ફેટમાંથી ફિટ થયા ફરદીન, નવા લૂકમાં એક્ટરને જોઈ લોકોને નથી થઇ રહ્યો વિશ્વાસ, કરી રહ્યા છે આવી કમેન્ટ્સ.

0
233

ફરદીન ખાનનો નવો લૂક જોઈને લોકો થઇ ગયા ચકિત, પહેલાની જેમ એકદમ ફિટ જોઈને લોકોએ આપ્યું આવું રિએક્શન. ચોકલેટી બોયના નામથી પ્રસિદ્ધ રહેલા અભિનેતા ફરદીન ખાનનું ટ્રાંસફોર્મેશન થઇ ગયું છે. ફરદીનનો નવો લુક જોઈ લોકો ચકિત છે, અને તેમને વિશ્વાસ જ નથી થઇ રહ્યો કે તે એ ફરદીન ખાન છે, જે ઓવરવેટ થઇ ગયા હતા.

આમ તો સોશિયલ મીડિયા ઉપર ફરદીનનો એક ફોટો સામે આવ્યો છે, જેમાં તે ઘણા સ્લીમ અને ફીટ જોવા મળી રહ્યા છે. આ ફોટો તે સમયનો છે, જયારે ફરદીન કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબડાની મુંબઈમાં આવેલી ઓફીસમાં ગયા હતા. બ્લેક પેન્ટ અને ગ્રે કલરની ટી-શર્ટમાં ફરદીન એક વખત ફરી તેમના જુના લુકમાં જોવા મળ્યા.

ફરદીનનો આ લુક જોઇને એક વ્યક્તિએ કહ્યું – હવે તો તે પોતાના જુવાનીના દિવસોથી પણ વધુ હેન્ડસમ દેખાઈ રહ્યા છે. બીજા એક વ્યક્તિએ લખ્યું – ગજબનો બાઉન્સ બેક કર્યો છે ફરદીન. એક સમયે ચોકલેટ બોયના નામથી પ્રસિદ્ધ થયેલા ફરદીન ખાન 4 વર્ષ પહેલા 2016 માં એકદમ ગોળ મટોળ થઇ ગયા હતા.

આમ તો ‘દેવ’, ‘હૈ બેબી’, ‘ફિદા’, ‘નો એન્ટ્રી’, ‘લાઈફ પાર્ટનર’ અને ‘ઓલ ધ બેસ્ટ’ જેવી ફિલ્મોમાં કામ કર્યા પછી, ફરદીન બોલીવુડથી દુર થઇ ગયા હતા. લાઈમલાઈટથી દુર ફરદીન લંડનમાં રહ્યા અને ઓવરવેટ થઇ ગયા હતા.
જયારે તેમના ઓવરવેટ લુકવાળો ફોટો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો, તો તેમની ઘણી મજાક ઉડાવવામાં આવી. ત્યાં સુધી કે તેમને ફરદીન ખાનને બદલે ફરદીના કહેવામાં આવતા હતા. આમ તો ફરદીન પોતાને ફરી સારા શેપમાં લઇ આવ્યા છે.

ફરદીને પોતાને ટ્રોલ કરવા ઉપર ટ્રોલર્સને જોરદાર જવાબ આપતા લખ્યું હતું – ‘ન તો હું શરમાયો છું, ન તો ગુસ્સામાં છું અને ન તો અપસેટ છું. આંધળો નથી હું. ખુશ છું અને મારું જીવન જીવી રહ્યો છું. મને દેખાડો કરતા નથી આવડતું. તમારા મનોરંજનનું સાધન બનીને પણ હું ખુશ છું. મને સારી રીતે જોઈ લીધા પછી એક વખત તમે પોતાને પણ જોઈ લેજો.’

8 માર્ચ, 1974 ના રોજ ફિરોઝ ખાનના ઘરે જન્મેલા ફરદીને 1998 માં આવેલી ફિલ્મ ‘પ્રેમ અગન’ થી પોતાની કારકિર્દીની શરુઆત કરી હતી. જોકે પોતાની 12 વર્ષની કારકિર્દીમાં ફરદીને એક પણ સોલો હીટ ફિલ્મ નથી આપી. છેલ્લી વખત તે 2010 માં આવેલી ફિલ્મ ‘દુલ્હા મિલ ગયા’ માં જોવા મળ્યા હતા.

ફરદીને અભિનેત્રી મુમતાઝની દીકરી નતાશા સાથે ડીસેમ્બર 2005 માં લગ્ન કર્યા હતા. ફરદીને નતાશાને આકાશમાં પ્રપોઝ કર્યું હતું. જયારે ફરદીન અને નતાશા ટ્રાંસ એટલાન્ટીક ફ્લાઈટથી લંડનથી અમેરિકા જઈ રહ્યા હતા તે દરમિયાન રસ્તામાં ફરદીને નતાશાને ‘આઈ લવ યુ’ કહ્યું હતું. ફરદીનને બે બાળકો છે. તેમની દીકરી દિયાની ઇસાબેલનો જન્મ 2013 માં થયો, જયારે દીકરા અજારિયસનો જન્મ 2017 માં થયો.

ફરદીન ખાનની ફિલ્મી કારકિર્દી ફ્લોપ રહી છે. તેમણે 1998 માં આવેલી ફિલ્મ ‘પ્રેમ અગન’ થી ડેબ્યુ કર્યું હતું. ત્યાર પછી તે ‘જંગલ’ (2000), ‘પ્યાર તુને કયા કિયા’ (2000), ‘હમ હો ગયે આપકે’ (2001), ‘ખુશી’ (2002), ‘દેવ’ (2004), ‘પ્યારે મોહન’ (2005), ‘લાઈફ પાર્ટનર’ (2009) સહીત ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. ફરદીનની એકલાની કોઈ પણ ફિલ્મ હીટ ન થઇ શકી.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.