ફક્ત 150 લોકોએ દબાવી રાખ્યા છે બેંકોના સાડા ચાર લાખ રૂપિયા, જાણો વધુ વિગત.

0
505

નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન ૧,૫૬,૭૪૬ કરોડ રૂપિયાની વસુલાત

ભારતીય રીઝર્વ બેંક (આરબીઆઈ) ના આંકડા મુજબ, એશના અનુસુચિત કોમર્શિયલ બેંકો (એસસીબી) ના ૩૧ માર્ચ સુધી ૯,૪૯,૨૭૯ કરોડ રૂપિયા નોન પરફોર્મિંગ એસેટ (એનપીએ) તરીકે ફસાઈ પડ્યા છે. સરકારે સંસદમાં કહ્યું છે કે તેમાંથી ૪,૫૪,૧૮૮ કરોડ રૂપિયા માત્ર દેશના ૧૫૦ લોકો પાસે ફસાઈ પડ્યા છે. આ એસએસબીના કુલ એનપીએના લગભગ ૫૦ ટકા છે. આમ તો અ રકમ ક્યા ક્યા લોકો પાસે ઉધાર છે, તેની માહિતી આપવામાં આવી નથી.

એનસીએલટી અને ડીઆર ટી દ્વારા કરવામાં આવી રહી છે વસુલાત

કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી અનુરાગ સિંહ ઠાકુર તરફથી સંસદમાં આપવામાં આવેલી માહિતી મુજબ, એનપીએમાં ફસાયેલી બેંકોની રકમની વસુલાત માટે દેવાળું અને શોધવામાં અક્ષમતા સંહિતા. ૨૦૧૬ (આઈબીસી) બનાવવામાં આવ્યા છે. તેની હેઠળ બેંકો તરફથી નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ (એનસીએલટી) માં દેવાળું ઉકેલ પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. દેવાળું ઉકેલ પ્રક્રિયા શરુ થતા જ ઉધારી વાળી બેંક દેવાળું કરવા વાળી કંપનીઓના કાર્યોની જોગવાઈ પોતાના હાથમાં લઇ લે છે. આઈબીસીની વ્યવસ્થા કરવામાં આવી છે.

વસૂલીમાં ઝડપ લાવવા માટે ૬ નવી સંસ્થાની સ્થાપના

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું છે કે એનપીએ રકમની વસુલાત માટે ઘણી બેંકો તરફથી લોન વસુલાત સંસ્થા (ટીઆરટી) સમક્ષ પણ વાદ દાખલ કરવામાં આવી છે. વસુલાતમાં ઝડપ લાવવા માટે સરકારે દેશમાં ૬ નવી ડીઆરટીની સ્થાપના કરી છે. કેન્દ્રીય મંત્રી અનુસાર, વસુલાત વધારવા માટે વધુ રકમ વાળી એનપીએ ખાતાની ઓળખ કરવામાં આવી છે અને તેની દેખરેખ અલગ રીતે કરવામાં આવી રહી છે. તે ઉપરાંત ૨૫૦ કરોડ રૂપિયાથી વધુ બાકી વાળા ખાતાની દેખરેખ એક ખાસ એજન્સી દ્વારા કરવામાં આવી રહી છે.

નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં દોઢ લાખ કરોડ રૂપિયાની વસુલાત

નાણા રાજ્ય મંત્રીએ જણાવ્યું છે કે વસુલાતમાં ઝડપ લાવવા માટે કરવામાં આવેલા પ્રયાસોની અસર જોવા મળી રહી છે. કેન્દ્રીય મંત્રીના જણાવ્યા મુજબ છેલ્લા ચાર વર્ષોમાં કુલ ૪,૦૧,૪૨૪ કરડો રૂપિયાની વસુલાત કરવામાં આવી છે. નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ૧,૫૬,૭૪૬ કરોડ રૂપિયા એનપીએની વસુલાત કરવામાં આવી છે. જે છેલ્લા ચાર વર્ષોમાં સૌથી વધુ છે. સારી વસુલાત માટે સરકાર તરફથી ઓનલાઈન સંપૂર્ણ રીતે ઉકેલવા પ્લેટફોર્મો ઉભા કરવામાં આવ્યા છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી મની ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.