હવે આખા દેશમાં મળશે એકસમાન પગાર, 40 કરોડ લોકોને થશે ફાયદો, જાણો આખી વિગત

0
1465

સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રના લગભગ 40 કરોડ શ્રમિકોને આખા દેશમાં, એક સમાન લઘુત્તમ પગારની ચુકવણીની ગેરેંટી આપવા વાળા બહુપ્રતિક્ષિત અને બહુચર્ચિત પગાર સંહિતા બિલ 2019 પર શુક્રવારે સંસદમાં મોહર લાગી ગઈ છે. આ પહેલા રાજ્યસભાએ આ બિલને બહુમત સાથે પાસ કર્યું હતું.

લોકસભાએ આને 30 જુલાઈએ પાસ કર્યું હતું. આ બિલ સ્થાયી સમિતિને મોકલવામાં આવ્યું હતું. રાજ્યસભામાં આ બિલને પ્રવર સમિતિમાં મોકલવા માટેની વિરોધ પક્ષની માંગને નકારી દેવામાં આવી હતી. બિલ અનુસાર સરકાર શ્રમ નિરીક્ષકની જગ્યાએ શ્રમ મધ્યસ્થકાર પસંદ કરશે, જે સંબંધિત બાબતોને ઉકેલશે.

લઘુત્તમ પગાર સીમાની બહારના બધા કામદારોને મળશે લાભ :

શ્રમ અને રોજગાર મંત્રી સંતોષ ગંગવારે આ બિલ પર લગભગ ત્રણ કલાક ચાલેલી ચર્ચાનો જવાબ આપતા કહ્યું કે, આ બિલ લાગુ થવાથી નિયોક્તા, શ્રમિક સંગઠનો અને રાજ્ય સરકારની ત્રિપક્ષીય સમિતિ સાથે શ્રમિકો માટે પગારની નવી સીમા નક્કી કરી શકાશે.

એમણે કહ્યું કે, ત્રિપક્ષીય વ્યવસ્થામાં જે પણ પગાર નક્કી થશે, એને માન્ય રાખવામાં આવશે અને બધા શ્રમિકોને આનો ફાયદો મળવાનો શરુ થઇ જશે. એમણે કહ્યું કે આ સંહિતા બધા કર્મચારીઓ અને કામદારો માટે પગાર અને સમયબદ્ધ ચુકવણીની સાથે જ લઘુત્તમ પગાર પણ સુનિશ્ચિત કરે છે.

કૃષિ મજુર, પેઈન્ટર, રેસ્ટોરેન્ટ અને ધાબા પર કામ કરતા લોકો, ચોકીદાર વગેરે અસંગઠિત ક્ષેત્રના કામદાર, જે અત્યાર સુધી લઘુત્તમ પગાર સીમાની બહાર છે, એમને લઘુત્તમ પગાર કાયદો બન્યા પછી કાયદાકિય સુરક્ષા પ્રાપ્ત થશે. બિલમાં સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે, માસિક પગાર મેળવવા વાળા કર્મચારીઓને આવતા મહિને 7 તારીખ સુધીમાં પગાર મળી જશે. તેમજ જે લોકો અઠવાડિયાના આધાર પર કામ કરે છે, એમને અઠવાડિયાના છેલ્લા દિવસે અને રોજના પગાર પર કામ કરતા લોકોને એજ દિવસે પગાર મળવો જોઈએ.

શ્રમિક કલ્યાણ માટે ઐતિહાસિક છે આ બિલ :

બિલને શ્રમિક કલ્યાણ માટે ઐતિહાસિક ગણાવતા એમણે કહ્યું કે, આને શ્રમિક સંગઠનો, પસંદગી કરનાર(એમ્પ્લોયર) અને રાજ્ય સરકારોની ભલામણ પછી તૈયાર કરવામાં આવ્યું છે. અને આનાથી દેશમાં સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરવા વાળા 40 કરોડ કરતા વધારે કામદારો માટે લઘુત્તમ મજૂરી નક્કી કરી શકાશે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું છે કે, આ બિલના માધ્યમથી ફક્ત મજૂરો અથવા શ્રમિકોના હિતો જ નથી જાળવવામાં આવ્યા, પણ એમાં એમ્પ્લોયરના હિતોનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે. કર્મચારી અને એમ્પ્લોયરની બધી પરિભાષાઓમાં એકરૂપતા લાવવામાં આવી રહી છે.

શ્રમિકોના હિતોને જાળવવા માટે બિલની જોગવાઈઓ મહત્વની ભૂમિકા ભજવશે :

ગંગવારે કહ્યું કે આ બિલની જોગવાઈઓ આવનારા સમયમાં દેશના શ્રમિક વર્ગના હિતોને જાળવવામાં અસાધારણ ભૂમિકા ભજવશે. આ સમયે 17 હયાત શ્રમ નિયમો 50 કરતા વધારે વર્ષ જુના છે, અને એમાંથી અમુક તો આઝાદી પહેલાના સમયના છે.

આ બિલમાં શામેલ કરવામાં આવેલા 4 અધિનિયમો(કાયદા) માંથી પગારની ચુકવણીના અધિનિયમ, લઘુત્તમ પગાર અધિનિયમ, બોનસ ચુકવણી બિલ અને સમાન પરિશ્રમિક અધિનિયમ પણ આમાં શામેલ કરવામાં આવ્યા છે. એમણે કહ્યું છે કે આ સંબંધમાં ટ્રેડ યુનિયનો, એમ્પ્લોયર અને રાજ્ય સરકારો સાથે વ્યાપક ચર્ચા-વિચારણા કરવામાં આવી છે. સ્થાયી સમિતિની 24 ભલામણોમાંથી 17 નો સરકારે સ્વીકારી કરી લીધો હતો.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.