ફેસબુકે લોન્ચ કર્યું નવું સોફ્ટવેયર, 100 ભાષાઓનો કરશે અંગ્રેજીમાં અનુવાદ

0
95

100 ભાષાઓને અંગ્રેજીમાં અનુવાદ કરવામાં સક્ષમ છે ફેસબુકનું આ નવું સોફ્ટવેયર. ફેસબુકે મશીન લર્નિંગ આધારીત એક સોફ્ટવેયર લોન્ચ કર્યું છે, જે 100 ભાષાઓનું અંગ્રેજીમાં ભાષાંતર કરવામાં સક્ષમ છે. ફેસબુકનો દાવો છે કે, આ સોફ્ટવેયર વિશ્વનું પહેલું એવું સોફ્ટવેયર છે, જે 100 ભાષાઓનું અંગ્રેજીમાં ભાષાંતર કરી શકે છે.

ફેસબુકનું આ સોફ્ટવેયર એક ઓપન સોર્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સોફ્ટવેયર છે, જે સોશિયલ મીડિયા પર 160 થી વધુ ભાષાઓમાં રહેલી જાણકારીને યુઝરની ભાષામાં અનુવાદ કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. ફેસબુકના આ સોફ્ટવેયરનો ફાયદો કંપનીના બે અબજ કરતા વધારે યુઝર્સને થશે.

આ સોફ્ટવેયરને સંશોધન સહાયક એન્જેલા ફેને એક માઈલસ્ટોન ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, ફેસબુકની સંશોધન ટીમે આ સોફ્ટવેયર માટે વર્ષો સુધી કામ કર્યું છે. એન્જેલા ફેનનો દાવો છે કે, આ નવું ટૂલ અન્ય કોઈપણ અનુવાદક ટૂલ કરતાં વધુ સારું છે.

એન્જેલા ફેને પોતાના બ્લોગમાં લખ્યું છે કે, જ્યારે આપણે ચાઇનીઝથી ફ્રેન્ચમાં ભાષાંતર કરવા માંગીએ છીએ, ત્યારે મોટાભાગના પ્લેટફોર્મ પર આપણે ચાઇનીઝથી અંગ્રેજીમાં અને પછી અંગ્રેજીથી ફ્રેન્ચમાં ભાષાંતર કરવું પડે છે, કારણ કે અંગ્રેજી ટ્રેનિંગનો ડેટા સરળતાથી મળે છે, જ્યારે અમારું મોડેલ ચાઇનીઝથી સીધું ફ્રેન્ચમાં ભાષાંતર કરે છે.

ફેસબુકનું કહેવું છે કે, તે દરરોજ 20 અબજથી વધુ અનુવાદો કરે છે, જે તેની ન્યૂઝ ફીડમાં દેખાય છે. નવા ટૂલથી ફેસબુકના અનુવાદમાં ચોકસાઈ આવશે. ફેસબુકના આ નવા ટૂલનું નામ ફેસબુક એમ 2 એમ -100 (Facebook M2M-100) રાખવામાં આવ્યું છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.