ભજીયાને અંગ્રેજીમાં શું કહેવાય? ૯૯% લોકો નથી જાણતા આનો જવાબ, તો જાણો બીજા પણ અંગ્રેજી નામ

0
11499

દુનિયામાં ભારત ઘણી બધી વસ્તુઓ માટે પ્રખ્યાત છે. એમાંથી એક છે ભારતીય વાનગીઓ. જો એમ આપણા ગુજરાતની વાત કરવામા આવે, તો આપણે તો વાનગીઓ ના દીવાના જ છીએ. અને એમાં કંઈ ખોટું પણ નથી. બીજા રાજ્યના લોકો આપણને આપણી ઢોકળા, ફાફડા, હાંડવા વગેરે વાનગીઓથી ઓળખે છે. આપણે સામાન્ય ગણાતા આપણા ખોરાક કે વાનગીઓને આપણી ભાષામાં તો સેહલાઈથી બોલી શકીએ છીએ, પણ તેના અંગ્રેજી નામથી કદાચ મોટેભાગે અજાણ હશે.

ઉદાહરણ તરીકે આવી વાનગીઓ માંથી એક નામ છે “ભજીયા.” આ નામથી દરેક ગુજરાતી માહિતગાર છે. પણ ભાગ્યેજ કોઈ એવી વ્યક્તિ હશે જેને તેનું અંગ્રેજી નામ ખબર હોય. ભજીયાને અંગ્રેજીમાં શું કહેવાય એ કદાચ તમને ખબર નહિ હોય. તો આવો આજના આ લેખમાં આપણે જાણીશું આવી વાનગીઓ અને ફળોના અંગ્રેજી નામ વિશે. અહિયાં આશરે પંદર જેટલી વસ્તુઓના અંગ્રેજી નામ દર્શાવવામાં આવ્યા છે. એને વાંચીને યાદ કરી લો. આપણે ક્યાંક બહાર ગયા હોઈએ અને ત્યાં કોઈ આને આપણા દ્વારા કહેવામાં આવતા નામથી ન ઓળખતું હોય ત્યારે આ જાણકારી તમને મદદરૂપ સાબિત થશે.

સાબુદાણાને અંગ્રેજીમાં ટેપીઓકા સાગો (Tapioca Sago) કેહવામાં આવે છે.

મેથીને અંગ્રેજીમાં ફેન્યુગ્રિક (Fenugreek) કેહવામાં આવે છે.

ચીકૂને અંગ્રેજીમાં સેપોડિલા (Sapodilla) કેહવામાં આવે છે.

મખાણાને અંગ્રેજીમાં ફોક્સ નટ્સ (Fox Nuts) કેહવામાં આવે છે.

વરિયાળીને અંગ્રેજીમાં ફેનલ સીડ્સ (Fennel Seeds) કેહવામાં આવે છે.

તૂરીયાંને અંગ્રેજીમાં રીજ ગોર્ડ (Ridge Gourd) કેહવામાં આવે છે.

અજમાને અંગ્રેજીમાં કેરોમ સીડ્સ (Carom Seeds) કેહવામાં આવે છે.

ટીંડાંને અંગ્રેજીમાં એપલ ગોર્ડ (Apple Gourd) કેહવામાં આવે છે.

આમળાંને અંગ્રેજીમાં ગુસબેરી (Gooseberry) કેહવામાં આવે છે.

દૂધીને અંગ્રેજીમાં બોટલ ગોર્ડ (Bottle Gourd) કેહવામાં આવે છે.

ટીંડોરાંને અંગ્રેજીમાં પોઈન્ટેડ ગોર્ડ (Pointed Gourd) કેહવામાં આવે છે.

હિંગને અંગ્રેજીમાં આસફોઇટીડા (Asafoetida) કેહવામાં આવે છે.

અરબીને અંગ્રેજીમાં કોલોકેસીઆ રુટ્સ (Colocasia Roots) કેહવામાં આવે છે.

સીતાફળને અંગ્રેજીમાં કસ્ટર્ડ એપલ (Custard Apple) કેહવામાં આવે છે.

ભજીયાંને અંગ્રેજીમાં ફ્રિટર્સ (Fritters) કેહવામાં આવે છે.

તો આ હતા થોડા એવા ખાદ્ય પદાર્થોના નામ જે રોજીંદા જીવનમાં વપરાય છે પણ આપણને એના અંગ્રેજી નામ ખબર નથી હોતા. પણ હવે તમે આ નામ યાદ રાખી લો. વિદેશમાં રહેવા પર તમને ઉપયોગી થઈ શકે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.