સુરતમાં રહેતી 11 વર્ષની બાળકી સાથે જે થયું તે ઘણું જ ભયાનક હતું, રમતા રમતા….

0
285

આજકાલ મોબાઈલનો ઉપયોગ ઘણો વધી ગયો છે. મોટા તો છોડો બાળકો પણ હવે મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરવા લાગ્યા છે. ટિક્ટોકને રીલ્સ આવ્યા પછી તો બાળકોમાં પણ મોબાઈલનું ચલણ વધી ગયું છે. પણ ઘણી વખત એ જ મોબાઈલ મુશ્કેલીનું કારણ બની શકે છે.

હાલમાં સુરતમાંથી વાલીઓની આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. સ્થાનિક એજન્સીઓના જણાવ્યા અનુસાર, સુરતમાં રહેતી 11 વર્ષની બાળકીએ મોબાઈલમાં વિડીયો ઉતારતા ફાં સો લાગી જતા જીવ ગુમાવવો પડ્યો છે.

તેની માતા તેને નાના ભાઈને સાચવવાનું કહીને કામ પર ગઈ હતી. એ પછી બાળકીનું મોબાઈલમાં વિડીયો બનાવવામાં મો તથયું હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. તેના ઘરમાંથી લોખંડની બારીને બાંધેલા દુપટ્ટા સાથે તે 11 વર્ષની નિર્દોષ બાળકી મળી આવી હતી. આ કેસમાં રમતા રમતા ફાં સો આવી ગયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જેમાં મહિધરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બાળકીનો પરિવાર મૂળ નેપાળનો વતની છે. માતાએ તેને ઘરની બહાર જવાની ના પાડી હતી.

 

સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર, હીરાબજાર નજીક જદાખાડીમાં આવેલી સપના બિલ્ડિંગમાં આ દુઃખદ ઘટના બની હતી. અહીં રહેતા નેપાળી પરિવારની 11 વર્ષીય બાળકીને મોબાઈલ ફોનમાં વીડિયો બનાવવાનો શોખ હતો. તેની માતા તેને નાના ભાઈને સાચવવાનું કહીને કામ પર ગઈ હતી. પછી ઘરમાં એકલી રમતા દરમિયાન આ દુઃખદ ઘટના બની અને બાળકીએ દુનિયામાંથી વિદાય લીધી.

મૂળ નેપાળના વતની એવા હીરાભાઈ ભૂલ વર્ષોથી સપના બિલ્ડિંગમાં વોચમેનની નોકરી કરે છે અને પરિવાર સાથે ત્યાં જ રહે છે. હીરાભાઈને 3 પુત્રી અને 1 પુત્ર છે. તેમની 2 પુત્રી તેમના વતનમાં રહે છે. શનિવારે બપોરે તેમની નાની પુત્રી નિકિતા જેની ઉંમર 11 વર્ષ હતી તે ઘરમાંથી લોખંડની બારીને બાંધેલા દુપટ્ટા સાથે ફાં સોખા ધેલી હાલતમાં મળી આવી હતી.

તેના સગા-સંબંધીઓનું કહેવું છે કે, નિકિતાને મોબાઈલ ફોનમાં વીડિયો બનાવવાનો ઘણો શોખ હતો. અને તેણીએ ગીતો ગાતા અને ડાન્સ કરતા ઘણા બધા વીડિયો બનાવ્યા હતા. એમાં વીડિયો બનાવવાના ચક્કરમાં તેની સાથે આવો બનાવ બન્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. પણ પોલીસે કહ્યું કે, આવી કોઈ માહિતી હજી તેમની પાસે આવી નથી.