કહેવાય છે કે આરતી દરમ્યાન જાતે જ બદલાઇ ગયા માતાજીની મૂર્તિના ચહેરાના હાવ ભાવ, જુઓ અદભુત વિડીયો

0
788

ભારત દેશમાં તમને જેટલા મંદિર જોવા મળે છે એટલા કદાચ જ કોઈ બીજી જગ્યાએ હશે. અહીં ભગવાનને લઈને લોકોની આસ્થા ઘણી વધારે છે. રસપ્રદ વાત એ છે કે, જેટલા પણ મંદિર બન્યા છે એ બધાની પોતાની એક ખાસિયત હોય છે. એમની પાછળ કોઈ ને કોઈ ચમત્કારની વાર્તા હોય છે.

સમયની સાથે સાથે મંદિરોમાં પણ ઘણું પરિવર્તન આવ્યું છે. હવે તે પહેલા કરતા વધારે આધુનિક અને આકર્ષક થઇ ગયા છે. આ પરિવર્તન ભગવાનની મૂર્તિઓ બનાવવામાં પણ આવ્યા છે. આજે ભારતમાં કેટલાય કુશળ આર્ટિસ્ટ છે, જેમને દેવી દેવતાઓની એકદમ સુંદર મૂર્તિઓ બનાવતા આવડે છે. એનું એક તાજું ઉદાહરણ હાલમાં જ ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઇ રહ્યું છે.

હકીકતમાં સોશિયલ મીડિયા પર આ દિવસોમાં માતા રાનીનો એક વિડીયો ઘણો છવાઈ ગયો છે. આ વિડીયોમાં એક પૂજારી મંદિરની અંદર માતાની પૂજા કરી રહ્યા છે. અહીં રસપ્રદ વાત એ છે કે, આરતીનો પ્રકાશ જેમ જેમ મૂર્તિ પર અલગ અલગ એંગલ(ખૂણે) થી પડે છે, તેમ તેમ માતા રાનીના ચહેરાના હાવભાવ પણ બદલાવા લાગે છે. આ દ્રશ્ય જોઈને લોકો ઘણા ચકિત થઇ જાય છે. લોકોએ આ પહેલા આવું કાંઈ અનોખું જોયું નથી.

આ વાતનો બધો શ્રેય મૂર્તિ બનાવવાવાળા કલાકારને જાય છે. એણે આ મૂર્તિની સંરચના જ કઈંક આ પ્રકારે કરી છે કે જયારે પ્રકાશની અલગ અલગ માત્રામાં અને અલગ અલગ એંગલ પરથી મૂર્તિને જોવામાં આવે, તો એવો અનુભવ થાય છે કે માતા રાની આપમેળે જ પોતાના ચહેરાના હાવભાવ બદલી રહ્યા છે.

આ રસપ્રદ વિડીયોને mechirubhat નામના એક ટ્વીટર યુઝરે શેયર કર્યો છે. અત્યાર સુધીમાં આને હજારો લોકો જોઈ ચુક્યા છે. લોકોને આ વિડીયો ઘણો પસંદ આવી રહ્યો છે. એમાં લાઈટ રિફ્લેક્શન એટલે કે પ્રકાશનું પરાવર્તન ગજબનો કમાલ દેખાડી રહ્યું છે. આ મૂર્તિ કયા કલાકારે બનાવી છે એ તો ખબર નથી. પણ એની કારીગરી જોરદાર છે.

આ વિડીયો જોઈને લોકો ઘણું સારું અનુભવી રહ્યા છે. કોઈ એ કહ્યું કે આ ઘણું જ સુંદર દ્રશ્ય છે. તો કોઈએ કહ્યું કે, આનાથી સુંદર વસ્તુ મેં આજ સુધી નથી જોઈ. આ વિડીયોને જોયા પછી લોકોનું કહેવું છે કે, માતા રાનીના ચહેરા પર કુલ 5 ભાવ દેખાઈ રહ્યા છે. તમે આ વિડીયો જુઓ અને જણાવો કે તમને કેટલા હાવ ભાવ દેખાય છે?

જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આને બીજા સાથે શેયર કરો. આ રીતે તેઓ પણ માતા રાનીના અદ્દભુત દૃશ્યને જોઈ શકશે. આમ તો તમે ઘણા અલગ અલગ મંદિરોના દર્શન કર્યા હશે. તો શું તમને ક્યારેક કોઈ એવો ચમત્કાર જોવા મળ્યો છે, જેને જોઈને તમે પણ ચકિત રહી ગયા હો? જો હા, તો પોતાનો અનુભવ અમારી સાથે શેયર કરવાનું ભૂલતા નહિ. એને તમે કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. એ સિવાય અન્ય સમાચારો માટે અમારી સાથે જોડાયેલા રહો. અમે તમારા માટે નવી નવી જાણકારી અને સમાચારો લાવતા રહીશું.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.

વિડીયો :