તમને ખબર છે કે તમારી સીટીની કઈ કઈ ખાવાની વસ્તુ ફેમસ છે? ક્લિક કરીને જાણી લો સંપૂર્ણ યાદી

0
3533

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. આજનો આ લેખ ખાવા પીવાના શોખીનો માટે ખાસ છે. કારણ કે આજે અમે વિવિધ શહેરોની પ્રખ્યાત વાનગીઓની યાદી લઈને આવ્યા છીએ. જેથી તમે જાણી શકો કે ક્યા શું ફેમસ છે અને એમાંથી તમારે શું ખાવાનું બાકી છે.

ખાવાના શોખીનો ખાસ વાંચો—————————ગુજરાતની આ વસ્તુઓ નથી ખાધી?

તો તમે કંઇ ખાધુ જ નથી!

આ ડાયલોગ તમે પણ દરેક ગુજરાતીના મોઢે સાંભળ્યો જ હશે. આજે અમે વાત કરી રહ્યા છીએ ગુજરાતના શહેરોની એવી વસ્તુઓની કે, જેણે તેના સ્વાદની જેમ બધે સોડમ પ્રસરાવી છે. તો આવો નજર કરીએ ગુજરાતના ક્યા શહેરમાં શું વખણાય છે તેની યાદી પર.

જૂનાગઢ:

કપાનાં વણેલા ગાંઠિયા,

પટેલની પાપડી,

મોર્ડનની ફરાળી પેટીસ,

હિતૂલાલનો શ્રીખંડ,

નરસી ભૂરાનો ચેવડો,

જયંતની સોડા એન્ડ શરબત,

હરિ ૐ નાં પેંડા,

જગદીશનું પાન, શીંગ સોડા,

સ્વાતિનો 4 ફૂટનો પેપર ઢોંસો,

રતનશી માવજીનું ડબલ બદામ કોલડ્રીંક આઈસક્રીમ,

સુભાષની પાણીપુરી,

ચેન્નાઇ એક્સપ્રેસનાં વડા સાંભાર,

સન્તુરનું પંજાબી,

મનહરનાં ભજીયા,

નારાયણની ભેળ, રગડો, પેટીસ,

રાજુ મદ્રાસીનો ઉતપમ,

ચામુંડાની લચ્છી.

રાજકોટ :

સોરઠિયા વાડી સર્કલની હંગામાં કૂલ્ફી,

મયૂર ભજિયા,

ઢેબર ચોકના આઇસ્ક્રીમના ભજિયા,

રાઠોડનો શેરડીનો રસ ગાયતરી મેઇન રોડ,

જય અંબે, ખેતલા આપા અને મોમાઈની ચા,

રામ ઔર શ્યામના ગોલા,

મનહરના સમોસા-ભજિયા,

ભક્તિનગર સર્કલનો સોના-રૂપાનો આઇસ્ક્રીમ,

કરણપરાના બ્રેડ કટકા,

જોકરના ગાંઠિયા,

સુર્યકાંતના થેપલા-ચા,

જય સિયારામના પેંડા,

એરપોર્ટ ફાટક પાસેના ઢોસા,

રસિકભાઈનો ચેવડો,

ગોરધનભાઈનો ચેવડો,

આઝાદના ગોલા,

બાલાજીની સેન્ડવીચ,

જલારામની ચિકી,

અનામના ઘુઘરા,

રાજુના ભાજીપાંવ,

મગનલાલનો આઇસ્ક્રીમ,

સોનાલીના ભાજીપાંવ,

ઇશ્વરના ઘુઘરા,

સાધનાની ભેળ,

નઝમીનું સરબત,

ભગતના પેંડા,

શ્રીરામની ચટણી,

મીલપરાનું અમદાવાદી ખમણ,

રાજમંદિરની લસ્સી,

પટેલના ભાજીપાંવ,

સંતકબીર રોડનું ચાપડી-ઉંધીયુ,

બજરંગની સોડા,

ન્યૂ સર્વશ્વર ચોકના બ્રેડ કટકા,

રઘુવંશીના વડાપાંવ,

કાલાવડ રોડ પર ફાયર બ્રિગેડની સામેના ઢોસા,

નિર્મલા કોન્વેટ પાસેના ઢોસા,

સંતકબીર રોડની રાંદલના ભાજી પાંવ,

કોટેચા ચોક પાસેની કચોરી-સમોચા,

મેટોડા જીઆઈડીસીમાં બાલાજીના ભજિયા.

વડોદરા :

ભાઇભાઇની દાબેલી,

દુલીરામના પેંડા,

એમજી રોડ પર લાલા કાકાના ભજિયા,

પારસનું પાન,

શ્રીજીના વડાપાંવ,

મંગળ બજારમાં પ્યારે લાલની કચોરી,

કોઠી ચાર રસ્તા પાસે મનમોહનના સમોસા,

મહાકાળીનું સેવઉસલ,

ન્યાયમંદિર પાસે સત્યનારાણ અને રાજસ્થાની આઇસ્ક્રીમ,

અલ્કાપૂરીમાં બોમ્બે સેન્ડવીચ,

રાજમહેલ રોડ પર રાજુના ખમણ,

જગદિશનો ચેવડો,

નાળિયેર પાણીની સિંગ,

ટેસ્ટીના વડાપાંવ,

લાલા કાકાના ભજિયા,

વિનાયકનો પુલાવ,

ફતેહરાજના પૌવા,

ખાઉધરા ગલી પાસે ડાયાભાઈના મૈસૂર મસાલા ઢોસા.

સુરત :

લાલ દરવાજાનો ગોપાલનો લોચો,

કિશોરનો આઇસ્ક્રીમ,

રાંદેર અને અડાજણની ગણેશની આલુપુરી

રાંદેર ખાવસા

જાનીનો લોચો,

ગાંડાકાકાના ફાફડા,

રમેશનો સાલમપાક,

અંબાજી રોડ પર સુરતીના ખમણ,

અઠવા લાઈનના કાકીના ભાજીપાંવ,

ચોપાટી પાસે મહેશનો પુલાવ,

વેડ દરવાજા પાસે પટેલની તવા સબ્જી,

વરાછા રોડ પર વૈશાલીના વડાપાંવ,

ખાંડવાળાની શેરીના સુરતી સરસિયા ખાજા,

લાલગેટ પાસે મજદાની નાનખટ્ટાઈ,

ભાગળ વિસ્તારમાં રામજી દામોદરનું ભુસ્સુ,

બેગમપુરામાં મઢીની ખમણી,

લીમડા ચોકમાં ચેવલીના ભજિયા,

ઝાંપાબજાર પાસે આદર્શની ચા,

દાળિયા શેરીની નરેશની ભેળ,

ટેક્સટાઇલ માર્કેલ પાસે પહેલવાનાના ચોલે ભટુરે,

સલાબતપુરામાં સેન્ડીકેટના સમોસા,

ભાગળ વિસ્તારમાં મોટી હરજીની જલેબી,

ઉધના મગદલ્લાનો હજુરીનો સોસિયો,

મોટા વરાછામાં કુંભણિયા ભજિયા,

વરાછા રોડ પરના મયૂરના ભજિયા.

ગાંધીનગર :

મયુરના ભજિયા,

મહાલક્ષ્‍મીના ખમણ,

મહારાજના દાળવડા,

ગાંઠીયા રથના ગાંઠિયા,

બટુકના ગોટા,

અક્ષરધામની ખીચડી,

પુજાના ઢોકળા,

સેંધાના ગોટા,

ભાભીના ભજિયા,

લક્ષ્મી બેકરીના પફ અને પેટિસ અને નાનખટ્ટાઈ,

મોરલીના ઢોંસા,

વૈષ્ણોદેવી પાસે શિવશક્તિની દાલ-બાટી.

અમરેલી :

ભગતનું ઉંધીયુ,

ચક્કાભાઈની ચા,

હિરાભાઈના દૂધના પેંડા અને નાના બસસ્ટેન્ડની ચા,

ટાવર પાસે ગોપાલની જામેલ લસ્સી,

મહારાજના ભાજીપાંવ,

જયહિન્દના ગોટા,

શિતલનુ કોલ્ડપાન.

ભૂજ :

આઇસ્ક્રીમ ગોળા,

બાસૂદી ગોળા,

વાણિયાવાડ ખાવડાના સાટા,

રજવાડી ગોળા,

ધીરૂભાઈની રોટી,

ગોવિંદજીના પેંડા,

પકવાન અને ગુલાબપાક,

મધુની ભેળ,

શંકરના વડાપાંવ.

સુરેન્દ્રનગર:

પેરામાઉન્ટનો આઇસ્ક્રીમ,

રાજેશના સમોસા,

જગદંબાના પરોઠા,

દાળમિલમાં સાગરની ખસતા કચોરી,

ઉકાનું પૂરી-શાક,

સિકંદરની સિંગ,

ભાભીના ભજીયા,

જલારામના વાળા-પાંવ,

નોવેલ્ટીના પરોઠા – શાક,

સૂર્યાના ભાજીપાંવ,

ચેતનાની દાબેલી,

ગોકુલનું સીઝલર,

એસ્ટ્રોનનું પાન,

કિસ્મતની સોડા,

ગોપાલના મસાલા પાંવ.

જામનગર :

એચ.જે. વ્યાસનો શીખંડ,

જનતા ફાટકના વણેલા ગાંઠિયા,

વલ્લભભાઈના પેંડા,

ગીતાનો આઇસ્ક્રિમ,

લખુભાઈનો રગડો,

જવાહરના પાન,

દિલિપના ઘુઘરા,

ઉમિયાના ભજિયા,

જગદિશનો ફાલુદો,

ગીજુભાઈની ભેળપૂરી,

ડાયફ્રુટની કચોરી.

મહેસાણા :

મુરલીના વડાપાંવ,

સહયોગના પેંડા,

સ્ટેશનની ચા,

રામપુરા ચોકડીની દાબેલી,

પટેલની ખમણી,

ક્રિષ્નાની દાબેલી.

બારડોલી :

જલારામના પાંતરા,

જલારામની ખીચડી,

જલારામના ખમણ,

ભરકાદેવીનું આઈસ્ક્રીમ,

મહારાણાના દાણા-ચણા,

જેઠાની પાંવભાજી.

જેતપુર :

નાથબાપાના લસણિયા સેવ મમરા,

દિપકની દાબેલી,

વજુગીરીના ભજીયા,

ભગતના પેંડા.

ભાવનગર :

ભગવતીનું સેવ-ઉસળ,

દાસના પેંડા,

ગાંઠિયા બટેટા,

પાંચભાઈના ઢોકળા,

રુપમ ચોકના ભુંગળાબટેટા,

નરશીબાવાના ગાંઠિયા ,

બચુભાઈ દુધવાળાનો શિખંડ,

લગ્નમાં દવેની મીઠાઈઓ.

આણંદ :

પાંડુના દાલવડા,

યોગેશના ખમણ,

રેલવે સ્ટેશનની દાબેલી,

સાસુજીનો હાંડવો.

દાહોદ :

બાદશાહ કૂલ્ફી.

ગોધરાઃ

પેટ્રોલ પંપના ભજિયા,

શંકરની ભાજી-પાવ,

ગાયત્રીની લસ્સી,

ગોપાલનો ગોટો.

બોટાદ :

જેરામભાઈનો ચેવડો.

મોરબી‍ :

ભારતની પાણીપુરી,

પકાના ભૂંગરા બટાટા,

મયુરના ભજિયા,

ચક્કાના બ્રેડ બટાટા,

કાનાની દાબેલી,

જૈનના ખમણ.

નવસારી:

વિકાસના સમોસા,

મામાની પેટીસ.

ધારી :

કનૈયા ડેરીનો શીખંડ.

મહુવા :

વરિયાળીનું સરબત.

નડિયાદ :

સિંધી બજારનું ગળિયું ચવાણું,

વસો ગામના પત્તરવેલિયા.

ગુજરાતમાં ક્યાંનું શું વખાણાય છે?

અમદવાદના મસ્કાબન,

કટિંગ ચા.

મકરસંક્રાંતિ પર સુરતનું જમણ :

ઘારી,

સુત્તરફેણી,

ખમણ ઢોકળા,

ઉઘીયું અને લોચો.

રાજકોટની ચીકી,

પેંડા,

બ્રેડ કટકા અને રંગીલી પ્રજા.

વડોદરાનો લીલો ચેવડો,

ભાખરવડી અને નવરાત્રિ.

જામનગરની બાંધણી ,

કચોરી,

તાળા,

આંજણ અને પાન.

કચ્છની દાબેલી,

ગુલાબપાક,

કળા કાળિગીરી અને ખુમારી.

મોરબીના તળીયા (ટાઇલ્સ),

નળિયા અને ઘડીયાલ.

ભરુચની ખારી શિંગ.

સુરેન્દ્રનગરના સેવમમરા,

કચરીયું અને શીંગ.

ભાવનગરના ગાંડા,

ગટર,

ગાંઠિયા અને ફૂલવડી.

મુનિનો મઠો,

પાલનપુરનું અત્તર,

પેંડા,

ખાખરા અને હીરાના વેપારી.

સોરઠનો સાવજ,

કેસર કેરી અને અડીખમ ગિરનાર.

પાટણની રેવડી,

દેવડા અને પટોળા.

પોરબંદરની ખાજલી,

ગોટી સોડા અને માફિયા.

નવસારીની નાનખટાઇ.

ખંભાતનું હલવાસન.

ડાંગનો ચોખાનો રોટલો,

નાગલી,

વાંસનું શાક અને ડાંગ દરબાર.

વલસાડના ચીકુ અને હાફૂસ.

ડાકોરના ગોટા અને સકરિયા અને મલાઇ મારેલ દૂધ.

તળાજામાં મોહનના પેંડા,

નાકાનું પુરી શાક,

ભગવાનના ગાઠીયા,

a1 ની સેન્ડવીચ,

રામના રજવાડી,

મારાજના બટેટા,

પુનાભાઈનો ધાબો,

વાપીનું ઉબાડિયું.

તમારા શહેરની કોઈ વાનગીનું નામ બાકી રહી જતું હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો.