એક ખેડૂત પિતાએ પોતાની દીકરીના લગ્નના મહિના પહેલા જ ભરી લીધું આ પગલું, સામે આવ્યું આવું કારણ

0
271

હાલના સમયમાં દેશના ખેડૂતોની સ્થિતિ ઘણી ખરાબ છે. પહેલા તો લોકડાઉનને કારણે તેમને મુશ્કેલી થઇ અને પછી કમોસમી વરસાદને કારણે તેમની મુશ્કેલીમાં વધારો થયો, અને પરિસ્થિતિ ખરાબ થઇ. ઘણા ખેડૂતો ખેતીમાં ભારે નુકસાન થવાને કારણે રાતાં પાણીએ રડી રહ્યા છે. તો કેટલાક ખેડૂતો આર્થિક સંકટમાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ ન મળતા આત્મહત્યા જેવું અત્યંત ગંભીર પગલું ભરી રહ્યા છે.

થોડા સમય અગાઉ જ દ્વારકામાંથી પણ એક ખેડૂતે આત્મહત્યા કરી હોવાના સમાચાર આવ્યા જે ઘણું જ દુ:ખદ છે. મળતી જાણકારી અનુસાર, દ્વારકાના તે ખેડૂતની દીકરીના લગ્ન 1 મહિના પછી જ છે, એવામાં દીકરીના લગ્નના 1 મહિના પહેલા ખેડૂતે આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઇ ગઇ છે.

તે ખેડૂતે પોતાના ઘરમાં જ ઝેરી દવા પી ને પોતાનું જીવન ટુંકાવી દીધું. જાણવા મળ્યું છે કે, તે ખેડૂતે આર્થિક સંકટ અને પાક નિષ્ફળ જવાના કારણે આ ખતરનાક પગલું ભર્યું છે. આ બનાવ સામે આવ્યા પછી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે.

આત્મહત્યા કરનાર ખેડૂતનું નામ કિરીટભાઈ કદાવલા હતું અને તે દ્વારકાના ખીરસરાના વતની હતા. તેમણે મહેનત કરીને 20 વિધા જમીનમાં વાવણી કરી, હતી પરંતુ પાક નિષ્ફળ જતા તેમણે ઝેરી દવા પી ને આત્મહત્યા કરી લીધી. એક મહિના પછી તેમની દિકરીના લગ્ન હતા જેના માટે તેમણે દરેક પ્રકારની તૈયારી પણ કરી લીધી હતી. પણ હિમ્મત હારી જઈને તેમણે પોતાનું જીવન ટૂંકાવી દીધું.