આ વ્યક્તિને એશ્વર્યાની સાથે ઉભો જોઈને ઉડાવવામાં આવ્યો એનો મજાક, પછી ત્ય જાણીને ઉડી ગયા લોકોના હોશ.

0
1764

મિત્રો, આપણે લોકો હંમેશા એ વાત કહેતા અને સાંભળતા આવી રહ્યા છીએ કે, કોઈ પણ વ્યક્તિને તેના રંગ રૂપથી અંદાજી શકાય નહિ. રંગભેગની માનસિકતા જ નકામી છે. સમાજમાં ઘણા લોકો કોઈ વ્યક્તિના કાળા રંગને કારણે એની મજાક પણ ઉડાવે છે. જે એકદમ ખોટું છે. કાળો રંગ હોવાથી કોઈ વ્યક્તિ સફળ ન બને એ ખોટી માનસિકતા છે.

થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર એક કાળા વ્યક્તિની ઘણી મજાક ઉડાવવામાં આવી હતી. એ વ્યક્તિના એશ્વર્યા રાયની સાથે કેટલાક ફોટોઝ સામે આવ્યા છે, જેને જોઈને બધા લોકો તેમનો મજાક ઉડાવી રહ્યા હતા. લોકો એ આ વ્યક્તિની એના કાળા રંગના કારણે ખુબ મજાક ઉડાવી.

કાળા રંગના વ્યક્તિનો એશ્વર્યા સાથે હોવાના કારણે બન્યો મજાક :

જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પર એશ્વર્યા રાયનો એક ફોટો ખુબ ઝડપથી વાયરલ થયો. અને એ ફોટોમાં એશ્વર્યા રાયની સાથે એક વ્યક્તિ ઉભો છે. લોકોએ એને જોઈને એનો ખુબ મજાક ઉડાવ્યો. પરંતુ, તમને જણાવી દઈએ કે, એશ્વર્યા રાય બચ્ચનની સાથે આ વ્યક્તિ કોઈ નાનો મોટો માણસ નથી પણ આ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત ડાયરેક્ટર છે, જેમનું નામ એટલી કુમાર છે.

સાઉથના જાણીતા ડાયરેક્ટર છે એટલી કુમાર :

જણાવી દઈએ કે, એટલી કુમાર સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ખુબ મોટો ડાયરેક્ટર છે. એટલી કુમારનો જન્મ 21 સપ્ટેમ્બર 1986 તમિલનાડુના મદુરૈ ગામમાં થયો હતો. એટલી કુમાર ફક્ત પોતાની પ્રતિભાના કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક ખાસ સ્થાન મેળવ્યું છે.

અને જે લોકો સોશિયલ મીડિયા પર તેમની મજાક ઉડાવી રહ્યા હતા, તે હકીકતમાં જાણતા નથી કે તે કોની મજાક ઉડાવી રહ્યા છે. એટલી કુમારે હકીકતમાં સમાજમાં આ વાત સાબિત કરી છે કે, કોઈનો રંગ રૂપ એમને સફળતા મેળવવાથી રોકી શકે નહિ.

પત્ની સાથે ફોટોઝ પર પણ ઉડ્યો મજાક :

થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર એટલી કુમાર અને તેમની પત્નીના ફોટા પણ આના કરતા પણ વધારે વાયરલ થયા હતા. જેમાં તેમની પત્ની ઘણી સુંદર દેખાઈ રહી છે, અને તેમની સાથે તેમના પતિ એટલે કે એટલી કુમાર થોડા શ્યામ રંગના દેખાઈ રહ્યા છે.

અને એમના રંગના કારણે જ તેમનો ખુબ મજાક ઉડાવવામાં આવ્યો. આ ફોટોઝની હકીકત જાણ્યા પછી લોકો દંગ થઇ ગયા. જે શ્યામ વ્યક્તિનો લોકો મજાક ઉડાવી રહ્યા હતા, તે સાઉથ ફિલ્મ જગતનો ખુબ પ્રખ્યાત ડાયરેક્ટર અને સ્ક્રીન પ્લે રાઇટર એટલી કુમાર ઉર્ફ અરુણ કુમાર છે.

ઘણા એવોર્ડ જીતી ચુક્યા છે એટલી કુમાર :

જાણકારી માટે જણાવી દઈએ કે, 2013 માં એટલી કુમારે “રાજા રાની’ ફિલ્મથી સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યુ હતું. જે સાઉથ ઇન્ડસ્ટ્રીની સૌથી મોટી ફિલ્મો માંથી એક છે. આ ફિલ્મે 4 અઠવાડિયાની અંદર જ 50 મિલિયનથી પણ વધારે કમાણી કરી અને ખુબ હીટ ફિલ્મ રહી. એટલી કુમારને શ્રેષ્ઠ ફિલ્મો માટે ઘણા મોટા એવોર્ડ પણ મળ્યા છે. એટલા માટે વ્યક્તિ બહારથી કેવો દેખાય છે, તેના પરથી એનો અંદાજો જ લગાવવો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.