આ દિવાળી પર કુબેર યંત્રની કરો સ્થાપના, વરસશે પૈસા જ પૈસા.

0
342

જાણો દિવાળી પર કુબેર યંત્રની સ્થાપના કરવાની વિધિ તેનું મહત્વ અને મંત્ર વિશે. શાસ્ત્રો મુજબ ધન-ધાન્ય, બુદ્ધી અને શુભતા પ્રાપ્તિ માટે ભગવાન શ્રીગણેશની પૂજા અર્ચના કરવી જોઈએ. એટલા માટે જ દિવાળીના પર્વ ઉપર આપણે ધનની દેવી લક્ષ્મી સાથે સાથે વિઘ્ન નાશક શ્રીગણેશની પૂજા પણ કરીએ છીએ. માનવામાં આવે છે કે લક્ષ્મી-ગણેશજીની પૂજા કરવાથી વ્યક્તિની આર્થિક સ્થિતિ અને ધન આગમનના સાધનોમાં વૃદ્ધી થાય છે, પરંતુ ધર્મશાસ્ત્રોમાં ધનના આગમન સાથે સંબંધિત તકલીફો આવે તો લક્ષ્મી ગણેશજીનું ધ્યાન કરવાની સલાહ આપવામાં આવે છે. તો ધનને જાળવી રાખવા માટે ધનના રક્ષક કુબેરજીની પૂજા કરવી જરૂરી માનવામાં આવે છે.

માતા લક્ષ્મી સાથે થાય છે કુબેર દેવની પૂજા : શાસ્ત્રોમાં કુબેર દેવતાને ધનના સ્વામી દેવનો હોદ્દો મળેલો છે. એટલા માટે માનવામાં આવે છે કે જયારે પણ કુબેર દેવની પૂજા દેવી લક્ષ્મીજી સાથે કરવામાં આવે છે. તો તેનાથી તે તરત જ પ્રસન્ન થાય છે અને પરિણામ સ્વરૂપ વ્યક્તિને ધન સાથે જોડાયેલી તમામ તકલીફો પણ દુર થાય છે.

આ દિવાળી ઉપર ઘરે સ્થાપિત કરો કુબેર યંત્ર : વાસ્તુશાસ્ત્ર મુજબ કુબેરજી ઉત્તર દિશાના સ્વામી હોય છે, એટલા માટે તમારા ઘરની ઉત્તર દિશાને શુભ અને સ્વચ્છ રાખવું ઘણું જરૂરી હોય છે. કુબેરજીને દશ દિશાપાલકો માંથી એક માનવામાં આવે છે, એટલા માટે જો કોઈ વ્યક્તિ તમામ દેવતાઓના પૂજા પાઠ કર્યા પછી છેલ્લે કુબેરજીના પાઠ તેમના મંત્રો દ્વારા કે કુબેર યંત્રની સ્થાપના સાથે કરે છે. તો તેનાથી દેવ કુબેર તે વ્યક્તિની તમામ મનોકામનાઓનું પૂર્તિ માટે તેને આશીર્વાદ પ્રદાન કરે છે. એટલા માટે આ દિવાળીમાં તમે પણ કુબેર યંત્રની વિધિ મુજબ સ્થાપના કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો.

કુબેર યંત્રનું મહત્વ : કુબેર દેવને ધનના દેવતા માનવામાં આવે છે. તેમની કૃપાથી ધન પ્રાપ્તિના યોગ ઉભા થાય છે. એટલા માટે જ કુબેર યંત્ર પણ સકારાત્મક ઉર્જાનું માધ્યમ માનવામાં આવે છે. આ યંત્રને ઘર કે ઓફીસમાં સ્થાપિત કરવાથી ભાગ્ય વૃદ્ધિ થાય છે. કુબેર યંત્રની સ્થાયના અને જાપથી જીવનમાં આવી રહેલી આર્થિક તકલીફો માંથી મુક્તિ મળે છે. કુબેરની અસરથી અપાર ધન અને આવકની નવી તકો મળે છે. કુબેર યંત્રને સ્થાપિત કરવા માટે જન્મ કુંડળી જોવાની જરૂર નથી પડતી. કોઈ પણ વ્યક્તિ તે યંત્રને સ્થાપિત કરી પૂજા કરી શકે છે. જ્યોતિષકારો મુજબ વ્યક્તિ કુબેર યંત્ર સ્વર્ણ, રજત, અષ્ટધાતુ, તાંબુ અને ભોજપત્ર અથવા કાગળ વગેરે અનેક રીતે ઉપયોગ કરી શકો છો.

કુબેર યંત્રની સ્થાપના વિધિ : કુબેર યંત્રની સ્થાપના કોઈ પણ શુભ દિવસે ખાસ કરીને ધનતેરસ અને દિવાળીના દિવસે કરવું શુભ રહે છે.

એટલા માટે આ દિવસે માતા લક્ષ્મી અને ગણેશજીની પૂજા પછી મંદિર, પૂજા સ્થળ, તિજોરીમાં આ યંત્રને રાખવો જોઈએ.

સ્થાપના કરતી વખતે કુબેર યંત્રને દૂધ, દહીં, મધ, ઘી અને ગંગા જળથી સ્નાન કરાવો.

ત્યાર પછી વિધિ પૂર્વક કુબેર યંત્રની પૂજા કરો અને દક્ષીણ દિશા તરફ મુખ કરીને ‘’ॐ कुबेराय नम:’’ મંત્રના જાપ કરો.

તે દરમિયાન એ વાતનું વિશેષ ધ્યાન રાખો કે અભીમંત્રીત અને સિદ્ધ કર્યા વગર આ યંત્ર પ્રભાવી નહિ રહે.

કુબેર યંત્રની સ્થાપના માટે મંત્ર “ॐ यक्षाय कुबेराय वैश्रवणाय धनधान्याधिपतये “धनधान्यसमृद्धिं मे देहि दापय स्वाहा॥”

આ માહિતી એસ્ટ્રોસેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.