આ પ્રખ્યાત એક્ટ્રેસનો ખુલાસો “પતિ મને રૂમમાં પુરીને કરતો હતો ગંદુ કામ, એટલા માટે ભાગવું પડ્યું”

0
1893

તમને ટીવી જગતમાં કામ કરવા વાળી અભિનેત્રીઓ પડદા ઉપર ઘણી આનંદિત અને સુખી જીવન જીવતી જોવા મળે છે. પણ ઘણા કિસ્સાઓમાં પડદાની પાછળનું તેમનું જીવન તેનાથી ઘણું જ વધુ દુઃખદાયક હોય છે. તેમણે પણ ટીવીની એ અભિનેત્રીઓને આનંદિત જોઇને થતું હશે કે આપણું જીવન પણ એવું હોત તો મજા આવી જાત. પરંતુ હકીકતમાં તેમના અંગત જીવનનું સત્ય જાણીને તમારો આત્મા કંપી શકે છે.

આજે અમે તમારી સામે ટીવી ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી ચાહત ખન્નાનો કિસ્સો લઈને આવ્યા છીએ. ચાહત ખન્ના એ અભિનેત્રી છે જેમણે ટીવી સીરીયલ ‘બડે અચ્છે લગતે હે’ માં કામ કર્યુ છે. પણ ટીવી જગતમાં પોતાનું નામ ઘણું ફેમસ કરનારી ચાહતનું અંગત જીવન કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછું નથી. તો આવો જાણીએ કે છેવટે ચાહત બે મહિના સુધી પોતાના પતિના ઘરેથી કેમ ભાગી?

જો કે ચાહત ખન્નાએ હજુ સુધી એ વાતનો કોઈ ખુલાસો નથી કર્યો, કે તે પોતાના પતિનું ઘર છોડીને બે મહિનાથી ક્યાં હતી અને કેમ હતી? પરંતુ હાલમાં જ તેમણે એક ઈન્ટરવ્યુંમાં એ વાતનો ખુલાસો કર્યો છે, કે તે પોતાના બીજા પતિ એટલે ફરહાનના ઘરેથી કેમ ભાગી હતી?

મિત્રો અભિનેત્રી ચાહત ખન્ના બે મહિના પહેલા પોતાના ઘરેથી ગુમ થઇ ગઈ હતી, અને જયારે તે સામે આવી તો તેમણે પોતાના બીજા પતિ ફરહાન મિર્ઝા સાથે છુટાછેડાની માંગણી કરી છે. ચાહત ખન્નાએ ઈન્ટરવ્યુંમાં પોતાની આપવીતીનું વર્ણન કર્યુ, જે ઘણું જ બિહામણું અને પીડાદાયક છે.

ચાહત ખન્નાએ કર્યો ખુલાસો :

મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યુંમાં ચાહત ખન્નાએ પોતાની આપવીતી જણાવતાં કહ્યું, કે તે પોતાના પતિ ફરહાનના ત્રાસથી દુ:ખી થઇ ગઈ હતી, એટલા માટે તેણે ઘરેથી ભાગવું પડ્યું હતું. અભિનેત્રી ચાહતના જણાવ્યા અનુસાર તેનો પતિ ફરહાન તેની ઉપર ઘણો જ વધુ જુલમ કરતો હતો. એ જુલમને કારણે જ તેમને ઘરેથી ભાગવા માટે મજબુર થવું પડ્યું. અને ત્યાર પછી જયારે તે હવે સામે આવી છે, તો કોઈ પણ જાતના ડર વગર પોતાની સંપૂર્ણ આપવીતીને મીડિયા સામે જાહેર કરી દીધી છે, જેમાંથી થોડા અંશ સાથે અમે તમને માહિતગાર કરાવવા જઈ રહ્યા છીએ.

હું તેના ઘરમાં ગાંડી થઇ રહી હતી – ચાહત ખન્ના :

મીડિયાના ઈન્ટરવ્યુંમાં ચાહત ખન્નાએ જણાવ્યું કે, ફરહાન મારી ઉપર ઘણો જ ત્રાસ ગુજારતો હતો. તેમજ તે મને ઘરમાંથી એકલી બહાર જવા દેતો ન હતો, કારણ કે તે જાણતો હતો કે જો હું એકવાર ગઈ તો પાછી નહિ આવું. ઈન્ટરવ્યું દરમિયાન ચાહતે જણાવ્યું કે, હું તેના ત્રાસને કારણે જ તે ઘરમાં ગાંડી થઇ રહી હતી, જેના કારણે જ મારે ઘરમાંથી ભાગવું પડ્યું.

ચાહત ખન્નાએ આગળ જણાવ્યું કે જ્યારે મારા બીજા સંતાનનો જન્મ થયો, તો તેણે મને ભૂખી રાખી અને ચાર દિવસ પછી મને ખેંચીને ઘરમાંથી બહાર લાવ્યા અને કહ્યું જતી રહે અહિયાથી. ચાહતએ આગળ પણ કહ્યું કે હું ઘણી મુશ્કેલીથી ઘરેથી ભાગવામાં સફળ થઇ હતી, નહિ તો મારી સાથે ખબર નહિ શું થઇ જાત.

મારા માતા-પિતાએ આપ્યો મારો સાથ – ચાહત ખન્ના :

આ અભિનેત્રીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, કે કોઈ પણ માતા-પિતા પોતાની દીકરીને પોતાના પતિને છોડવાની સલાહ નથી આપતા, તે પણ ત્યારે જયારે તેમની દિકરીના બે બાળક હોય. પરંતુ મારા માતા-પિતાએ મને સારો એવો સાથ આપ્યો, અને તેમણે જ મને આ નરક માંથી ભાગવાની પ્રેરણા આપી, અને કહ્યું કે દીકરી ત્યાંથી ભાગી જા. ચાહત ખન્નાએ કહ્યું કે મારી માં એ મને કહ્યું કે, દીકરી બધું જ છોડીને ભાગી જા, અમે તારી સાથે છીએ. કેમ કે માં જાણતી હતી કે ફરહાન મને કોઈપણ સ્થતિમાં નહિ જવા દે.

મારા ટીવી સેટ ઉપર બબાલ કરતો હતો ફરહાન – ચાહત ખન્ના :

અભિનેત્રી ચાહત ખન્નાએ આગળ કહ્યું કે, ટીવી શો માં કામ કરતા સમયે અમારે પુરુષ સાથી કલાકારોનો સ્પર્શ કરવો પડે છે, એવમાં જયારે પણ હું શુટિંગ દરમિયાન કોઈ પણ કલાકારના હાથ ઉપર ચુંબન કરતી કે એને ગળે લગાવતી હતી, તો તે સેટ ઉપર બબાલ કરતો હતો. એટલું જ નહિ ઘણી વખત તેણે મને એ કારણે વેશ્યા પણ કહી છે. એટલું જ નહિ ચાહત ખન્નાએ કહ્યું, કે તેને લાગતું હતું કે મારૂ અફેયર મારા દેવર સાથે હતું, જેના કારણે જ તે ઘરમાં પણ મારી આગળ પાછળ દોડતો હતો.

ચાહત ખન્નાએ પતિ ઉપર આ આરોપ પણ લગાવ્યો :

ચાહત ખન્નાએ પોતાના પતિ વિષે કહ્યું કે, તે મારી ઈચ્છા વગર જ મારી સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધતો હતો. એટલે કે અભિનેત્રીએ પતિ પર રેપનો આરોપ લગાવ્યો છે. ચાહત ખન્નાએ આગળ કહ્યું કે, એક દિવસ મારી છાતીમાં દુ:ખાવો થઇ રહ્યો હતો, અને મેં તેને કહ્યું કે મને ડોક્ટર પાસે લઈને જાવ, તો તે મને ન લઇ ગયો. અને જયારે મેં બીજા દિવસે પણ મેં કહ્યું કે મને ડોક્ટર પાસે લઇ જાવ, તો તેણે મારી સાથે બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બનાવ્યો.

તે ઉપરાંત ચાહત ખન્નાએ કહ્યું કે ફરહાનએ મને ટોર્ચર કરી છે, અને તે મારી સાથે મારઝૂડ પણ કરતો હતો. એટલું જ નહિ, ચાહતએ પોતાના પહેલા પતિ ઉપર પણ મારઝૂડનો આરોપ લગાવ્યો હતો.

આવું રહ્યું ચાહત ખન્નાનું અભિનય કેરિયર :

ચાહત ખન્નાએ પોતાના કેરિયરની શરુઆત ૨૦૦૫ માં સીરીયલ ‘કુમકુમ -એક પ્યારા સા બંધન’ થી કરી હતી. ત્યાર પછી ચાહત ઘણી બધી સીરીયલમાં જોવા મળી, જેમાંથી થોડી ‘હીરો’, ‘ભક્તિ હી શક્તિ’, ‘તુજ સંગ પ્રીત લગી સજના’, ‘બડે અચ્છે લગતે હે’ મુખ્ય છે. ચાહત ખન્ના છેલ્લી વખત ૨૦૧૪ માં જોવા મળી હતી.