કિસિંગ સીન કે પછી નાના કપડાંઓનો સહારો લીધા વિના, પણ ઇન્ડસ્ટ્રીમાં છવાયેલી છે આ એક્ટ્રેસ

0
2773

અભિનયની દુનિયામાં આજના સમયમાં જ્યાં સુધી કોઈ અશ્લીલ વસ્તુ નથી બનતી, ત્યાં સુધી તે પ્રસિદ્ધ નથી થઇ શકતી. ફિલ્મો હોય, ટીવી સીરીયલ્સ હોય કે પછી વેબ સીરીઝ હોય, તે બધું ત્યારે પ્રસિદ્ધ થઇ શકે છે જયારે તેમાં હિરોઈન ટૂંકા કપડા પહેરીને હીરો સાથે કોઈ ઈંટીમેટ દ્રશ્ય આપે. પરંતુ આ સમયમાં પણ થોડી એવી પણ અભિનેત્રીઓ છે, જેમણે લોકપ્રિયતા પ્રાપ્ત કરવા માટે ક્યારે પણ ખોટી વસ્તુનો સહારો નથી લીધો.

તેમનો અભિનય પાણી જેવો શુદ્ધ છે, અને લોકોને તે ઘણો પસંદ પણ છે. ન તો કિસિંગ સીન, ન તો ક્યારેય ટૂંકા કપડાનો સહારો. આ બંને વસ્તુ વગર પણ ઇન્ડસ્ટ્રીમાં આ હિરોઈનોનું નામ ફેમસ છે.

ન તો કિસિંગ સીન, ન તો ક્યારેય ટૂંકા કપડાનો લીધો સહારો :

આજના સમયમાં ટીવી ઉપર પણ કિસિંગ સીન અને અશ્લીલતા દેખાડવામાં આવે છે, જેનાથી એટ્રેકટ થઈને દર્શકો તેને વધુ લોકપ્રિયતા આપી દે છે. પરંતુ તે બધું હોવા છતાંપણ થોડી અભિનેત્રીઓએ પોતાની મર્યાદા નથી છોડી, અને ટીવીમાં આજે પણ તે ઘણી પ્રસિદ્ધ છે, એ પણ અશ્લીલતા ફેલાવ્યા વગર.

પરિધિ શર્મા :

ઝી ટીવીની પ્રસિદ્ધ સીરીયલ જોધા અકબરમાં પરિધિ શર્માએ પણ મહત્વની ભૂમિકા નિભાવી હતી. આજકાલ પરિધિ શર્મા સોની ટીવીની સીરીયલ પટિયાલા બેબ્સમાં કામ કરી રહી છે. આ અભિનેત્રીએ આજ સુધી કોઈ કિસિંગ સીન આપ્યા નથી, અને ન તો ટૂંકા કપડા પહેરેલી જોવા મળી. છતાંપણ તેને ટીવીની પ્રસિદ્ધ હિરોઈનમાંથી એક માનવામાં આવે છે.

કૃતિકા સેંગર :

સીરીયલ ‘કસમ તેરે પ્યાર કી’ નો ભાગ રહી ચુકેલી અભિનેત્રી કૃતિકા સેંગર આજે ટીવીની દુનિયામાં ઘણી પ્રસિદ્ધ છે. કૃતિકા સેંગરે પણ હીટ થવા માટે કિસિંગ સીન કે પછી ટૂંકા કપડાનો ક્યારે પણ સહારો લીધો નથી. તેણે ‘કસમ તેરે પ્યાર કી’ સીરીયલમાં પોતાના સાથી અભિનેતા સાથે કિસિંગ સીન આપવાની પણ ના કહી દીધી હતી, અને છતાંપણ તે સૌથી ફેવરીટ છે.

દિવ્યાંકા ત્રિપાઠી :

ટીવીની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાં દિવ્યાંકા ત્રિપાઠીનું નામ ટોપ ઉપર આવે છે. તે ટીવીની સુપરહિટ સીરીયલ ‘યે હે મોહબ્બતે’ માં મહત્વની ભૂમિકા નિભાવી રહી છે. દિવ્યાંકા ત્રિપાઠી પણ ટીવીની એવી અભિનેત્રીઓમાં આવે છે, જે હીટ થવા માટે કિસિંગ સીન કે પછી ટૂંકા કપડાનો સહારો ક્યારે પણ નથી લેતી, છતાંપણ લોકો તેને પસંદ કરે છે.

અલીશા પંવાર :

સીરીયલ ‘જમાઈ રાજા’ અને કલર્સ ચેનલની લોકપ્રિય સીરીયલ ‘ઈશ્ક મેં મરજાવા’ માં મહત્વનું પાત્ર નિભાવી ચુકેલી અલીશા પંવાર પણ ક્યારેય કિસિંગ સીન કે ટૂંકા કપડાનો સહારો નથી લેતી. તે હંમેશા કિસિંગ સીન આપવાની ના કહી દે છે, અને તેમ છતાં પણ તે લાખો લોકોને પસંદ છે.

દીપિકા કક્કડ :

બીગ બોસ ૧૨ ની વિજેતા અને અભિનેત્રી દીપિકા કક્કડે આજ સુધી ટૂંકા કપડાનો સહારો લઈને પોતાની લોકપ્રિયતા નથી મેળવી. આ અભિનેત્રીએ ‘સસુરાલ સીમર કા’ નામની સીરીયલમાં કામ કર્યુ છે, અને તે ક્યારે પણ ટૂંકા કપડામાં લોકો વચ્ચે જોવા મળી નથી. તેમ છતાંપણ આ અભિનેત્રીને લાખો લોકો પસંદ કરે છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.