ફાગણ અમાસનો આ ઉપાય તમારી દરેક ઈચ્છા કરશે પુરી, ઘર ઉપર મહાલક્ષ્મીની બની રહેશે કૃપા

0
1210

પોતાનો ઈચ્છાઓની પૂર્તિ માટે કરો ફાગણ અમાસનો આ ઉપાય, માં લક્ષ્મીની કૃપા હંમેશા બની રહેશે

મનુષ્યનું જીવન ઘણું મુશ્કેલ માનવામાં આવ્યું છે. મનુષ્યએ પોતાના જીવનમાં ઘણી બધી મુશ્કેલીમાંથી પસાર થવું પડે છે. ક્યારેક વ્યક્તિને નોકરીની મુશ્કેલી રહે છે, તો ક્યારેક પોતાના વ્યાપાર સાથે સંબંધિત મુશ્કેલી રહે છે. જીવનમાં કોઈને કોઈ મુશ્કેલી ઉભી થઈ જ જાય છે, જેનાથી છુટકારો મેળવવા માટે વ્યક્તિ દરેક સંભવ પ્રયત્નમાં લાગેલો રહે છે.

પરંતુ શાસ્ત્રોમાં અમુક એવા ઉપાય જણાવવામાં આવ્યા છે કે, જેને વ્યક્તિ કરે છે તો તેનાથી તેની દરેક મનોકામના પુરી થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, 24 માર્ચ 2020 ના રોજ ફાગણ મહિનાની અમાસ છે. એવામાં જો તમે આ દિવસે અમુક ઉપાય કરો છો, તો તેનાથી તમારા જીવનમાં જે નોકરી વ્યાપાર સાથે સંબંધિત મુશ્કેલી ચાલી રહી છે, તેનાથી તમે છુટકારો મેળવી શકો છો.

ફાગણ મહિનાની અમાસના બરાબર પછીના દિવસે માં દુર્ગાની આરાધનાનું સૌથી મોટું પર્વ ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ જાય છે. એવામાં જો તમે ફાગણ અમાસ પર અમુક સરળ ઉપાય કરો છો, તો તેનાથી માતા લક્ષ્મીની કૃપા તમારા ઉપર બની રહેશે અને ધનની સાથે સાથે નોકરી, વ્યાપાર સાથે સંબંધિત મુશ્કેલી પણ દૂર થઈ શકે છે.

ફાગણ અમાસના ઉપાય :

શાસ્ત્રો અનુસાર જો તમે ફાગણ અમાસની રાત્રે પોતાના ઘરના મુખ્ય દરવાજાની બંને તરફ એક એક ઘી નો દીવો પ્રગટાવો છો, તો તેનાથી આવકના રસ્તા ખુલશે, અને તેનાથી ઘરમાં માં લક્ષ્મીનો વાસ થાય છે.

જો તમે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માંગો છો તો તેના માટે ફાગણ માસની અમાસની રાત્રે તમે પોતાના ઘરની છત પર એક દીવો પ્રગટાવો. આ ઉપાયને કરવાથી માં લક્ષ્મીની કૃપાથી આજીવન પૈસાની અછત નથી થતી.

જો તમે ધન લાભ પ્રાપ્ત કરવા માંગો છો, તો તેના માટે તમે ફાગણ અમાસના દિવસે સૂર્યાસ્તના સમયે ઘરના મંદિરમાં એક ગાયના ઘી નો દીવો પ્રગટાવો, આ ઉપાયને કરવાથી ધન પ્રાપ્તિના માર્ગ પ્રાપ્ત થાય છે.

જો તમે પોતાના ઘર પરિવારનું વાતાવરણ સુખ શાંતિ પૂર્ણ બનાવી રાખવા માંગો છો, જો તમે તમારા ઘરમાં સમૃદ્ધિ લાવવા માંગો છો, તો તેના માટે ફાગણ અમાસના રોજ સૂર્યાસ્ત પછી ઘરના આંગણામાં લાગેલ તુલસીના છોડ પાસે ગાયના ઘી નો દીવો પ્રગટાવો.

જો તમે અચાનક ધન લાભ પ્રાપ્ત કરવા માંગો છો, તો તેના માટે તમે ફાગણ અમાસની રાત્રે પીપળાના ઝાડની નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો. તેનાથી તમને ધન લાભ મળે છે. એવું જણાવવામાં આવે છે કે, આ ઉપાય કરવાથી લગ્નમાં આવી રહેલી અડચણ, નોકરીમાં મુશ્કેલી, વ્યાપારની સમસ્યા અને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે.

શાસ્ત્રો અનુસાર જોવામાં આવે તો ફાગણ માસની અમાસને પોતાની મનોકામના પુરી કરવા માટે ઘણો વિશેષ દિવસ માનવામાં આવ્યો છે. આ દિવસે અમુક સાધારણ ઉપાય કરવાથી તમે પોતાની દરેક ઈચ્છાઓ પુરી કરી શકો છો. એવું જણાવવામાં આવે છે કે, આ દિવસે કરવામાં આવેલા ઉપાય નિષ્ફળ નથી જતા.

ઉપર અમુક ફાગણ માસની અમાસના ઉપાય વિષે જાણકારી આપવામાં આવી છે. જો તમે આ ઉપાય કરો છો, તો તેનાથી તમારા ઘર પરિવારમાં લક્ષ્મીજીની કૃપા દૃષ્ટિ હંમેશા બની રહેશે અને ધન સાથે જોડાયેલી પરેશાનીઓનો અંત આવશે. આ ઉપાયને કરીને તમે પોતાની અનેક સમસ્યાઓનો સામનો કરી શકો છો.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.