ફક્ત અમરનાથ ગુફામાં દેખાય છે શિવ પાર્વતીનો આવો દુર્લભ સંયોગ.

0
1312

શિવ ભક્તો માટે હિમાલયના ખોળામાં આવેલા અમરનાથ ધામ સૌથી વધુ આસ્થા વાળું પવિત્ર તીર્થસ્થળ છે. દર વર્ષ અહિયાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ એ કારણથી આવે છે કે ગુફામાં બરફમાંથી કુદરતી શિવલિંગ બને છે. કુદરતી બરફમાંથી બનવાને કારણે તેને સ્વયંભુ બરફના શિવલિંગ અને બાબા બરફવાળા પણ કહેવામાં આવે છે.

માન્યતા છે કે જે પણ ભક્ત સાચા મનથી આ શિવલિંગના દર્શન કરે છે, તેમને જન્મ મરણના બંધનમાંથી મુક્તિ મળી જાય છે. અમરનાથ યાત્રાનું મહત્વ. પૌરાણીક કથાઓ મુજબ ભગવાન શિવે અમરનાથ ગુફામાં માતા પાર્વતીને અમર કથા સંભળાવી હતી. આ ગુફામાં એક નવાઈ પમાડે તેવી વાત એ છે કે ગુફામાં શિવલિંગ નક્કર બરફની બનેલી હોય છે, જયારે નીચે ફેલાયેલો બરફ કાચો હોય છે. કહેવામાં આવે છે કે અહિયાં ભગવાન શિવ સાક્ષાત બિરાજમાન છે. સાથે જ અહિયાં દેવીનું એક શક્તિપીઠ પણ છે. ૫૧ શક્તિપીઠો માંથી મહામાયા શકરીપીઠ આ ગુફામાં આવેલી છે કેમ કે અહિયાં દેવી સતીનો કંઠ પડ્યો હતો.

અમરનાથ ગુફામાં જોવા મળે છે આ ગજબ સંયોગ

અમરનાથમાં ભગવાન શિવની અદ્દભુત હિમલિંગ દર્શન સાથે જ માતા સતીની શક્તિપીઠ હોવું એક દુર્લભ સંયોગ છે. આવા સંયોગ ક્યાય બીજે જોવા નથી મળતા. આ ગુફામાં માત્ર શિવલિંગ ન નથી પરંતુ માતા પાર્વતી અને ગણેશના રૂપમાં બે બીજી હિમલિંગ પણ બને છે. માનવામાં આવે છે કે આ દર્શનના પુણ્યથી માણસ મુક્તિનો અધિકારી બની જાય છે.

ચંદ્રમાની જેમ વધે ઘટે છે શિવલિંગ :-

સામાન્ય રીતે અમરનાથ ધામની યાત્રા અષાડ માસથી શરુ થાય છે અને રક્ષાબંધન સુધી એટલે કે શ્રાવણ પુનમ સુધી ચાલે છે. કહેવામાં આવે છે. જેવી રીતે ચંદ્રમાનો આકાર વધતો ઘટતો રહે છે, તેવી રીતે શિવલિંગનો આકાર પણ વધતો ઘટતો રહે છે. અમરનાથની આ પવિત્ર ગુફાની શોધ એક મુસ્લિમ ગોવાળિયાએ કરી હતી. તેનું નામ બુટા મલિક હતું. આજે પણ તેના વંશજોને દાનમાં ચડાવવામાં આવેલી રકમનો એક ભાગ આપવામાં આવે છે. અમરનાથ યાત્રા માર્ગના મુખ્ય સ્થળ. જયારે ભગવાન શિવ માતા પાર્વતીને અમરત્વની કથા સંભળાવવા લઇ જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમણે નાના નાના નાગોને અનંતનાગમાં મૂકી દીધા.

પહલગામમાં પોતાના નંદી એટલે બળદને છોડી દીધો. માથાના ચંદન અને ચંદ્રમાને તેમણે ચંદનવાડીમાં મૂકી દીધા. પીસ્સુઓને પીસ્સુ ટોચ ઉપર અને શેષનાગને શેષનાગ નામના સ્થાન ઉપર મૂકી દીધા. માતા પાર્વતી સાથે તેમણે પણ સાંભળી કથા. કથા એ છે કે જયારે ભગવાન શિવ માતા પાર્વતીને અમરત્વની કથા સંભળાવી રહ્યા હતા, ત્યારે ત્યાં એક પોપટ અને બે કબુતરની જોડી પણ તેને સાંભળી રહ્યા હતા. પોપટ પાછળથી ઋષિ શુકદેવના નામથી પ્રસિદ્ધ થઇ ગયા. જયારે આજે પણ કબુતરની જોડી ક્યારે ક્યારે અહિયાં જોવા મળી જાય છે, જે શિવ પાર્વતીના રૂપમાં માનવામાં આવે છે.

અમરનાથ યાત્રાનો રસ્તો :-

અમરનાથ યાત્રા જવા માટે બે રસ્તા છે. પહેલો પહલગામ અને બીજો બાલટાલ થઈને જઈ શકાય છે. પહલગામ કે બાલટાલ સુધી બસથી પહોચી શકાય છે. આગળના રસ્તા ઉપર શ્રદ્ધાળુઓએ પગપાળા ચાલવું પડે છે. પહલગામથી થઈને જવા વાળો રસ્તો થોડો સરળ છે એટલા માટે લોકો આ રસ્તે થી જવાનું પસંદ કરે છે.

પહલગામ વાળા રસ્તેથી : જમ્મુ – પહલગામ – ચંદનવાડી – પીસ્સુ ટોપ – શેષનાગ – પંચતરણી – અમરનાથ ગુફા બાલટાલ વાળા રસ્તેથી : જમ્મુ – બાલટાલ – ડોમેલ – બરારી – અમરનાથ ગુફા

આ માહિતી નવ ભારત ટાઈમ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.