વીજ કંપનીએ આપી નહિ વીજળી, તો આ અભણ ખેડૂતે જાતે જ બનાવી દીધી વીજળી

0
7707

મિત્રો વીજળીની આપણને કેટલી જરૂર છે એનાથી તમે બધા સારી રીતે માહિત ગાર છો. જો કોઈ દિવસ ઘરે પાવર ન હોય તો આપણા બધાની હાલત ખરાબ થઈ જાય છે. એવી જ રીતે ખેડૂતોને પણ વીજળીની જરૂર તો પડે જ છે. પણ આપણા દેશમાં હજુ પણ એવા ઘણા પ્રદેશો છે જ્યાં લોકોની જરૂરિયાત મુજબ વીજળી પહોંચતી નથી. એવામાં એક ખેડૂતે જાતે જ વીજળીની વ્યવસ્થા કરી છે. આવો જાણીએ એના વિષે સંપૂર્ણ માહિતી.

આ વાત કરી રહ્યા છીએ કર્ણાટકના એક ખેડૂતની. આ ખેડૂત ભાઈએ એક એવું પાણીનું મશીન તૈયાર કર્યુ છે, કે જેનાથી વીજળી બનાવી શકાય છે. કર્ણાટકના ગડગ જિલ્લાના સોમપુર ગામના રહેવાસી સીદપ્પા હુલાજોગી આ પહેલા ટ્રેક્ટરની બેટરીની મદદ વડે મોબાઈલ રિચાર્જ કરવાનું મશીન બનાવ્યું છે. આ સીદપ્પાએ સાયકલના ડાયનેમોની મદદથી ટેપરેકોર્ડર પણ બનાવ્યું હતું.

ઘણા વર્ષો પહેલાની વાત છે. જયારે સીદપ્પાનું ઘર રીમોટ વિસ્તારમાં હતું. હેસકૉમેં કંપનીએ તેના ઘરમાં વીજળી આપવાની ના પાડી દીધી. કંપનીની નાલાયકી સામે ખેડુત મજબુર ના બન્યો. અને તેમના મગજમાં જાતે જ વીજળી બનાવવાનો વિચાર આવ્યો.

પરંતુ સીદપ્પા માટે આ સહેલું નોતું. કારણ કે તે કોઈ દિવસ સ્કૂલમાં ગયા ન હતા. તેમને ન તો ટેક્નિકનું જ્ઞાન હતું કે ન તો વિજ્ઞાન વિશે થોડી ઘણી જાણકારી હતી. પરંતુ સીદપ્પાએ હિમ્મત ન હારી. તેમને નારાગન ટાપુ ઉપર પવનચક્કી જોઈને જાતે જ વીજળી બનાવવાની પ્રેરણા મળી.

એ પવન ચક્કીને જોઈને એમણે વિચાર્યુ કે જો આની નકલ કરીને તેના જેવો જ નમૂનો તૈયાર કરી લઈએ તો વીજળી ઉત્પન્ન કરી શકીએ. ત્યાર પછી તેમને લાકડાની મદદ વડે પાણીનું મશીન બનાવ્યું. સિદપ્પાએ લાકડાની મદદથી મોટી ચક્કી બનાવી, જેમાં 8 પંખા જોડાયેલા હતા.દરેક પંખા 5 ફૂટ લાંબા હતા. બધા પંખા વચ્ચેથી એક બીજા સાથે જોડાયેલા હતા. દરેક પંખાના છેડા ઉપર એક ખાલી ડોલ જોડેલ હતી. જેને એક કેનાલમાં ઇન્સ્ટોલ કરેલ હતી.

ત્યાર પછી સિદપ્પાએ ચક્કીના બે પંખા ઉપર પાઇપની મદદથી પાણી ફોર્સથી ફેંકવાનું શરૂ કર્યુ. ફોર્સથી પાણી ફેંકવાનું કારણ એ હતું કે ચક્કીમાં લાગેલા પંખાને ફેરવી શકાય. પંખા સાથે જોડાયેલી ડોલ જયારે ઉપર જાય ત્યારે પોતાની મેળે ખાલી થઇ જાય અને નીચે આવતાની સાથે જ પાણીની ઝડપથી તે ભરાઈને તે ઉપરની બાજુએ જાય. આ પ્રક્રિયાથી ચક્કીમાં ગતિ મળી ગઈ. અને તે ફરવા લાગી.

સિદપ્પાએ આ મોટી ચક્કીને એક નાની ચક્કી સાથે જોડી દીધી, જેમાં ડાયનેમો લાગેલ હતો. મોટી ચક્કીના ફરવાને કારણે નાની ચક્કી પણ ફરતી અને તેમાં લાગેલ ડાયનેમો ગતિઉર્જાને વિદ્યુતઉર્જામાં બદલી દેતું. ડાયનેમો આ સીધા પાવરને જરૂરિયાત મુજબના પાવરમાં ફેરવીને વીજળી બનાવી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.