એક ગરીબ ખેડૂતને ખેતર માંથી મળ્યો કરોડો રૂપિયાનો દટાયેલો ખજાનો… થોડા સમય પછી માથું પકડીને રડવા લાગ્યો

0
5419

તમે એવી ઘણી બધી વાર્તા સાંભળી હશે જેમાં લોકોને સંતાડેલો ખજાનો મળે છે. અને અસલ જીવનમાં પણ ઘણી વખત એવું સંભાળવામાં આવે છે લોકોને જમીન માંથી દાટેલો ખજાનો મળ્યો છે. એની કિંમત પણ કરોડોમાં હોય છે. અને એવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક ખેડૂતને દટાયેલો ખજાનો મળ્યો છે. જી હાં, હાલમાં જ એક ખેડૂતના ખેતર માંથી પણ ખજાનો નીકળ્યો છે. પરંતુ તે ખેડૂતની ખુશી વધુ સમય સુધી ન રહી શકી. ચાલો તમને જણાવીએ કે એવું શા માટે થયું.

કિસ્સો છે મધ્યપ્રદેશના રાયપુરનો. અહી એક ખેડૂત ખેતર ખેડી રહ્યો હતો. જ્યાં અચાનક તેના હળ સાથે કોઈ વસ્તુ ભટકાય, જ્યારે ખેડૂતે ત્યાં ખાડો ખોદયો તો તેનું નસીબ ચમકી ગયું. કારણ કે ત્યાં તેને એક માટલું મળ્યું જેમાં ઢગલાબંધ સોનું અને ભગવાનની મૂર્તિઓ હતી.

ત્યારબાદ એ ખેડૂતે એ વાત ગામવાળાને જણાવી, અને વાત પોલીસ સુધી પહોંચી ગઈ. પોલીસ સ્થળ ઉપર પહોંચી ગઈ, અને ખેડૂતને કબજામાં લઇને કહ્યું કે જમીનમાં દાટેલું ધન સરકારનું હોય છે. એટલા માટે આ સરકારી સંપત્તિ છે. ત્યારે આખું ગામ પોલીસની આ વાતથી ભડકી ગયા. પણ હકીકતમાં એવો જ કાયદો છે કે જમીન માંથી કે બીજે ક્યાંયથી પણ મળેલી બિન વારસી વસ્તુઓ પર સરકારનો હક હોય છે. તેમાં નાણા કે કોઈ અન્ય કિમતી વસ્તુ મળે તો તે રાજકોષમાં જમા થાય છે.

અને આ કિસ્સામાં લોકોએ કહ્યું કે પહેલા એની ચકાસણી કરો કે તે સોનું અસલી છે કે પછી નકલી. પછી આગળની કાર્યવાહી કરવામાં આવે. એ પછી ત્યાં સોનીને બોલાવવામાં આવ્યો અને સોનીએ સોનાની ખરાઈ કરી, તો જાણવા મળ્યું કે બધું સોનું નકલી છે. તે સાંભળીને તમામ લોકો દંગ રહી ગયા. પોલીસે જ્યારે ઘટનાની તપાસ કરી તો જાણવા મળ્યું, કે કોઈએ આ નકલી સોનું છુપાવ્યું હતું. જેની પાછળ તેના ખરાબ કામ કરવાની ભાવના હતી.

અને જયારે ગામના લોકોને પણ જાણ થઇ કે મળેલું સોનુ નકલી છે, તો ગામમાં પણ મજાકનું વાતાવરણ છવાઈ ગયું. પણ તે ગામવાળાના ચહેરા ઉપર ઉદાસી સ્પષ્ટ જોવા મળી રહી હતી. કારણ કે લોકોને લાગતું હતું કે આ સોનાથી ખેડૂતનું નસીબ બદલાઈ જશે. પણ ભાગ્યને કંઈક બીજું મંજુર હતું. અને એ ખેડૂત પણ સમજી ગયો હશે કે આ બધામાં કંઈ રાખ્યું નથી, ખરું સોનું તો મહેનત કરવાથી જ મળે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય,તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.