જાણો બાંગ્લાદેશ સાથે જોડાયેલા ચકિત કરી દેતા તથ્યો, આ પહેલા તમે આવું કયારેય જાણ્યું નઇ હોય

0
945

બાંગ્લાદેશ ક્યારેક ભારતનું અભિન્ન અંગ હતો, પણ 1947 માં ભારતની આઝાદી પછી આ દેશ ભારતમાંથી છૂટો પડીને પાકિસ્તાનનો ભાગ બની ગયો. વર્ષ 1971 માં બંગલા મુક્તિ સંગ્રામ અને ભારતના સૈન્ય બળે એને પાકિસ્તાનથી અલગ કરી દીધો. આજે અમે તમને બાંગ્લાદેશ સાથે જોડાયેલા ચોંકાવનારા તથ્યો જણાવવા જઈ રહ્યા છીએ, આવો જાણીએ એના વિષે.

બાંગ્લાદેશનું આધિકારિક નામ People’s Republic of Bangladesh છે, તથા બાંગ્લાદેશ શબ્દનો સ્થાનીય ભાષામાં અર્થ છે ‘બંગાળીઓનો દેશ.’

આ નાનકડો દેશ વસ્તીની બાબતમાં મોટા મોટા દેશોને પાછળ છોડે છે. તમને જાણીને આશ્ચય થશે કે બાંગ્લાદેશ વસ્તીની બાબતમાં દુનિયામાં આઠમાં નંબર પર આવે છે, જે ઘણી ગંભીર વાત છે.

બાંગ્લાદેશમાં 5 વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે, અહીં કોઈ પણ 2 વારથી વધારે રાષ્ટ્રપતિ પદ પર નથી રહી શકતા.

યુનિસેફ દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં આ રોચક ખુલાસો થયો છે, કે બાલ વિવાહની બાબતમાં બાંગ્લાદેશનો નંબર નાઈજીરિયા પછી આવે છે. એટલું જ નહિ આખી દુનિયામાં બાલ વિવાહની બાબતમાં બાંગ્લાદેશ બીજા નંબર પર આવે છે.

બાંગ્લાદેશના રાષ્ટ્રીય ધ્વજમાં લીલા અને લાલ બે રંગનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જ્યાં લીલો રંગ ખુશહાલી અને પ્રગતિનો પ્રતીક છે, તેમજ લાલ રંગ બાંગ્લાદેશ મુક્તિની લડાઈમાં લોહી વહાવવા વાળા સૈનિકોને એક શ્રદ્ધાંજલિ છે.

રમતની બાબતમાં બાંગ્લાદેશની સૌથી લોકપ્રિય રમત ક્રિકેટ છે. જયારે બાંગ્લાદેશની રાષ્ટ્રીય રમત કબડ્ડી છે.

બાંગ્લાદેશની 80% વસ્તી ખેડૂત છે. જે ખેતી પર નિર્ભર છે. ખેતી પ્રધાન દેશ હોવા છતાં વસ્ત્ર ઉદ્યોગમાં નિકાસ અહીંની આવકનો મુખ્ય સ્ત્રોત છે.

ફણસ આ દેશનું રાષ્ટ્રીય ફળ છે અને વાઘ બાંગ્લાદેશનું રાષ્ટ્રીય પ્રાણી તથા લિલી બાંગ્લાદેશનું રાષ્ટ્રીય ફૂલ છે.

બાંગ્લાદેશને ક્યારેક ક્યારેક ‘ઋતુનું મેદાન’ કહેવામાં આવે છે, કારણ કે અહીં 4 નહિ 6 અલગ અલગ ઋતુઓ હોય છે, જે ગ્રીસ્મો (ગ્રીષ્મ ઋતુ), વર્ષા (વર્ષા ઋતુ), શરત (શરદ ઋતુ), હેમન્તો (ઠંડી), શીત (શિયાળો ઋતુ) અને બ્શન્તો (વસંત ઋતુ) કહેવાય છે.

બાંગ્લાદેશમાં પરીક્ષા દરમિયાન નકલ (ચોરી) કરવાને ઘણો ગંભીર ગુનો માનવામાં આવે છે, તથા બાંગ્લાદેશમાં પરીક્ષા દરમિયાન નકલ કરતા પકડાઈ જવા પર જેલની સજા પણ થઈ શકે છે.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.