તમારા ઘરની આ 13 વસ્તુઓની પણ Expiry Date હોય છે, તો આની એક્સપાયરી ડેટ તમને ખબર છે.

0
632

આપણે આપણા ઘરમાં ઘણી બધી વસ્તુઓ વાપરતા હોઈએ છીએ. એમાંથી અમુક વસ્તુઓ તો એવી હોય છે, જેનો આપણે લોકો ઘણા વર્ષો સુધી ઉપયોગ કરતા રહીએ છીએ. આવી વસ્તુઓને આપણે ત્યાં સુધી ઘરમાંથી બહાર નથી કરતા જ્યાં સુધી તે વસ્તુ ખરાબ ન થઇ જાય કે પછી તમારા હાથ તૂટી ન જાય. પણ મિત્રો,શું તમને ખબર છે? દવાઓની જેમ ઘરના બીજા સામાનની પણ એક્સપાયરી ડેટ હોય છે, પછી ભલે તે વસ્તુ ખરાબ ન લાગતી હોય પણ એને બદલી નાખવી જ હિતાવહ રહે છે.

આજે અમે તમને જણાવીશું એવી જ રોજ ઉપયોગમાં લેવાતી વસ્તુઓ વિષે, જેને થોડા સમય પછી તમારા આરોગ્યને ધ્યાનમાં રાખીને ઘરમાંથી દુર કરવાનો નિર્ણય લઇ લેવો જોઈએ.

મધ્યમવર્ગ અને ગરીબ ઘરના લોકો જયારે રૂમાલને એક વખત ખરીદે છે, તો એવું વિચારે છે કે ઓછામાં ઓછા 2 થી 3 વર્ષ માટે રાહત થઇ ગઈ. જો તમે પણ એવું જ વિચારી રહ્યા છો, તો તમારા વિચારને આજે જ બદલી નાખો. તમારે રૂમાલને ઓછામાં ઓછા એક વર્ષ પછી જરૂર બદલી નાખવો જોઈએ. કારણ કે, એનો રોજ ઉપયોગ કરવાથી તેનું સુવાળાપણું ખલાશ થઇ જાય છે અને તે તમારી ચામડીને નુકશાન પહોંચાડી શકે છે.

6 મહિનામાં લઇ આવો બીજો દાંતિયો :

મિત્રો જેવી રીતે આપણે રૂમાલનો ઉપયોગ એક વર્ષ સુધી જ કરવો જોઈએ, બસ એવી જ રીતે વાળને ઓળાવા માટે ઉપયોગમાં લેવામાં આવતા દાંતિયાને ઓછામાં ઓછા 6 મહિનામાં જરૂર બદલી દો. આવું એટલા માટે કેમ કે દાંતિયાના દાંતા ઉપયોગ કરવાથી ઝીણા થઇ જાય છે જેથી દાંતિયો ઉપયોગ કરતા સમયે તમારા સ્કાલ્પને નુકશાન પહોંચી શકે છે.

એક બ્રશનો વધુ સમય ઉપયોગ કરવો નહિ :

દાંતોને સાફ કરવા માટે આપણે બ્રશનો ઉપયોગ કરીએ છીએ. તો આપણે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, દાંતો ઉપર જે કોઈ બ્રશનો ઉપયોગ થઇ રહ્યો છે તે મુલાયમ હોય. તેથી પોતાના બ્રશને ઓછામાં ઓછા ત્રણ થી ચાર મહિનાના સમય ગાળામાં બદલી દેવું જોઈએ.

તકિયો :

જાણકારી માટે જણાવી દઈએ કે, તકિયાની પણ એક્સપાયરી ડેટ 2-3 વર્ષ હોય છે. સમયની સાથે સાથે તકિયો ધૂળ કે કણનું ઘર બનવા લાગે છે. તેની સાથે જ તેનો આકાર પણ બદલાઈ જાય છે, જેને કારણે ગરદનમાં દુઃખાવાની તકલીફ થઇ શકે છે.

દરેકના સાબુ હોવા જોઈએ જુદા જુદા :

સામાન્ય રીતે ઘરમાં ઘણા બધા લોકો રહેતા હોય છે. પણ જોવામાં આવે છે કે, મોટાભાગના ઘરોમાં લોકો ન્હાવા માટે એક જ સાબુનો ઉપયોગ કરે છે. જો તમે પણ આવું કરી રહ્યા છો, તો તે ટેવને છોડી દો અને દરેકના સાબુ જુદા જુદા કરી દો. આવું એટલા માટે કેમ કે એવા સાબુથી ઇન્ફેકશન જલ્દી ફેલાય છે.

સ્પંજ અને શાવર પૂફ :

જણાવી દઈએ કે, બાથરૂમમાં ઉપયોગ થતા સ્પંજની એક્સપાયરી ડેટ બે અઠવાડીયાની હોય છે, અને શાવર પૂફની એક્સપાયરી ડેટ છ મહિના હોય છે. એક્સપાયરી ડેટ પૂરી થઇ ગયા પછી આ બનાવટમાં ફૂગ લાગવા લાગે છે. કુદરતી અને સેન્થેટીક શાવર પૂફ્સને તમે પાણીમાં ઉકાળીને ઉપયોગ કરી શકો છો, તેનાથી તેના બેક્ટેરિયા મરી જાય છે.

અગ્નિશામક યંત્રો :

જણાવી દઈએ કે, અગ્નિશામક યંત્રોની એક્સપાયરી ડેટ 15 વર્ષ હોય છે. પણ જો તમારા અગ્નિશામકમાં કોઈ જાતની કોઈ ખરાબી છે તો તેને તરત બદલી નાખવું જોઈએ.

પરફ્યુમ :

આપણે જે સુગંધિત પરફ્યુમ વાપરીએ છીએ તેની એક્સપાયરી ડેટ 1-3 વર્ષ હોય છે. તેમાં કોઈ ખાસ પ્રકારના ઓઈલ ભેળવવામાં આવે છે જે માત્ર 3 વર્ષ સુધી સુરક્ષિત રહે છે. આમ તો જો પરફ્યુમ ખુલ્લો રાખશો તો તે 2 વર્ષ સુધી સુરક્ષિત રહેશે.

ચપ્પલ પણ બદલો :

મિત્રો આપણા ચપ્પલની શરેરાશ એક્સપાયરી ડેટ છ મહિના હોય છે. વધુ સમય એક જ ચપ્પલ પહેરવાથી ફંગલ ઇન્ફેકશન ફેલાવાનો ડર રહે છે. તેથી જ એક ચોક્કસ સમયના અંતરે તેને ધોતા રહેવું જોઈએ. અને પછી બદલી પણ નાખવા જોઈએ.

બાળકોની કાર સીટ :

આપણી કારમાં લાગેલી બાળકોની સીટનું આયુષ્ય 6-10 વર્ષ હોય છે. સમયની સાથે સીટનું પ્લાસ્ટિક અને ફોમ ખરાબ થવા લાગે છે. તેનાથી સીટનો આકાર બદલવા લાગે છે અને બાળક સુરક્ષિત નથી રહેતું.

બુટ :

જાણકારી માટે જણાવી દઈએ કે, બુટનું આયુષ્ય ઓછામાં ઓછું એક વર્ષનું હોય છે. 250-300 માઈલ સુધી ઉપયોગ કર્યા પછી બુટ પોતાનું સુવાળાપણું છોડી દેવા લાગે છે, તેથી તે પહેરીને ચાલવાથી તમને સાંધાનો દુઃખાવો વધવાની શક્યતા રહે છે.

પેસીફાયર :

પેસીફાયરની વાત કરીએ તો તેની એક્સપાયરી ડેટ 2-5 અઠવાડિયા હોય છે. લેટેક્સના બનેલા પેસીફાયરને એક ચોક્કસ સમયાંતરે બદલતા રહેવું જોઈએ. લેટેક્સ સરળતાથી તૂટી ફૂટી જાય છે અને તે ખાંચામાં જીવાત પડી શકે છે.

વાટેલા મસાલા :

મિત્રો, સમયની સાથે રસોડાના મસાલાનો સ્વાદ ફીકો પડતો જાય છે, અને તેની સુગંધ પણ જતી રહેવા લાગે છે. એટલે વાટેલો મસાલો છ મહિનાથી વધુ સમય સુધી ન રાખવો જોઈએ.