ખરાબ કર્મ જ નહિ સારા કર્મ પણ લાવી શકે છે જીવનમાં સંકટ, જાણો શું છે તેનું કારણ?

0
316

જો સારા કર્મ કરતી વખતે કરશો આ ભૂલ તો તમને મળી શકે છે તેના ખરાબ પરિણામ, જાણો શું ન કરવું?

જીવન જીવવા માટે માત્ર સારા કામ અને ટેવો પૂરતી નથી. પણ યોગ્ય સમયે યોગ્ય કામ અને વર્તન કરવું પણ જરૂરી છે. ગરુડ પુરાણમાં આ વાત કહેવામાં આવી છે.

મહાપુરાણ તરીકે ગણાતા ગરુડ પુરાણમાં જીવન જીવવાની સાચી રીતની સાથે સાથે દરેક કામ કરવા માટેના યોગ્ય સમય વિષે પણ જણાવવામાં આવ્યું છે, જેથી વ્યક્તિ સંકટ અને મુશ્કેલીઓથી બચી જાય. ગરુડ પુરાણ મુજબ ફક્ત ખરાબ કર્મ જ નહીં પણ ક્યારેક સારા કર્મ કરવા માટેનો ખોટો સમય પણ જીવનમાં ઘણી મુશ્કેલીઓ ઉભી કરે છે. તેથી બધું યોગ્ય સમયે થવું જોઈએ. તેમાં દૈનિક ધોરણે કરવામાં આવેલા આવશ્યક કામોનો પણ સમાવેશ થાય છે.

હંમેશા યોગ્ય સમયે કરો આ કામો :

દરરોજ તુલસીને જળ અર્પણ કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ રહે છે. તેમજ તુલસીનો છોડ ઘરમાં સકારાત્મકતા લાવે છે. પણ તુલસીના છોડમાં સાંજે પાણી રેડવું ખૂબ જ અશુભ હોય છે. તુલસીના છોડમાં હંમેશા સવારે જ પાણી રેડવું જોઈએ અને સાંજના સમયે દીવો પ્રગટાવવો જોઈએ.

ઘરમાં કચરા-પોતું કરવા જેવા સફાઈ સંબંધિત કામ કરવા માટે સવારનો સમય યોગ્ય હોય છે. તેમજ સૂર્યાસ્ત પછી ઘરમાં કચરા-પોતું કરવાથી ઘરમાં ગરીબી આવે છે. સૂર્યાસ્ત પછી લક્ષ્મીજી ઘરમાં વાસ કરે છે. આ સમયે સાફ-સફાઈ કરવા પર તે રિસાઈને જતા રહે છે.

દહીં, છાશ, અથાણું જેવી ખાટી વસ્તુઓ સાંજના સમયે કોઈને ન આપો. સૂર્યાસ્ત સમયે અને તે પછી રાત્રે કોઈને મીઠું ન આપો. આમ કરવાથી ગરીબી આવે છે.

મંગળવાર, ગુરુવાર અને શનિવારે દાઢી – વાળ કાપવા નહીં. તેનાથી પણ લક્ષ્મીજી નારાજ થાય છે. આ કામો માટે સૌથી શુભ દિવસો બુધવાર, શુક્રવાર છે. સાથે જ આ કામ રવિવાર-સોમવારે પણ કરી શકાય છે.

(નોંધ : આ લેખમાં આપેલી માહિતી સામાન્ય માહિતી અને માન્યતાઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી ઝી ન્યૂઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.