મૃત્યુ પછી બધું અહીં જ રહી જશે, એટલા માટે જીવનમાં લાલચ ન કરો વાંચો સ્ટોરી

0
1251

ધનની લાલચમાં ઘણીવાર લોકો કઈંક એવું કરી નાખે છે કે, એના કારણે બીજા લોકોને કષ્ટ પહોંચે છે. પણ આપણે એ વસ્તુ ભૂલી જઈએ છીએ કે, જીવનના અંતમાં આપણે આ દુનિયામાંથી કાંઈ નથી લઇ જતા, જે આપણે કમાયું હોય છે એ આ દુનિયામાં જ રહી જાય છે. જીવનના આ સત્ય સાથે એક વાર્તા જોડાયેલી છે.

એ વાર્તામાં ગુરુનાનકે એક લાલચી રાજાને જીવન જીવવાનો સાચો માર્ગ દેખાડ્યો હતો, અને એને એ વાતનું જ્ઞાન આપ્યું હતું કે જીવનમાં બીજાને કષ્ટ આપીને કમાયેલું ધન આપણા કોઈ કામનું નથી હોતું. જયારે આપણે આ દુનિયામાંથી જઈએ છીએ ત્યારે આપણા હાથ એકદમ ખાલી હોય છે, અને જીવનમાં કમાયેલું ધન અહીં જ રહી જાય છે. ગુરુનાનક સાથે જોડાયેલો એ પ્રસંગ કઈંક આ રીતે છે.

એક રાજા હતો જે ઘણો લાલચી હતો. તે રાજા પોતાની પ્રજા પાસેથી કરના નામ પર ઘણા બધા પૈસા વસૂલતો હતો. એટલું જ નહિ એ રાજા પૈસા આપ્યા વગર લોકો પાસે પોતાના દરબારમાં કામ પણ કરાવતો હતો. એ રાજાથી એની પ્રજા ઘણી દુઃખી રહેતી હતી, અને દિવસ રાત રાજાના મરવાની કામના કરતી હતી. એક દિવસ ગુરુનાનક આ રાજ્યમાં આવ્યા અને આ રાજ્યમાં થોડા દિવસ માટે રોકાયા.

આ દરમ્યાન ગુરુનાનકે અનુભવ્યું કે, આ રાજ્યની પ્રજા પોતાના રાજાને પ્રેમ નથી કરતી. પછી ગુરુનાનકે જયારે થોડા લોકોને આનું કારણ પૂછ્યું તો એમણે જણાવ્યું કે, અમારા રાજા ઘણા લાલચી છે અને તે લોકોને કષ્ટ આપીને એમની પાસેથી પૈસા વસુલે છે.

એ રાજા ગુરુનાનકને ખુબ માનતા હતા, અને જેવું જ એમને ગુરુનાનકના આવવાના સમાચાર મળ્યા, તો એ તરત એમને મળવા માટે આવ્યા. ગુરુનાનકને મળીને રાજાએ એમની ખુબ સેવા કરી. ગુરુનાનકે રાજાને કહ્યું કે, હું તને મારો એક પથ્થર આપી રહ્યો છું. તું આ પથ્થરને પોતાની પાસે સાચવીને રાખજે. જયારે હું પાછો આવીશ ત્યારે તું મને આ પથ્થર આપજે. રાજાએ કહ્યું ઠીક છે, હું આ પથ્થરને સાચવીને રાખીશ.

પછી રાજાએ ગુરુનાનકને પૂછ્યું કે, પણ તમે આ પથ્થરને લેવા માટે પાછા ક્યારે આવશો? તો ગુરુનાનકે કહ્યું કે હું મારા મૃત્યુ પછી આ પથ્થરને લેવા માટે પાછો આવીશ. એમની આ વાત સાંભળીને રાજા હેરાન થઇ ગયા. રાજા બોલ્યો કે, આવું કઈ રીતે થઇ શકે છે? મૃત્યુ પછી તમે કઈ રીતે આ પથ્થરને લેવા આવી શકશો? મૃત્યુ પછી કોઈ વ્યક્તિ કોઈ પણ વસ્તુને કઈ રીતે લઇ જઈ શકે છે?

ત્યારે ગુરુનાનકે કહ્યું કે, તું જીવનના આ સત્યને જાણે છે કે, મૃત્યુ પછી કોઈ વ્યક્તિ કઈં પણ નથી લઇ જઈ શકતા, તો પછી તું શા માટે પોતાની પ્રજા પાસેથી એમના પૈસા લૂંટે છે. તારા ગયા પછી આ ધન સંપત્તિ બધું અહીં જ રહી જશે. તું ખાલી હાથે આવ્યો હતો અને ખાલી હાથે જ જશે. આ દુનિયામાંથી મનુષ્ય ફક્ત દુઆ જ લઇ જઈ શકે છે. એટલે તું એવું કામ કર જેનાથી તને દુઆ મળે. ગુરુનાનકની આ વાત રાજાને સારી રીતે સમજાઈ ગઈ અને રાજાએ પોતાની પ્રજા પાસેથી લૂંટેલું બધું ધન એમને પાછું આપી દીધું.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.