જો ડાઘ-ધબ્બાઓને લીધે ઘણો ખરાબ દેખાય રહ્યો છે ચહેરો, તો આ 14 નુસખાથી ડાઘ થઈ જશે દૂર.

0
2277

મિત્રો, આજકાલના ખોટા ખાન-પાન, બેદરકારી, વ્યસ્ત જીવનશૈલી, પ્રદુષણ વગેરેને કારણે લોકોમાં સ્કિનને લગતી તકલીફો ખૂબ વધારે જોવા મળી રહી છે. એમાં પણ ખીલ, ઈજા કે દાઝી જવાના નિશાન અને સ્ટ્રેચ માર્ક્સ ખુબ જ હઠીલા હોય છે. અને ઘણા પ્રયત્નો કરવા છતાંપણ આ ડાઘ-ધબ્બા દૂર નથી કરી શકાતા, જેથી સુંદરતામાં કમી આવે છે.

અને તેમાં પણ જો ચહેરા પર ડાઘ-ધબ્બા હોય તો ચહેરો કદરૂપો લાગે છે. અને ઘણા લોકો એના કારણે લોકો વચ્ચે હોવા છતાં પણ ગુમસુમ રહે છે. આ બધી વાતોને ધ્યાનમાં રાખીને આજે અમે તમને ખાસ ઘરેલૂ ઉપાયો વિષે જણાવીશું. જે નિયમિત રીતે કરવાથી તમે આ તકલીફમાંથી ઝડપથી છુટકારો મેળવી શકશો.

૧. લીંબુ : મિત્રો, લીંબુ બ્લીચીંગ જેવું કામ કરે છે. તો લીંબુ અને દહીંને ભેળવીને ઈજાથી થયેલા નિશાન કે ડાઘ ઉપર ૫ મિનીટ સુધી લગાવી રાખો, પછી એને સાદા પાણીથી ધોઈ લો. થોડા દિવસો સુધી આ ઉપાય કરવાથી તમારી સમસ્યા દુર થવા લાગશે.

૨. તરબૂચ : જણાવી દઈએ કે, સ્કીનના ડાઘ ઉપર તરબૂચનો રસ લગાવી એને ૩૦ મિનીટ પછી હુંફાળા પાણી વડે ધોઈ નાખો. થોડા દિવસમાં તમને ફરક દેખાવા લાગશે.

૩. ઓલીવ ઓઈલ : ૧ ચમચી ઓલીવ ઓઈલ અને ૧ ચમચી બદામનું તેલ મિક્સ કરી લો. અને તેમાંથી રોજ ૧-૧ ચમચી લઈને એનાથી ડાઘ ઉપર મસાજ કરો. જેથી ડાઘ દુર થઈ જશે અને સ્કીન પણ ગ્લો કરશે.

૪. સ્ટ્રોબરી : આ કામમાં સ્ટ્રોબેરી પણ તમારી મદદ કરી શકે છે. એના માટે સ્ટ્રોબરીના રસ વડે ડાઘ ઉપર મસાજ કરો. અને એને ૫ મિનીટ રહેવા દો પછી સાદા પાણી થી ધોઈ લો. સ્કીનના ડાઘ દુર કરવા માટે આ ઉત્તમ ઉપાય છે.

૫. સરસીયાનું તેલ : ડાઘ દુર કરવાં માટે સરસીયાનું તેલ અને ગુલાબજળ મિક્સ કરીને એને ડાઘ ઉપર લગાવો, અને ૫ મિનીટ એનાથી મસાજ કરો. ત્યારબાદ હુંફાળા પાણીથી ધોઈ લો.

૬. કુવારપાઠું જેલ : જણાવી દઈએ કે, કુવારપાઠુંમાં ઇન્ફ્લામેટરી પ્રોપર્ટી રહેલી હોય છે, જે સ્કીન ટીસ્યુને ઠીક કરીને નવા ટીસ્યુ તૈયાર કરે છે. તો ડાઘ ઉપર કુવારપાઠું જેલથી મસાજ કરવાથી ડાઘને દુર કરી શકાય છે.

૭. ટમેટા : મિત્રો, શરીરના જે ભાગ ઉપર ડાઘ હોય, તે જગ્યાએ ટમેટાનો રસ લગાવો. પછી ૧૦-૧૫ મિનીટ પછી એને ઠંડા પાણીથી ધોઈ લો. ટમેટા સ્કીનને હેલ્દી રાખવામાં મદદ કરે છે.

૮. કાકડી : એ સિવાય તમે ડાઘ ઉપર દરરોજ કાકડીની પેસ્ટ લગાવો, અને પછી ૫ મીનીટ રહેવા દઈ સાદા પાણીથી ધોઈ લો. તેનાથી સ્કીનના ગ્લોમાં વધારો થાય છે.

૯. નારંગી : ઘા કે ખીલના ડાઘ ઉપર નારંગીનો રસ ૧૫ મિનીટ સુધી લગાવી રાખો. ત્યારબાદ એને હુંફાળા પાણી વડે ધોઈ લો. તેમાં રહેલ વિટામીન ‘સી’ સ્કીનને હેલ્દી રાખવામાં મદદ કરે છે.

૧૦. ગુલાબજળ અને ચંદન : આ ઉપાય કરવાં માટે ૧-૧ ચમચી ગુલાબજળ અને ચંદન અને કાચું દૂધ ભેળવીને એની પેસ્ટ બનાવો, અને ડાઘ પર લગાવો. પછી આ પેસ્ટ સુકાય જાય એટલે સાદા પાણીથી ધોઈ લો. આ ઉપાય થોડા દિવસ કરવાથી તમને ફરક દેખાવા લાગશે.

૧૧. મેથી : મેથીના દાણાને ૪-૫ કલાક સુધી પલાળીને તેની પેસ્ટ તૈયાર કરો, અને તેને ડાઘ ઉપર લગાવો. એ સિવાય મેથીના પાંદડાનો રસ પણ ડાઘ ઉપર લગાવો, અને ૩૦ મિનીટ પછી સાદા પાણી વડે ધોઈ લો.

૧૨. બટેટાનો રસ : મિત્રો, રોજ રાત્રે સુતી વખતે ડાઘ ઉપર બટેટાનો રસ લગાવો, અને બીજા દિવસે સવારે સાદા પાણીથી ધોઈ લો. બટેટા ચહેરાના ડાઘ ધબ્બા દુર કરે છે.

૧૩. માખણ અને અખરોટ : માખણમાં અખરોટનો પાવડર ભેળવીને હળવા હાથથી ડાઘ ઉપર મસાજ કરો. તેમાં રહેલ સ્ટાર્ચ સ્કીનના ડાઘ-ધબ્બા દુર કરશે.

૧૪. મધ : ડાઘ ઉપર રોજ મધથી મસાજ કરો. મધ સ્કીનના ટીસ્યુ વધારીને ઈજાના નિશાન દુર કરે છે.