એટલા માટે શનિવારે કરવામાં આવે છે શનિદેવની પૂજા, જાણો કેમ તેમનું નામ પડ્યું મંદવાર.

0
1093

હિંદુ શાસ્ત્ર મુજબ કુંડળીમાં શનીના સપ્તમ ભાવમાં હોવાને કારણે અઠવાડિયાના સાતમાં દિવસ તેમને સમર્પિત કરી દેવામાં આવ્યો.

હિંદુ ધર્મમાં ઘણા દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે, તે બધામાં સૌથી આકરા દેવ હોય તો તે છે શનિદેવ, શનિદેવ ઘણા જ આકરા દેવ છે, અને તે પ્રસન્ન પણ જલ્દી થઇ જાય છે, અને પૃથ્વી ઉપર તેમની હાજરી આજે પણ રહેલી છે. માટે જ શનિદેવની પૂજા લોકો મોટા પ્રમાણમાં કરતા જોવા મળે છે.

હિંદુ ધર્મમાં શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. શનિવારના દિવસે શનિદેવની વિધિ મુજબથી પૂજા અર્ચના કરવામાં આવે છે. જે લોકો ઉપર શનીની સાડાસાતીની અસર થાય છે. તે લોકો ખાસ કરીને શનિવારે સૂર્યપુત્ર શનિદેવની પૂજા કરે છે, જો તમે પૂજાના સમયે પોતાનું મોઢું પશ્ચિમ દિશામાં રાખો છે, તો તમારી મનોકામના વહેલી તકે પૂરી થાય છે.

શનિવારના દિવસે શનિદેવની પૂજા કરવા જવા પાછળ કોઈ કથા નથી. પરંતુ કુંડળીમાં તેમના સ્થાન સાથે તેમનો સંબંધ છે. હોરા શાસ્ત્ર મુજબ, કુંડળીમાં શનીના સપ્તમ ભાવમાં હોવાને કારણે અઠવાડિયાના સાતમાં દિવસે તેમને સમર્પિત કરી દેવામાં આવ્યું. તેને કારણે જેની ઉપર શનીની અસર હોય છે, તે શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારે તેમની પૂજા કરે છે. (અઠવાડિયાનો પહેલો દિવસ રવિવાર હોય છે, તે ગણતરી મુજબ, શનિવારનો સાતમો દિવસ છે.)

શનિદેવ વિધિ શાસ્ત્રના નિષ્ણાંત છે, એટલા માટે તેમને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. તેમનું એક નામ માંદવાર પણ છે. નવ ગ્રહોમાં શનિદેવ સૌથી ધીમી ગતિથી પરિક્રમા કરે છે. તે ૧૦ કલાક ૧૪ મિનીટમાં એક ધરી ઉપર એક ચક્ર પૂરું કરે છે, તેમની ચાલ ઘણી ધીમી છે. એટલા માટે તેમનું નામ મંદવાર પણ છે. તે પશ્ચિમ દિશાના અધિપતિ છે.

સોમવારના દિવસે શનિદેવનો જન્મ થયો :-

શનિદેવનો જ્યારે જન્મ થયો હતો, તે દિવસે જેઠ માસની અમાવસ હતી અને દિવસ સોમવાર હતો એટલે કે શનિદેવનો જન્મ સોમવતી અમાસના દિવસે થયો હતો. એટલા માટે શનિદેવનો જન્મ શનિવારના દિવસે થયાની ભૂલ ન કરો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.