દુનિયાના અબજોપતિઓના આ ફેક્ટસ વિષે તમે જાણો છો? એવી એવી વાતો છે કે જાણીને તમે ચકિત થઈ જશો.

0
338

મુકેશ અંબાણીથી લઈને જેફ બેઝોસ સુધી દુનિયાના અબજોપતિઓના આ ફેક્ટસ જાણીને તમારી આંખો પહોળી થઈ જશે.

આખી દુનિયામાં જેટલા અબજોપતિ છે તેમના વિષે શું તમે જાણો છો? આજે અમે તેમના વિષે થોડા એવા ફેક્ટસ જણાવવા જઈ રહ્યા છીએ, જે કદાચ તમને ખબર ન હોય. આપણા દેશમાં હકીકતમાં ઘણા બધા અબજોપતિ રહેલા છે, પણ જયારે આપણે દુનિયાના સૌથી શ્રીમંત માણસોની વાત કરીએ, તો મુકેશ અંબાણીનું નામ જ ધ્યાનમાં આવે છે. પણ શું તમે જાણો છો કે મુકેશ અંબાણીથી પણ શ્રીમંત અબજોપતિ રહેલા છે અને તેમની સંપત્તિ કેટલી છે?

આ દુનિયામાં એવા ઘણા બધા અબજોપતિ રહેલા છે જેમને જોઇને એવું લાગે છે, જાણે કે કુબેરે પોતાનો ખજાનો તેમના માટે ખોલી દીધો છે. તો આજે અમે એવા જ અબજોપતિઓની વાત કરવાના છીએ.

(1) આખી દુનિયામાં છે આટલા અબજોપતિ : અબજોપતિનો અર્થ એવો થાય છે કે, કોઈ એવો માણસ જેની પાસે 1 અબજ કે તેનાથી વધુ પૈસા હોય. અને આપણે એ માની લઈએ છીએ કે, એવા માણસ દુનિયામાં ઓછા જ હશે. પણ શું તમે જાણો છો કે, માર્ચ 2021 ના અહેવાલ મુજબ આખી દુનિયામાં 2755 અબજોપતિ છે. એટલું જ નહિ જો આપણે દુનિયાભરના માત્ર 1% શ્રીમંત લોકોની ગણતરી કરીએ, તો તેમની પાસે જેટલી સંપત્તિ છે તે તેમના સિવાય આખી દુનિયાના લોકો પાસે રહેલા પૈસા જેટલી છે.

(2) 2755 અબજોપતિ પાસે છે આટલી સંપત્તિ : દુનિયાના અબજોપતિની જ વાત કરવામાં આવે, તો દુનિયાના આટલા અબજોપતિઓ પાસે 8 ટ્રીલીયન ડોલર્સથી પણ વધુ સંપત્તિ છે. આ આખી દુનિયાની સંપત્તિનો 60% ભાગ છે.

(3) તમે ક્યારે બની શકો છો અબજોપતિ? એક સર્વે મુજબ જો તમે દર મહીને 1 લાખ ડોલર (લગભગ 74 લાખ રૂપિયા) કમાવ છો, તો તમે ઈ.સ. 2853 સુધી અબજોપતિ બની શકો. હવે તે સપનું થોડું દુરનું લાગી રહ્યું છે, છે ને.

(4) દુનિયાના સૌથી શ્રીમંત માણસ : દુનિયાના સૌથી શ્રીમંત માણસ જેફ બેઝોસ છે. તે અમેઝોનના સીઈઓ છે અને તેમની નેટવર્થ 11600 કરોડ અમેરિકી ડોલર એટલે 8 લાખ 37 હજાર 839 કરોડ રૂપિયા છે. તે મુકેશ અંબાણીથી 3 ગણી વધુ સંપત્તિ છે. હવે તમે પોતે જ વિચારી લો કે જેફ બેઝોસ કેટલા શ્રીમંત છે.

(5) દુનિયાની સૌથી શ્રીમંત મહિલા : દુનિયાની સૌથી શ્રીમંત મહિલા છે ફ્રેંકોઇસ બીટનકોર્ટ મેયર્સ. તેમની પાસે 5418 હજાર કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેમને એ સંપત્તિ વારસાગત સંપત્તિના રૂપમાં મળી છે. તેમના નાનાજીએ લોરીયલ કોસ્મેટીક બ્રાંડની સ્થાપના કરી હતી.

(6) સૌથી શ્રીમંત લોકો પાસે છે આટલી સંપત્તિ : દુનિયાના 8 સૌથી શ્રીમંત લોકો પાસે એટલી સંપત્તિ છે કે, તે દુનિયાભરના 4 અબજ ગરીબ લોકોની કુલ સંપત્તિ જોડી દેવામાં આવે તો તે તેનાથી પણ વધુ છે.

(7) આ શહેરમાં રહે છે સૌથી વધુ અબજોપતિ : દુનિયાના સૌથી શ્રીમંત અબજોપતિ ન્યુયોર્ક સીટીમાં રહે છે. ખાસ કરીને આ એકમાત્ર એવું શહેર છે, જ્યાં દુનિયાના સૌથી વધુ અબજોપતિ રહે છે. આ શહેરમાં કુલ 92 અબજોપતિના ઘર છે.

(8) જે કે રોલીંગ હતી પહેલી મહિલા લેખક અબજોપતિ : આખી દુનિયામાં માત્ર એક જ મહિલા લેખક અબજોપતિની યાદીમાં સામેલ થઇ હતી અને તે હતી જે કે રોલીંગ. પણ તેમણે એટલી સંસ્થાઓને દાન આપ્યું કે તે આ લીસ્ટ માંથી દુર થઇ ગઈ. જે કે રોલિંગે હેરી પોટર સીરીઝ લખી અને તે પહેલા તે ઘણી ગરીબી અને ખરાબ સ્થિતિમાં રહી હતી.

(9) દરેક સેકંડ થાય છે આટલી કમાણી : દુનિયાના સૌથી શ્રીમંત માણસ એટલે કે જેફ બેઝોસની દર સેકંડે 2489 ડોલર કમાણી થાય છે. જો તેને ભારતીય આંકડામાં જોઈએ તો જેફ દર સેકંડ 1.83 લાખ રૂપિયા કમાય છે.

(10) મુકેશ અંબાણી અને દેશની જીડીપી : મુકેશ અંબાણીની સંપત્તિ ભારતની જીડીપીનો 4 ટકા ભાગ છે. જો દુનિયાના કેટલાક નાના દેશોની વાત કરવામાં આવે, તો મુકેશ અંબાણીની સંપત્તિ લાત્વીયા, વોટ્સવાના, નાઈગર જેવા દેશોની કુલ જીડીપીથી પણ વધુ છે. હવે તો તમે સમજી જ ગયા હશો કે દુનિયાના 10 શ્રીમંત માણસ કેટલા શ્રીમંત છે.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.