EPFO એ 6.3 લાખ લોકોને આપી ગિફ્ટ, હવે એક સાથે ઉપાડી શકો છો બધા રૂપિયા, જાણો વધુ વિગત

0
629

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ 6.3 લાખ પેંશનના લાભાર્થીઓને મોટી રાહત આપી છે. સંગઠને કર્મચારી પેંશન યોજના (EPS) અંતર્ગત પેંશનની રકમમાં અમુક ભાગ એક સાથે લેવાની વ્યવસ્થા ફરીથી કાયમ કરવાના પ્રસ્તાવને મજૂરી આપી દીધી છે. આ પગલાંથી એ પેંશન લાભાર્થીઓને લાભ મળશે, જેમણે કમ્યુટેશન વ્યવસ્થાનો વિકલ્પ પસંદ કર્યો હતો, અને 2009 પહેલા સેવામાંથી નિવૃત થવા પર એક સાથે રકમ મેળવી હતી. ત્યારબાદ EPFO એ 2009 માં આ જોગવાઈને પાછી લઇ લીધી હતી.

શું છે કમ્યુટેશન?

કમ્યુટેશન (Commutation) વ્યવસ્થા અંતર્ગત સામાન્ય રૂપથી માસિક પેંશનમાં આગળના 15 વર્ષની એક તૃતીયાંશ રકમ કાપવામાં આવે છે. અને આ રકમ પેંશન લાભાર્થીને એક સાથે આપવામાં આવે છે. એના 15 વર્ષ પછી પેંશન ભોગી આખું પેંશન મેળવવાનો હકદાર થઇ જાય છે.

6.3 લાખ પેંશન લાભાર્થીઓને થશે ફાયદો :

EPFO ના નિવેદન અનુસાર, એક મોટા ફેંસલામાં EPFO નો નિર્ણય લેવા વાળા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીસ (CBT) એ 21 ઓગસ્ટ 2019 ના રોજ હૈદરાબાદમાં થયેલી બેઠકમાં કમ્યુટેશન અંતર્ગત એક સાથે રકમ લીધાના 15 વર્ષ પછી, પેંશન લાભાર્થીને આખું પેંશન આપી દેવા માટે EPS-95 માં સંશોધનના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. એનાથી 6.3 લાખ પેંશન લાભાર્થીઓને લાભ થશે.

ભારતીય મજુર સંઘના મહાસચિવ બ્રિજેશ ઉપાધ્યાએ કહ્યું કે, પેંશનના કમ્યુટેશનને કાયમ કરવાની માંગ કરવામાં આવી હતી. આ પહેલા EPS-95 અંતર્ગત કોઈ સભ્ય 10 વર્ષ માટે એક તૃતીયાંશ પેંશનને બદલે એક સાથે રકમ ઉપાડી શકતા હતા. આખું પેંશન 15 વર્ષ પછી મંજુર થઇ જતું હતું. આ વ્યવસ્થા સરકારી કર્મચારી માટે ઉપલબ્ધ છે.

લેવાયા આ નિર્ણય :

IL&FLS લિમિટેડના વ્યાજની ચૂકવણીમાં ચૂક રહી જવાના મામલામાં CBT એ EPFO ના રોકાણ એકમના ત્રણ અધિકારીઓને ડિબેંચરધારકોની બેઠકમાં ભાગ લેવાં માટે નામાંકિત કર્યા હતા. એ બેઠકની તારીખ અત્યારે નક્કી નથી થઇ, અને જો જરૂર પડી તો CBT તરફથી એ અધિકારીઓ મતદાન કરશે.

એના સિવાય ટ્રસ્ટીઓએ 31 ઓક્ટોબર 2019 સુધીમાં એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ETF) ના સંચાલકોને સાવર્જનિક બોલી દ્વારા પસંદગી કરવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. સાથે જ અત્યાર સુધી કામ કરી રહેલા સંચાલકો (એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ અને યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડ) ની અવધિ વધારી દીધી છે.

નિફટી સેન્સેક્સમાં સમાન રોકાણનો પ્રસ્તાવ :

સીબીટીએ નિફ્ટી -50 અને સેન્સેક્સ ઇટીએફ વચ્ચે સમાનરૂપે ભંડોળની ફાળવણીના પ્રસ્તાવને પણ મંજૂરી આપી હતી. આ ઉપરાંત, ટ્રસ્ટી મંડળ દ્વારા ક્રિસિલ સિવાય એક અલગ એજન્સી અથવા સલાહકારની નિમણૂક કરવાને લઈને, એક સમિતિમાં નોકરીદાતાઓ અને કર્મચારીઓ વતી સભ્યોના નામાંકનને મંજૂરી આપવામાં આવી હતી. સમિતિ પોર્ટફોલિયો સંચાલકોના કામકાજની સમીક્ષા કરશે, અને ઇટીએફના વિમોચન સહિતના અન્ય કાર્યોમાં રોકાણ સમિતિને મદદ કરશે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી ન્યૂઝ18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.