિનિક ચલાવે છે, મળેલ જાણકારી પ્રમાણે ડોક્ટરના ક્લિનિકે આશરે 6,000 મહિલાઓને પ્રેગ્નેટ થવામાં મદદ કરી હતી. અને આશરે 10,000 થી વધુ બાળકો પેદા થયા હતા. ડોક્ટરનો કરનામો સામે આવ્યા પછી તાપસ ચાલી રહી છે કે છેવટે તેમાંથી કેટલા બાળકો ડોક્ટરના છે.

આવી રીતે જાહેર થયું ફ્રોડ

જોય હફમેન નામના એક વ્યક્તિને આ આખા ફ્રોડને તાપસ માટે ખુબ મહેનત કરી. હફમેન પણ તેમના ક્લિનિક દ્વારા પેદા થયા હતા અને નાનપણથી જ તેમને લાગતું હતું કે તે પોતાના ભાઈ બહેનમાં બધાથી અલગ દેખાય છે. જોય હફમેનને આ વાત નાનપણથી પરેશાન કરતી હતી, પરંતુ માતાપિતા પણ તેનું કોઈ મજબૂત કારણ જણાવી શકતા ના હતા. પરંતુ એક દિવસ ફેમેલી એલબમ્બમાં પોતાના માતા-પિતા સાથે ડોક્ટર જનની ફોટો જોયો અને તેમના હોશ ઉડી ગયા, જયારે તે ક્લિનિક પહોંચ્યા ત્યારે તેમને જાણવામાં આવ્યું કે તે પિતાના સ્પર્મથી પેદા થયેલા છે.

આ પછી પણ જોય હોફમેને વિશ્વાસ થયો નહિ અને તેમણે તેમની માતા સાથે આ બાબતમાં વાત કરી. પરંતુ માંએ પણ એ વાત જણાવી કે હોસ્પિટલમાં તેમને જે સ્પર્મ બતાવામાં આવ્યા હતા તે તેના પતિના નામનું લેબલ લાગ્યું હતું, પરંતુ પછી ફક્ત હાર્ફમેન જ નહિ પણ બીજા કેટલાક પરિવારે પણ આ રીતની ફરિયાદ કરવાનું શરુ કર્યું.

વર્ષ 2009 માં કેટલીક ફરિયાદો પછી આ ક્લિનીકને બંધ કરવામાં આવ્યું અને તાપસ શરુ કરવામાં આવી. તે પછી આ ક્લિનિક સંબંધિત પોતાના જેવા એક વધુ કેસને હોફમેને સંપર્ક કર્યો અને ડીએનએ ટેસ્ટ કરાવ્યો, જે પછી બંને હાફ સિમ્બલિંગ નીકળ્યા, એ પછી સતત લોકો સાથે સંપર્ક સાધતા ગયા અને ટેસ્ટ પછી 60 થી વધુ લોકો અત્યાર સુધી ડોક્ટર જનના બાયોલોજીકલ સંતાન સાબિત થઇ ગયા છે.

વિડીયો :

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.