ફક્ત 1 રૂપિયામાં સ્વાદિષ્ટ ઈડલી-સંભાર ખવડાવે છે ‘અમ્મા’, 80 ની ઉંમરમાં પણ દરેક કામ હાથથી કરે છે, જાણવા જેવી છે આ અમ્માની કથા

0
669

સવારે ૬ વાગ્યે જ સાંભરની સુગંધ વચ્ચે ઘરના દરવાજા ખુલે છે અને ગ્રાહક લાઈન લગાવીને બેસી જાય છે. વડલાના પાંદડા ઉપર ગરમાગરમ ઈડલી સાંભરનો આનંદ લે છે, તે પણ માત્ર ૧ રૂપિયામાં છે. તમીલનાડુના વડીવેલમ્પલયમ ગામની આ દુકાન સંભાળી રહી છે કમલાથલ. ઉંમર ૮૦ વર્ષ છે અને એક ઈડલીની કિંમત છે ૧ રૂપિયો. કમલાથલ આજે પણ પોતાની ઉંમરની બીજી મહિલાઓથી ફીટ છે અને તેમના જીવનનું ધ્યેય લોકોને સસ્તું અને ભરપેટ ભોજન પૂરું પાડવાનું છે. તેની શરુઆત કેવી રીતે થઇ, વાંચો તેની આખી કહાની.

સવારે પાંચ વાગ્યે ઉઠી જાય છે :-

૮૦ વર્ષની કમલાથલની સવારે સૂર્ય ઉગતા પહેલા જ થઇ જાય છે. સ્નાન પછી દીકરા સાથે ફાર્મ તરફ નીકળી જાય છે. અહિયાં શાકભાજી, નારીયેલ, મીઠું અને ચટણી માટે મસાલા રાખે છે. કામની શરુઆત શાકભાજી કાપવાથી થાય છે જેનો ઉપયોગ સાંભર બનાવવામાં કરવામાં આવે છે.

સાંભર ચુલા ઉપર ચડાવ્યા પછી કમલાથલ ચટણી તૈયાર કરે છે. ઈડલી બનાવવા માટે સામગ્રીને એક દિવસ પહેલા જ તૈયાર કરે છે. સવારે ૬ વાગ્યે જ ગ્રાહકો માટે ઘરના દરવાજા ખુલે છે. ટીનશેડની નીચે ગ્રાહક બેસીને એક રૂપિયામાં ઈડલી-સાંભર અને ચટણીનો સ્વાદ ચાખે છે. અહિયાં આવનારા મોટાભાગના ગ્રાહક એવા છે, જે રોજ આવે છે.

૩૦ વર્ષ પહેલા થઇ હતી શરુઆત

કમલાથલ કહે છે તેની શરુઆત ૩૦ વર્ષ પહેલા થઇ હતી. હું એક ખેડૂત પરિવારની છું. સવારે સવારે ઘરના સભ્યો ખેતરોમાં પહોચી જતા હતા અને હું એકલી પડી જતી હતી. ત્યારે સ્થાનિક લોકો માટે ઈડલી બનાવવાનો વિચાર આવ્યો. સવારે સવારે કામ ઉપર જવા વાળા મજૂરો માટે ઈડલીની નાની એવી દુકાન શરુ કરી, જેથી તેને ઓછા પૈસામાં એવું ખાવાનું મળે જે તેને તંદુરસ્ત રાખે.

પરંપરાગત રીતે જ બનાવે છે

કમલાથલ ઈડલી બનાવવામાં પરંપરાગત વાસણોનો ઉપયોગ કરે છે. મસાલા વાટવાથી લઈને નારીયેલની ચટણી બનાવવા સુધીનું કામ પથ્થરના સીલ ઉપર કરે છે. તેમનું કહેવું છે કે હું સંયુક્ત કુટુંબની છું અને વધુ લોકોનું ખાવાનું બનાવાનું મારા માટે મુશ્કેલ કામ નથી. ઈડલી બનાવવાની તૈયારી એક દિવસ પહેલા જ શરુ કરી દઉં છું. રોજ પથ્થર ઉપર ૧૬ કિલો ચોખા અને દાળ વાટુ છું. તે સારી રીતે ફૂલી જાય એટલા માટે તેને આખી રાત માટે રાખવા પડે છે. ઈડલી બનાવવામાં દરરોજ નવી વસ્તુનો ઉપયોગ કરું છું.

સવારે ૬ વાગ્યાથી બપોર સુધી મળે

દુકાન સવારે ૬ વાગ્યાથી બપોર સુધી ખુલી રહે છે. એક વખતમાં વિચારો ૩૭ ઈડલી બને છે. રોજની ૧ હજાર ઈડલી વેચાય છે. ૧૦ વર્ષ પહેલા એક ઈડલીના ભાવ ૫૦ પૈસા હતા, જેને પાછળથી વધારીને ૧ રૂપિયો કરવામાં આવ્યો. ઈડલી-સાંભરને પાંદડા ઉપર પીરસવામાં આવે છે. જે તેના ફાર્મમાંથી જ આવે છે. અહિયાં આવવા વાળા મોટાભાગના ગ્રાહક મજુર પ્રકારના જ છે. જેમના માટે રોજના ૨૦ રૂપિયા ખર્ચ કરીને ભોજન ખાવું થોડું મુશ્કેલ છે.

મજુર ભરપેટ ઈડલી ખાય એ અમારું ધ્યેય

કમલાથલ કહે છે, રોજ દુકાન ઉપર આવનારા લોકો ભરપેટ ઈડલી ખાઈ શકે, તે મારા માટે એક ધ્યેય જેવું છે. એટલા માટે મેં ઈડલીના ભાવ ૧ રૂપિયો રાખ્યો છે. તે પોતાના પૈસાની બચત કરવા સાથે પેટ ભરી શકશે. દિવસ આખાની દુકાન ચલાવીને રોજના ૨૦૦ રૂપિયા કમાઉ છું. ઘણા લોકોનું કહેવું છે મારે ઈડલીના ભાવ વધારવા જોઈએ. પરંતુ મારા માટે લોકોનું પેટ ભરવું અને જરૂરિયાત વાળાની મદદ કરવાનું મહત્વનું છે. હું ભવિષ્યમાં ક્યારે પણ તેના ભાવ નહિ વધારું.

તમીલનાડુમાં એક ઈડલી ૫ થી ૨૦ રૂપિયામાં મળે છે.

ફેમસ થતી ગઈ, ગ્રાહક વધતા ગયા

જેમ કમલાથલ ઈડલીને કારણે પ્રસિદ્ધ થઇ તેમના ગ્રાહક વધતા ગયા. ઈડલીનો સ્વાદ ચાખવા બોલુવમપટ્ટી, પુલુવમપટ્ટી, ઠેકરાઈ અને મથીપલ્લયમ વિસ્તાર માંથી રોજ ગ્રાહક અહિયાં આવે છે. કમલાથલ કહે છે હું ઘરડી થઇ ગઈ છું એટલા માટે મારા દીકરાના દીકરા ઘણી વખત આ દુકાન બંધ કરવા માટે કહી ચુક્યા છે. પરંતુ હું એવું નહિ કરું. હું લોકો માટે ખાવાનું બનવું છું કેમ કે મને તેમાં આનંદ મળે છે. તે મને સક્રિય રાખે છે. હાલમાં જ હું એક ગ્રાહકના કહેવા ઉપર નાસ્તામાં ઉજુંથુ બોન્ડા સામેલ કરવામાં આવ્યા છે. જેની કિંમત ૨.૫૦ રૂપિયા રાખવામાં આવી છે.

અહિયાં રોજ આવવા વાળા ગ્રાહક કિશનનું કહેવાનું છે કે માતા આજે પણ પણ ઈડલી બનાવવા માટે ગેસ નહિ ચૂલાનો ઉપયોગ કરે છે અને મસાલા પથ્થર ઉપર વાટે છે. જયારે અહિયાં ઈડલી ખાઉં છું, તો લાગે છે મારી માતા મને ખવરાવી રહી છે.

કમલાથલ પોતાની ફીટનેશનું રહસ્ય જણાવતા કહે છે હું હંમેશાથી જ રાગી અને જુવારનો પોંક ખાતી હતી. એટલા માટે જ આટલી સક્રિય છું, ચોખામાં એટલું પોષણ નથી હોતું.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.