ફક્ત ₹55 દર મહિને આપીને મેળવો ₹3,000 પેન્શન, સરકારની છે આ યોજના.

0
1982

પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના (PM-SYM) સ્કીમ દ્વારા શરેરાશ 55 રૂપિયાની માસિક ચુકવણીથી 3 હજાર રૂપિયા દર મહીનાનું પેંશન મેળવી શકાય છે.

સરકારે અસંગઠિત ક્ષેત્રના કર્મચારી ઓને નાણાકીય સુરક્ષા આપવા માટે ખાસ કરીને આ સ્કીમ તૈયાર કર છે, જેનું નામ પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના (PM-SYM) છે. આ સ્કીમ દ્વારા કેન્દ્ર સરકાર ખાનગી ક્ષેત્રોમાં કામ કરવા વાળા કર્મચારી ઓને નિવૃત્ત થવાની ઉંમર પછી પેંશનની જાહેરાત કરી રહી છે. ધ્યાન આપવાની વાત એ છે કે આ સ્કીમ એક પ્રાથમિક પેન્શન સ્કીમ છે. જો કે મજુર વર્ગ, ખાનગી ક્ષેત્રોમાં કામ કરવા વાળા કર્મચારીઓ માટે છે.

આ સ્કીમને કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે ફેબ્રુઆરી, ૨૦૧૯માં સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રોના મજૂરોને લાભ આપવા માટે જાહેર કરી હતી. આ સ્કીમ દ્વારા અસંગઠિત ક્ષેત્રોના કર્મચારી ઓને ઓછામાં ઓછા ૩ હજાર રૂપિયા માસિક પેંશન પૂરું પાડવામાં આવશે.

સ્કીમના ફીચર્સ, એલીજીબ્રીલીટી અને ફાયદા :-

૧૮-૪૦ ઉંમરના વ્યક્તિ આ સ્કીમ માટે અરજી કરી શકે છે.

આ સ્કીમમાં અરજી કરવા માટે કર્મચારી પાસે આધાર કાર્ડ અને સેવિંગ એકાઉન્ટ હોવું જરૂરી છે.

જો એક મેમ્બર સ્કીમમાં ૧૮ વર્ષની ઉંમરમાં જોડાય છે, તો તેને ઓછામાં ઓછા 55 રૂપિયા માસિક ભરવાના રહેશે, ત્યાર પછી નિવૃત્તિ સમયે ૩ હજાર રૂપિયા માસિક પેંશન મળશે.

જો પેન્શન મેળવતા દરમિયાન સભ્યનું મૃત્યુ થઇ જાય છે, તો તેની પત્નીને ૫૦ ટકા માસિક પેંશન મળશે. આ પેંશન માત્ર પતિ કે પત્નીને જ મળશે. તે સિવાયના કોઈ બીજાને નહિ મળે.

જો સભ્યનું મૃત્યુ ૬૦ વર્ષની ઉંમર પહેલા થઇ જાય છે, તો તેના પત્ની કે પતિને જોડીને ચાલુ રાખી શકે છે અથવા નિયમો મુજબ સ્કીમ છોડીને પૈસા મેળવી શકે છે.

આ સ્કીમમાં ચુકવણી સભ્ય પોતાના એકાઉન્ટથી ઓટો-ડેબીટ દ્વારા કરી શકે છે.

સભ્યને જોડાવાની ઉંમરથી લઈને ૬૦ વર્ષની ઉંમર સુધી એક ચોક્કસ રકમની ચુકવણી કરવાની છે.

આ સ્કીમમાં જેટલી રકમ સભ્ય તરફથી જમા થશે એટલી જ સરકાર તરફથી પણ આપવામાં આવશે.

જો કોઈ સભ્ય સ્કીમ વચ્ચે પૈસા ભરવામાં અસમર્થ થઇ જાય છે, તો તે એક સાથે પૂરી રકમ એક સાથે પેનલ્ટી ચાર્જ સાથે જમા કરી શકે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.