ફક્ત એક વખત 1 લાખ રૂપિયા ખર્ચીને ખરીદો સોલર AC, પછી ક્યારેય ભરવું નહિ પડે વીજળીનું બિલ.

0
1637

આ એસીનું મેન્ટેનન્સ ખર્ચ પણ બીજા એસીની સરખામણીએ ઘણું ઓછું છે.

ગરમીમાં એસીમાં બેસવાનું કોને નથી ગમતું. પરંતુ જેટલી શાંતિ એસીની હવા આપે છે, લાઈટનું બીલ એટલું જ ચિંતામાં મૂકી દે છે. ખાસ કરીને એસી સાથે સૌથી મોટી સમસ્યા લાઈટ બીલની જ છે. ભીષણ ગરમીમાં એસી વાપરવાથી લાઈટનું બીલ બીજી ઋતુની સરખામણીએ ત્રણ ગણા જેટલું વધી જાય છે.

એસીમાં થોડી કાળજી રાખશો તો તમે પણ તમારું લાઈટ બીલ બચાવી શકો છો. તેના માટે તમે સોલર એસી ખરીદી શકો છો, આ એસીની સૌથી મોટી ખાસિયત એ છે કે તેના ઉપયોગથી તમે લાઈટ બીલ ભરવાની માથાકૂટ દુર થઇ જશે.

સોલર એસીનું મેન્ટેનેંસ ખર્ચ પણ છે ઓછા

સોલર એસીના ઉપયોગથી તમે લાઈટ બીલ ઉપરાંત લાઈટનો ખર્ચ કરવામાંથી પણ બચી શકશો. બજારમાં ઘણી એસી કંપનીઓ છે, જે સોલર એસી પુરા પડે છે. આ એસી સાથે કંપનીઓ તમને સોલર પેનલ પ્લેટ અને ડીસીથી એસી કંવર્ટર પણ આપે છે, જેની મદદથી તમે લાઈટ વગર પણ એસીનો ઉપયોગ કરી શકો છો.

તેમાં સોલર પેનલ પ્લેટને એવી ખુલ્લી જગ્યા ઉપર લગાવવામાં આવે છે. જ્યાં તેની ઉપર સૂર્યના કિરણો પડી શકે. તે ડીસી બેટરી દ્વારા ઇલેક્ટ્રિક કરંટ ઉત્પન કરે છે અને તેની મદદથી એસી કંવર્ટર દ્વારા ઠંડી હવા મળે છે. આ એસીનું મેન્ટેનેંસ ખર્ચ પણ બીજા એસીની સરખામણીએ ઘણું ઓછું છે.

એક વખત ખર્ચ કરવાનો રહેશે ૧ લાખ રૂપિયા સુધી

તેવામાં તમે વિચારી રહ્યા હશો કે આ એસીનો ઉપયોગ ઇલેક્ટ્રિક એસીની સરખામણીએ ઓછો કેમ હોય છે. તેનું કારણ એક વખત લગાવવાની કિંમત છે. ૧ ટન સોલર એસી માટે તમારે (ઓનલાઈન કિંમત) લગભગ ૯૦ હજાર થી ૧ લાખ રૂપિયા ખર્ચ કરવાનો રહેશે. આમ તો તે માત્ર એક વખત જ ખર્ચ થશે, જે તમારા ખિસ્સાને ભારે પડશે. ત્યારે પછી તમારે કોઈપણ પ્રકારના કોઈ ખર્ચ કરવા નહિ પડે.

બજારમાં રહેલા ઇલેક્ટ્રિક એસીની કિંમત ભલે આના કરતા ત્રીજા ભાગની હોય છે. પરંતુ તેનું લાઈટનું બીલ દર વર્ષે તમારું ખિસ્સું ખાલી કરે છે. ૧ ટનના ઇલેક્ટ્રિક એસીની કિંમત લગભગ ૨૦ થી ૪૦ હજાર રૂપિયા સુધી હોય છે. તેની સરખામણીમાં જો તમે એક વખતમાં એક લાખ રૂપિયા સુધી રોકાણ કરીને સોલર એસી લઇ લો છો, તો તમને લાંબા સમય સુધી ફાયદો જ થશે.

મળ્યા છે 5 સ્ટાર રેટિંગ પણ :-

બજારમાં Hybrid Solar AC ઉપલબ્ધ છે. જેને 5 સ્ટાર રેટિંગ આપવામાં આવ્યા છે. આ એસી ઇલેક્ટ્રિક એસી જેવું જ કામ કરે છે. તેમાં માત્ર એટલો જ ફરક છે કે તેમાં પાવરના ત્રણ ઓપ્શન છે. પહેલું સોલર પાવર, બીજું બેટરી બેંક અને ત્રીજું ઇલેક્ટ્રિક ગ્રીડ. એક ટનના સ્પિલીટ સોલર એસીની કિંમત ૯૯ હજાર અને ૧.૫ ટનના સોલર એસીની કિંમત ૧,૩૯,૦૦૦ રૂપિયા છે. સમેં સોલર પેનલ, સોલર ઇન્વર્ટર અને તમામ એસેસરીજ સાથે છે.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.