આમણે બાજરી, જુવાર, ઘઉંની ખેતી બંધ કરી શરૂ કર્યુ આનું ઉત્પાદન, સાત લાખ કમાય છે એક વર્ષમાં

0
5901

હવે ખેડૂત તુલસીનો અર્ક કાઢીને મોંઘા ભાવે વેચે છે, અને દર એકર દીઠ કમાય છે વર્ષે છ થી સાત લાખ રૂપિયા.

મિત્રો ખેડૂતો મોટે ભાગે ઘણું, જુવાર, બાજરી, ચોખા, શેરડી કે પછી શાકભાજી જ વાવે છે. મોટાભાગના ખેડૂતો એની ખેતી કરવાનું જ પસંદ કરે છે. પણ આજે અમે તમને બીજી એક એવી વસ્તુની ખેતી વિષે જણાવવાં જઈ રહ્યા છીએ, જે લાખોનો નફો કરાવે છે. તો આવો વિસ્તારથી જાણીએ.

મિત્રો આજે અમે વાત કરી રહ્યા છીએ એવી વસ્તુની ખેતીની જેને પરંપરાગત ખેતી નથી કહેતા. અને એ છે તુલસીની ખેતી. એક એકરમાં છ પ્રકારની તુલસી ઉગાડવામાં આવે છે. તુલસી ઉપર ઉડતા પતંગિયા પણ જાણે એવું કહેતા હોય છે કે આવા જ ખેડૂતો હરિતક્રાંતિ પહેલા હતા. પણ હવે ખબર નઈ શું થઇ ગયું જે બધા ધાન્ય – ઘઉંની પાછળ પડી ગયા.

અમે જે ખેડૂતની વાત કરી રહ્યા છીએ, તે છે યમુનાનગર જિલ્લાના દામલા ગામનો નિવાસી ધર્મવીર કાંબોજ. તુલસીની ખેતી ઉપરાંત તુલસીનો અર્ક કાઢવા માટે કારખાનું પણ આ ખેડૂતે પોતાના ઘરમાં જ ચાલુ કરી દીધું. ઓર્ડર મલતા જ દેશભરમાં તુલસીનો અર્ક અહીથી મોકલવામાં આવે છે. આટલું જ નહિ ખેડૂતે જાતે પેકિંગ કરીને બજારમાં પણ એને ઉતારી દીધું છે. ગામડામાં ખેડૂતની ઓળખાણ જડીબુટીવાળાના રૂપમાં થઇ ગઈ છે.

ઘણી વાર ઘરની બહાર નીકળતા જ ખેડૂતને કેટલાક પ્રકારના સવાલો પૂછવામાં આવે છે, જેના તે સહજતાથી જવાબ પણ આપી દે છે. હવે તેમના પુત્ર પ્રિન્સે દવાના છોડથી બનતા ઉત્પાદનનાં વેચાણની જવાબદારી સંભાળી લીધી છે. આ યુવાન ખેડૂતનું કહેવું છે કે આપણે પરંપરાંગત ઉત્પાદનની જગ્યાએ દવાઓની ખેતી કરવી જોઈએ. જે ખેડૂતો આ રીતે ખેતી કરે છે તેમનો નફો બીજા ખેડૂતો કરતા પણ વધારે હોય છે.

આ એક એવું ખેતર છે જ્યાં ૬ અલગ અલગ પ્રકારની તુલસીનું ઉત્પાદન થાય છે નામી મોટી કંપનીઓ એને લઇ જાય છે.

2006 થી કરી રહ્યા છે જડીબુટીની ખેતી :

ખેડૂત પ્રિન્સ કાંબોજના કહેવા અનુસાર તે તુલસીની ચા પણ બનાવે છે. તે મગજના ડેન્ગ્યુ માટે ખુબ લાભકારી માનવામાં આવે છે. આ એન્ટિબાયોટિક છે અને ઇન્ફેકશન વગેરેને રોકે છે. નાના બાળકોને પણ આપણે આ આપી શકીએ છીએ. હર્બલ હોવાની સાથે સાથે કેટલાક અન્ય ફાયદા પણ છે.

આમણે એલોવેરા, સ્ટીવિયા અને અશ્વગંધા પણ ઉગાડ્યા :

ધર્મવીર કાંબોજે એલોવેરા, સ્ટીવિયા, અશ્વગંધા વગેરે પણ ઉગાડ્યા છે. ગિલાઈનો રસ, એલોવેરાનું જ્યુસ, એલોવેરાનું જેલ, એલોવેરાનું શેમ્પુ, જાંબુ, કેરી પર શોધ ચાલી રહી છે. જાબું, કેરીને ડી-ફ્રિઝર કરીને આખું વર્ષ બજારમાં વેચવાની એમની યોજના છે.

આ છે તુલસીના છોડના પ્રકાર :

કપૂર તુલસી, લેમન તુલસી, વન તુલસી, મરવા તુલસી, કાળી તુલસી, શ્યામ તુલસીના છોડ, લગભગ એક એકરમાં ઉગાડ્યા છે. આ ગયા વર્ષે ખેતરોમાં લગાવ્યા ગયા હતા. તેના બીજ નૌની વિશ્વવિદ્યાલયમાંથી લાવ્યા હતા. તેના અર્ક મલ્ટીપર્પઝ મશીનમાંથી કાઢવામાં આવે છે. આ 700 થી 800 લીટર સુધી ખુલ્લું વેચાય જાય છે. સાઉદી આરબથી પણ શેખ ખેતરને જોવા માટે ગયા હતા.

બધી જાણકારી લખી શકવી સંભવ નહોતી માટે વધુ જાણકારી લેવી હોય તો વિડીયોમાં સાંભળો :

વિડીઓ : (વિડીયો લોડ થવામાં સમય લાગી શકે છે, રાહ જોવા વિનંતી.)