કાઠીયાવાડનું ફેમસ અને ખુબ જ સ્વાદિષ્ટ “ભરેલી નાની બટાકીનું શાક”, ક્લિક કરીને જાણો કેવી રીતે બનાવવું.

0
1113

આજે સ્વાદિષ્ટ વ્યંજનોની યાદીમાં અમે એક નવી આઈટમ ઉમેરવા જઈ રહ્યા છીએ. અને એ છે કાઠિયાવાડી ભરેલા બટાટાનું શાક. જણાવી દઈએ કે, આ શાક ટેસ્ટમાં ખુબજ સરસ લાગે છે. જો તમને પણ કાઠિયાવાડી ગુજરાતી રેસિપી ખાવાનો શોખ છે, તો તમને આ રેસિપી ખુબ જ ઉપયોગી થશે. આને ઘરે ટેસ્ટફુલ અને ફ્લેવરફુલ કેવી રીતે બનાવવાનું, તે આજે અમે તમને જણાવવાના છીએ. તો ચાલો એને બનાવવાનું શરુ કરીયે.

જરૂરી સામગ્રી :

1 કિલો નાના બટાટા,

1/2 કપ લીલી ચટણી (50 ગ્રામ કોથમીર અને 7 થી 8 લીલા મરચા),

2 મોટી ચમચી બેસન (તેને ડ્રાય રોસ્ટ કરી લેવાનો છે),

5 મોટી ચમચી ધાણા-જીરું,

1 નાની ચમચી હળદર,

2 મોટી ચમચી સાકર,

1 નાની ચમચી હિંગ,

4 મોટી ચમચી તેલ,

1/2 મોટી ચમચી રાઈ,

1 નાની ચમચી ગરમ મસાલો,

થોડું જીરું,

1 નાની ચમચી લાલ મરચું,

મીઠું સ્વાદ અનુસાર.

બનાવવાની રીત :

ભરેલા બટાટા બનાવવા માટે સૌથી પહેલા બટાટાને સારી રીતે ધોઈને સાફ કરી લેવાના છે. આપણે બટાટા સ્કિન સાથે ઉપયોગ કરવાના છીએ, અને તે બટાટાના એક સાઈડથી એક નાનો કટ મારી દેવાનો છે. હવે લીલી ચટણી, બેસન, ધાણા-જીરું, હળદર, લાલ મરચું, ગરમ મસાલો, સાકર અને મીઠું આ બધી વસ્તુને એક બાઉલમાં સારી રીતે મિક્ષ કરી લેવાનું છે. આટલું કર્યા પછી આપણું સ્ટફિંગ તૈયાર છે. (જો તમે લસણ ખાતા હોય તો આ સમયે 7 થી 8 કળી સૂકું લસણ ક્રશ કરીને એડ કરી શકો છો.)

હવે આ સ્ટફિંગને કટ કરેલા બટાટામાં ભરી દેવાનું છે. બટાકાને ધીરેથી ખોલીને તેમાં થોડું થોડું સ્ટફિંગ ભરી દેવાનું છે. જો બટાટા ભરતી વખતે જો કોઈ તૂટી જાય છે તો તે બટાટાના ટુકડાને પણ સાથે એડ કરી દઈશું. બહુ દબાવીને સ્ટફિંગ નથી ભરવાનું ધીરે ધીરે સ્ટફિંગ ભરવાનું છે. તે રીતે બધા બટાટા ભરી દેવાના છે. બધા બટાટા ભરાયા ગયા પછી જો મસાલો વધ્યો હોય તો તેનો પણ ઉપયોગ કરીશું.

બટાટા ભરાય ગયા પછી તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે. તેલ ગરમ થાય એટલે એમાં રાય એડ કરી દેવાની છે. ગેસને ધીમો રાખીવાનો છે. રાઈ થઇ જાય એટલે એમાં જીરું અને હિંગ એડ કરી દેવાના છે. હવે જે બટાટા સ્ટફ કરીને રાખ્યા છે એને આમાં એડ કરી દેવાના છે. તેને સારી રીતે મિક્ષ કરી લેવાની છે. મિક્ષ થઇ ગયા બાદ એની ઉપર થાળી ઢાંકી દેવાની છે અને થાળીની ઉપર પાણી મુકીને આ શાકને ચડવા દેવાનું છે.

યાદ રાખજો કે, જયારે પણ આપણે કોઈ શાક પાણી વગર બનાવવા હોઈએ ત્યારે તેની ઉપર થાળીમાં પાણી મૂકીને તેને ચડવા દેવાનું છે. તેના કારણે તેનો કુકીંગનો સમય પણ ઓછો થઇ જાય છે, અને શાક ટેસ્ટમાં ખુબ જ સરસ બને છે. આને ધીમા ગેસ ઉપર એને ચડવા દેવાનું છે. અને દર 5 થી 7 મિનિટ તેને ખોલીને ચેક કરી લેવાનું છે.

5 મિનિટ બાદ બટાટાને ચેક કરી લેવાના છે. અને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાથી શાક બધું ઉપર નીચે થઇ જાય છે, અને તે ચડી પણ જાય છે. ફરીથી તેને ઢાંકીને ધીમા ગેસ ઉપર જ ચડવા દેવાનું છે. આ શાકને તૈયાર થતા 20 થી 25 મિનિટ જેવું લાગી જાય છે, એટલે તો સેમ આ રીતે એને 5 મિનિટે એને હલાવતા રહેવાનું છે. જેમ જેમ તે ચડતું જશે તેમ તેનો કલર બદલાતો જશે.

20 થી 25 મિનિટ બાદ જોઈ લેવાનું છે કે, આપણું તેલ ઉપર આવી ગયું હશે અને બટાટાને પણ ચેક કરી લેવાનું છે અને તેને દબાવીને ચેક કરી લેવાનું છે કે સરળ રીતે તૂટી જશે, તો આપણા બટાટા તૈયાર છે.

હવે જે સ્ટફિંગનો મસાલો વધ્યો હતો તેને પણ આમાં એડ કરી દેવાનો છે અને મિક્ષ કરી લેવાનું છે. મસાલો સારી રીતે મિક્ષ થઇ ગયા બાદ તેને ખાલી 2 મિનિટ માટે ચડવા દેવાનું છે, જેથી મસાલો એડ કર્યો છે તે સરસ રીતે ચડી જાય. 2 મિનિટ બાદ એમાં કોથમીર એડ કરીને મિક્ષ કરી લેવાનું છે.

હવે તમારે ગેસને બંધ કરી દેવાનો છે અને આ શાકને 30 મિનિટ માટે સ્ટેન્ડિંગ સમય આપવાનો છે. 30 મિનિટ બાદ હવે આપણા ભરેલા બટાટાનું શાક સર્વિંગ માટે તૈયાર છે. ભરેલા શાકને હંમેશા સીજવા દેવું કે સ્ટેન્ડિગ સમય એવું ખુબ જરૂરી છે, તો જ તેનો ટેસ્ટ સરસ લાગે છે. તમે ઈચ્છો તો તેના ગાર્નિશિંગ માટે કોથમીર અને સૂકું કોપરાનું છીણ એડ કરી શકો છો.

જુઓ વીડિયો :