3000 રૂપિયા દર મહિને પેંશન સ્કીમમાં પણ થશે ફેમિલી પેંશનની સુવિધા, જાણો વધુ વિગત

0
1598

સરકાર તરફથી શ્રમિકો માટે અનેક પ્રકારની યોજનાઓ બહાર પડતી રહે છે, અને જેનો લાભ પણ શ્રમિકો મેળવતા રહે છે. આવી જ એક યોજના સરકાર તરફથી બહાર પાડવામાં આવી હતી. કેન્દ્ર સરકાર તરફથી ફેબ્રુઆરી ૨૦૧૯ના અંતિમ બજેટમાં શ્રમિકો માટે પેંશન યોજના એટલે કે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનાની શરુઆત કરવામાં આવી હતી.

તેની હેઠળ શ્રમિકોને ૬૦ વર્ષની ઉંમર પછી ૩૦૦૦ રૂપિયા દર મહીનાના હિસાબે પેંશન આપવામાં આવશે. આ યોજનામાં ફેમીલી પેંશનની પણ સુવિધા આપવામાં આવશે. સરકારે હવે જાહેરાત કરી છે કે આ યોજનાનો ફાયદો દેશના ૧૫ કરોડ લોકોને આપવામાં આવશે. તેનો સૌથી વધુ ફાયદો રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં કામ કરવા વાળા મજૂરોને મળશે.

શું છે આ ફેમીલી પેંશન યોજના?

ખાસ કરીને ફેમીલી પેંશન યોજના તે હોય છે, જેમાં પતિના મૃત્યુ થયા પછી પત્નીને પેંશન ટ્રાન્સફર થઇ જાય છે. એટલે કે પેંશન યોજના હેઠળ પત્નીને કાયદેસર નોમીની રાખવામાં આવે છે. તેનો ફાયદો એ હોય છે કે, જો ૬૦ વર્ષ પછી પતિનું મૃત્યુ થઇ જાય છે, તો સરકારી પેંશન સ્કીમ હેઠળ પત્નીને પેન્શનની અડધી રકમ એટલે ૫૦ ટકા રકમ આપવામાં આવશે. અને પતિનું ૬૦ વર્ષ પહેલા મૃત્યુ થઇ જાય તો પત્નીને પૂરું પેંશન મળે છે.

કેવી રીતે મળશે પેંશન?

શ્રમિકોને ૩૦૦૦ દર મહીને પેંશન મેળવવા માટે દર મહીનાના હિસાબે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનામાં થોડા પૈસા જમા કરાવવાના રહેશે. જેનો દર અલગ અલગ ઉંમરના વર્ગ માટે અલગ રહેશે.

આ મુજબ રહેશે હપ્તો :

૧૮ થી ૨૫ વર્ષ – ૫૫ રૂપિયા દર મહીને

૨૫ થી ૩૦ વર્ષ – ૮૦ રૂપિયા દર મહીને

૩૦ થી ૩૫ વર્ષ – ૧૦૫ રૂપિયા દર મહીને

૩૫ થી ૪૦ વર્ષ – ૧૫૦ રૂપિયા દર મહીને

૪૦ થી ૬૦ વર્ષ – ૨૦૦ રૂપિયા દર મહીને

નોંધ – યોજનામાં જેટલા પૈસા શ્રમિકો તરફથી જમા કરવામાં આવશે. તેની જેટલો જ હપ્તો સરકાર તરફથી પણ પેંશન યોજનામાં જમા કરાવવામાં આવશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.