55 ની ઉંમરમાં ફરાહ ખાને વ્યક્ત કરી માં બનવાની ખુશી, 8 વર્ષ નાના પતિ સાથે લીધા હતા સાત ફેરા.

0
479

પોતાનાથી 8 વર્ષ નાના વ્યક્તિ સાથે લગ્ન કરનાર ફરાહ ખાન છે 3 બાળકોની માં, 55 ની ઉંમરે જણાવી માં બનવાની ખુશી. હાલમાં જ સોની ટીવી પર એક નવા શો ની શરૂઆત થઈ છે, જેનું નામ છે ‘સ્ટોરી 9 મંથસ કી’. આ સિરિયલની ઘણા દિવસોથી ચર્ચા થઈ રહી છે. હાલમાં જ ઈંડિયાસ બેસ્ટ ડાંસર શો માં પણ આ શો ના કલાકાર પહોંચ્યા હતા, અને તેમણે પોતાના શો નો પ્રચાર કરવાની સાથે જ આ શો વિષે જાણકારી આપી હતી. હવે બોલીવુડની પ્રખ્યાત નિર્દેશક ફરાહ ખાને તેને લઈને પોતાના જીવન સાથે જોડાયેલા એક મહત્વના કિસ્સા વિષે જણાવ્યું છે.

ફરાહ ખાને પોતે 43 વર્ષની ઉંમરમાં IVF દ્વારા માં બનવાનો કિસ્સો જણાવ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર પોતાનો ખુલ્લો પત્ર શેયર કરતા તેમણે લખ્યું કે, ‘એક દીકરી, પત્ની અને માં હોવાની દૃષ્ટિએ મારે મારા નિર્ણય લેવાના હતા જેની લીધે હું કોરિયોગ્રાફર બની, ફિલ્મમેકર અને પ્રોડ્યુસર બની. દરેક વખતે જયારે મને લાગ્યું કે હું સાચી છું તો મેં મારા અંદરના અવાજને સાંભળ્યો અને તેના પર આગળ વધી. આપણે લોકોના નિર્ણય વિષે ઘણું વિચારીએ છીએ, આપણે ભૂલી જઈએ છીએ કે જીવન આપણું છે તો નિર્ણય લેવાનો હક ફક્ત આપણો જ છે.’

ફરાહ ખાન આગળ લખે છે કે, ‘આજે હું મારા નિર્ણયને લીધે 3 બાળકોની ગૌરાવિંત માં છું. હું ત્યારે માં બની જયારે હું તેના માટે તૈયાર હતી, ત્યારે નહિ જયારે સમાજે તેની માંગણી કરી અને તેમને લાગ્યું કે આ પ્રેગ્નેન્ટ થવાની યોગ્ય ઉંમર છે. વિજ્ઞાનનો આભાર છે કે હું આ ઉંમરે IVF દ્વારા આવું કરી શકવામાં સક્ષમ રહી. આજે એ જોઈને સારું લાગે છે કે, ઘણી બધી મહિલાઓ ગભરાયા વગર આવું કરવાનો નિર્ણય લઇ રહી છે.’

ફરાહ ખાને આગળ લખ્યું કે. ‘હાલમાં જ મને સોની ટીવીના શો સ્ટોરી 9 મંથસ કી વિષે ખબર પડી જે એક ઈમાનદાર પ્રતિક્રિયા આપે છે. જો પ્રેમ વિના લગ્ન થઈ શકે છે, તો પતિ વગર માં કેમ નહિ બનાય? ફરાહ ખાને લખ્યું કે, આપણા નિર્ણય જ આપણને બનાવે છે. હું 43 વર્ષની ઉંમરમાં એક IVF માં બની અને મને એવું કરવા પર ગર્વ છે.’

સાથે જ ફરાહ ખાને પોસ્ટ શેયર કરતા કેપ્શન આપ્યું કે, ‘આપણી પસંદ આપણને બનાવે છે. હું 43 વર્ષની આઇવીએફ માં બની ગઈ અને મને ખુશી છે કે મેં આવું કર્યું. હું તે દરેક મહિલાઓ માટે એક મહાન માતૃત્વની કામના કરું છું, જે માં બનવા ઈચ્છે છે – સ્વાભાવિક રૂપથી અથવા અન્ય રીતે. દરેક મહિલાઓને એક ખુલ્લો પત્ર, તેમને યાદ અપાવું કે # ItsAWomansCall શું તમે મારી સાથે છો?’

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, ફરાહ ખાને 2004 માં પોતાનાથી 8 વર્ષ નાના શિરીષ કુંદર સાથે લગ્ન કર્યા હતા. શિરીષ અને ફરાહના ત્રણ બાળકો છે અને તે ત્રણેય (અન્યા, કજાર અને ડીવા) ટ્રિપ્લેટ્સ છે. ત્રણેયની ઉંમર 12 વર્ષ છે.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.