આ બે શહેરોમાં લોન્ચ થયા દેશના પહેલા ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર, ખાસિયત વાંચીને થઇ જશો ચકિત.

0
137

ઘણા બધા ફીચરથી સાથે આ બે શહેરોમાં લોન્ચ થઇ ઇલેક્ટ્રિક રીક્ષા, જાણો આખી માહિતી. પિયાજિયો ઇન્ડિયાએ કેરળના તિરુવનંતપુરમ અને કોઝિકોડ શહેરોમાં પોતાની ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર એપી ઇ સિટી લોન્ચ કરી દીધી છે. જણાવી દઈએ કે આ દેશનું પહેલી ઇલેક્ટ્રિક ઓટો છે, જે કંપની દ્વારા ગયા વર્ષે ડિસેમ્બરમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. કંપનીએ પહેલા તેને કોચીમાં લોન્ચ કરી હતી, પરંતુ હવે કંપનીએ અન્ય શહેરોમાં પણ તેનું વેચાણ વધારવાનું શરૂ કર્યું છે.

અમે તમને કહ્યું તેમ, પિયાજિયોનું Ape E-City એ દેશનું પહેલું ઇ-ઓટો છે, જે અદ્યતન બેટરી તકનીક સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. કેરળમાં તેની એક્સ શોરૂમ કિંમત 1.99 લાખ રૂપિયા છે.

 

વીજળી વડે ચાલતી એપી ઇલેક્ટ્રિક કોઈ પ્રદૂષણ કરતી નથી. આ સિવાય આ ઇલેક્ટ્રિક ઓટો ના તો અવાજ કરે છે અને ધ્રુજારી પણ કરતી નથી. તેની સૌથી મોટી વિશેષતાઓ વિષે વાત કરીએ તો એ છે કે તે ગિયર અથવા ક્લચ વિના ચાલે છે. એટલે કે, તે થ્રી-વ્હીલ સ્કૂટર છે, જે ગિયર વિના ચાલે છે. તેમાં સંપૂર્ણ ડિજિટલ ક્લસ્ટર આપવામાં આવ્યું છે. આ સિવાય તેમાં અદ્યતન લિથિયમ-આયન બેટરી આપવામાં આવી છે.

તેમાં બેટરી સ્વેપનો વિકલ્પ છે. સરળ ભાષામાં, તમારે તેને ચાર્જ કરવાની જરૂર નથી. તમે કંપનીની પાવર સ્ટેશન પર જઈને તેની બેટરીની અદલા બદલી કરી શકો છો. આ સંપૂર્ણ પ્રક્રિયામાં ફક્ત 2 થી 5 મિનિટનો સમય લાગશે. જો કે, ગ્રાહકોને કંપની તરફથી ફિક્સ અથવા અદલા બદલી કરી શકાય એવી બેટરી એમ બંને વિકલ્પ મળે છે.

એપી ઇલેક્ટ્રિકમાં ડ્રાઇવર સાથે એક સાથે 4 વ્યક્તિ બેસી શકે છે. તેની ટોપ સ્પીડ 45 કિમી પ્રતિ કલાકની છે. રેંજની વાત કરીએ તો, આ ઇલેક્ટ્રિક ઓટો બેટરી અદલા બદલી થતાં દર વખતે 68 કિલોમીટર ચાલશે. તેમાં પાવર માટે લિથિયમ આયન, 48V બેટરી છે. તેની બેટરી 4.5 કેડબલ્યુએચની ક્ષમતા સાથે આવે છે. આ ઇલેક્ટ્રિક ઓટોની મોટર 3500 આરપીએમ પર મહત્તમ 5.4 કેડબલ્યુ અને પાવર અને 29 એનએમ ટૉર્ક જનરેટ કરે છે.

ડાયમેંશન વિશે વાત કરીએ તો, તેની લંબાઈ 2700 મિલીમીટર, પહોળાઈ 1370 મિલીમીટર અને ઉંચાઇ 1725 મિલીમીટર છે. સાથે સાથે તેનું વ્હીલબેસ 1920 મીલીમીટરનું છે. જ્યારે, તેની ન્યૂનતમ ગ્રાઉન્ડ ક્લિયરન્સ 200 મિલીમીટર છે.

તેમાં ડ્રમ બ્રેક હાઇડ્રોલિક ઈંટર્નલ ઍસ્કપેડિંગ શુ ટાઈપ આપવામાં આવ્યું છે. ત્યાં, સસ્પેન્શનની સુવિધાઓની વાત કરીએ તો, ફ્રન્ટમાં હાઇડ્રોલિક ટેલિસ્કોપિક શોક એબજાવર્સ સાથે હેલિકલ કમ્પ્રેશન સ્પ્રિંગ અને ડેમ્પર સસ્પેન્શન છે. ત્યાં તેમાં પાછળના ભાગમાં હાઇડ્રોલિક ટેલિસ્કોપિક શોક્સ એબ્જવર્સ સાથે રબરના કમ્પ્રેશન સ્પ્રિંગ સાથે ડેમ્પર આપવામાં આવ્યું છે, જેનું કુલ વજન 689 કિલો છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.