‘વધારે ઈમાનદારી પણ સારી નથી’, ચાણક્ય નીતિથી આ રીતે થાવ બિઝનેસમાં સફળ

0
559

ચાણક્યને ભારતમાં આર્થિક વિષયો અને રાજનીતિના વિદ્વાન માનવામાં આવે છે. ચાણક્યની નીતિઓ વિષે કહેવામાં આવે છે કે, તેને ન તો તેમના શત્રુ સમજી શકતા હતા અને ન તો જાણી શકતા હતા. ચાણક્ય એ મોર્ય વંશની સ્થાપનામાં મહત્વનું યોગદાન આપ્યું. તે ચંદ્રગુપ્ત મોર્યના સલાહકાર હતા. આજના સમયમાં પણ લોકો ચાણક્ય નીતિને ફોલો કરે છે. તમે પણ તમારો કોઈ બિઝનેસ શરુ કરવા માંગો છો, તો તેના માટે આજે અમે જણાવી રહ્યા છીએ કે, કેવી રીતે ચાણક્ય નીતિને અપનાવીને સ્ટાર્ટ અપને આગળ વધારી સફળ કરી શકો છો.

જે લોકો પોતાનો બિઝનેસ શરુ કરી રહ્યા છે તેમના માટે ચાણક્ય નીતિ કામ આવી શકે છે. ચાણક્યના કહેવા મુજબ મુશ્કેલીના સમયમાં પૈસા કોઈની પાસેથી ઉછીતા ન લો, પરંતુ તેના માટે પૈસા બચાવીને રાખો. અને તેમની નીતિ મુજબ જયારે આપણે કોઈ બિઝનેસ કરીએ છીએ, તો બિઝનેસમાં સૌથી વધુ જરૂરી પૈસા નથી પરંતુ નામ હોય છે. જો બિઝનેસમાં તમારી કંપનીનું નામ ડૂબી જાય છે, તો તે કમાવું ઘણું મુશ્કેલ હોય છે. એટલે કે એક બિઝનેસમેને પૈસા કમાતા પહેલા એ વિચારવું જોઈએ કે, તે પોતાના બિઝનેસનું નામ આગળ કેવી રીતે વધારશે.

આચાર્ય ચાણક્ય જણાવે છે કે, જે વ્યક્તિ ખરાબ ભાષાનો ઉપયોગ કરે છે તે જલ્દી બરબાદ થઇ જાય છે. આજે પણ ઘણા બિઝનેસ વેપારીઓની મીઠી વાણી અને ચોખ્ખા મન ઉપર ટકેલા છે.

આચાર્ય ચાણક્યની નીતિ મુજબ વધુ ઈમાનદારી પણ સારી નથી માનવામાં આવતી, કેમ કે સીધા થડ વાળા ઝાડને જ પહેલા કાપવામાં આવે છે. એટલે કે એક બિઝનેસમેન તરીકે તમારી વાત સૌની સામે ન કહેવી જોઈએ. ચાણક્ય નીતિ મુજબ એવું નથી કહેવામાં આવતું કે તમે ઈમાનદારી જ ભૂલી જાવ. પરંતુ તમારે થોડા ચાલાક રહેવાની જરૂર છે, જેથી તમારા આઈડિયાની કોઈ નકલ ન કરી શકે.

બિઝનેસમાં સફળ થવા માંગો છો તો કોઈ પણ એવા વ્યક્તિને મિત્ર ન બનાવો જે નેગેટીવ હોય. તેનાથી તમારો જ મુડ ખરાબ થશે. જેની અસર તમારા બિઝનેસ ઉપર પણ પડી શકે છે.

ચાણક્ય નીતિ મુજબ એક જ્ઞાની પુરુષ પણ તે સમયે દુઃખી થઇ જાય છે, જયારે તે કોઈ મુર્ખ વ્યક્તિનો ઉપદેશ સાંભળે છે કે તે દુષ્ટ પત્નીનું પાલનપોષણ કરે છે.

એક બિઝનેસમેને જુદા જુદા પ્રકારના વ્યવહારવાળા વ્યક્તિઓ સાથે હળવા મળવાનું થાય છે. તેની સામે તમારી વાત રજુ કરવાની હોય છે. તે વખતે આચાર્ય ચાણક્ય જણાવતા હતા, જુદા જુદા પ્રકારના વ્યવહારવાળા લોકો સાથે સોદા કરવાની રીત અલગ અલગ છે, અને કોઈ વ્યક્તિ સાથે કેવી રીતે વ્યવહાર કરવો છે તેની બિઝનેસમેનને ખબર હોવી જોઈએ.

આચાર્ય ચાણક્ય જણાવે છે કે, એક ઘમંડીને સન્માન આપીને તમે જીતી શકો છો. મુર્ખ વ્યક્તિને મૂર્ખતા કરવા દો તે ખુશ રહેશે અને માત્ર સમજુ માણસોને જ સાચું કહીને જીતી શકાય છે. આચાર્ય ચાણક્યની નીતિ મુજબ કોઈ પણ મિત્રતા પાછળ કોઈને કોઈ સ્વાર્થ છુપાયેલો હોય છે. તેવામાં એક બિઝનેસમેને એ વિચારવું જોઈએ કે, કોઈ તેની સાથે મિત્રતા કરી રહ્યા છે તો તેની પાછળ તે માણસનો શું સ્વાર્થ છુપાયેલો છે?

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.