ભાઈચારાની મિશાલ : મુસ્લિમ ધારાસભ્યએ દબાવ્યા કાવડિયાના હાથ-પગ, લગાવ્યા જય ભોલે અને જય શ્રીરામના જયકારા

0
751

ભારત દેશ એક બિન સાંપ્રદાયિક દેશ છે. અહિયાં દરેક ધર્મના લોકો રહે છે, અને બધા ભાઈચારા સાથે રહે છે, દરેક ધર્મના લોકો દરેક ધર્મના તહેવારો સાથે મનાવતા હોય છે, અને તમામ ધર્મના લોકો એક બીજાના ધર્મનું સન્માન પણ કરે છે. હાલમાં જ એક એવા પ્રકારના સમાચાર ઘણા ઝડપથી વાયરલ થઇ રહ્યા છે, જેમાં એક મુસ્લિમ ધારાસભ્યએ હિંદુ ધર્મનું કેવું સન્માન કર્યું છે, તે અંગે જણાવવામાં આવ્યું છે. આવો જાણીએ વિગતવાર શું છે આખી બાબત?

ધારાસભ્યએ કાવડિયાના હાથ પગ દબાવ્યા અને પોતાના હાથથી ભોજન ખવરાવ્યું, સાથે જ પોતાના બંને હાથ ઊંચા કરીને બમ-બમ ભોલે અને જય શ્રીરામના જયકારો લગાવ્યા.

પૂર્વી દિલ્હીના શાહદરા જીટી રોડ ઉપર દિલશાદ ગાર્ડનમાં યોજાયેલ કાવડ શિબિરમાં સોમવારે ગંગા જમુનાનું સંગમ જોવા મળ્યું. શિબિરમાં સીલમપુરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને દિલ્હી હજ કમિટીના ભૂતપૂર્વ ચેરમેન હાજી ઈશરાક ખાને કાવડિયાના હાથ પગ દબાવ્યા અને તેને પોતાના હાથથી ભોજન ખવરાવ્યું. સાથે જ પોતાના બંને હાથ ઊંચા કરીને જય બમ-બમ ભોલે અને જય શ્રીરામના જય જયકાર લગાવ્યા.

એક મુસલમાનને આવી રીતે કરતા જોઈ શિવ ભક્ત કાવડિયા ઉત્સાહિત જોવા મળ્યા. તેમણે ધારાસભ્ય સાથે પોતાના ફોનથી ઘણી સેલ્ફી પણ લીધી. કાવડિયાઓએ તેમને આશીર્વાદ પણ આપ્યા. ઈશરાક ખાને કહ્યું કે, ભારતની ઓળખાણ એકતા છે, અહિયાં દરેક ધર્મ અને જાતીના લોકો એક સાથે મળીને રહે છે. હિંદુ હોય કે મુસલમાન બધાના પૂર્વજ એક જ છે.

હાજી ઈશરાક ખાને જણાવ્યું કે, કોઈ ધર્મ કોઈ સાથે દુશ્મની રાખવાનું નથી શીખવતો. તમે કોઈપણ ધર્મ સાથે સંબંધ ધરાવતા હો પરંતુ દરેક ધર્મનું સન્માન કરવું જોઈએ. તેમણે જણાવ્યું કે શિવ ભક્ત કાવડિયા ઘણું પુણ્યનું કામ કરે છે. હરિદ્વારથી ગંગા જળ લાવીને શિવલિંગ ઉપર ચડાવે છે, જેથી ભગવાન તેમની મનોકામનાઓ પૂરી કરી શકે.

ધારાસભ્ય ઇશરાક ખાને જણાવ્યું કે, શિવ ભક્તોની સેવા કરવી એક મુસ્લિમ માટે સાચી શ્રદ્ધા છે. તેમણે જણાવ્યું કે થોડા એવા લોકો દેશના ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ તેઓ પોતાના પ્રયાસોમાં સફળ નહિ થઇ શકે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.