15 ઓગસ્ટે ગાંધીનગર અને અમદાવાદના લોકોને મળી શકે છે આ ભેટ, જાણો વધુ વિગત

0
4640

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો પ્રદુષણ વધતું અટકાવવા માટે ઇલકેટ્રીક કાર અને બાઈકનો ઉપયોગ કરવામાં આવે, એ બાબતે સરકાર તરફથી પ્રયત્નો ચાલી રહ્યા છે. અને એ જરૂરી પણ છે. કારણ કે પેટ્રોલ, ડીઝલ વગેરેથી ચાલતા વાહનો દ્વારા ઘણું પ્રદુષણ થાય છે. અને એને અટકાવવાનો એક વિકલ્પ ઇલેક્ટ્રિક વાહનો જ છે. અને હવે ગુજરાતની રાજ્ય સરકાર જલ્દી જ એક નવો પ્રયોગ કરી શકે છે.

મળેલી જાણકારી અનુસાર, પર્યાવરણમાં કાર્બનનું ઉત્સર્જન ઘટાડવા માટે ગુજરાત સરકારે ઈલેક્ટ્રોનિક બસો દોડાવાનો પાયલોટ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. અને એ પ્રોજેક્ટ 15 ઓગસ્ટથી શરૂ થઇ શકે એવી શકયતા છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર ઈલેક્ટ્રોનિક બસ સૌથી પહેલા ગાંધીનગરથી અમદાવાદ વચ્ચે દોડાવવામાં આવે તેવી શક્યતાઓ છે. એવું જાણવા મળ્યું છે કે, અમદાવાદથી ગાંધીનગર વચ્ચે 55 જેટલી ઈલેક્ટ્રિક બસો દોડાવવામાં આવશે. પણ શરૂઆતમાં તો 10 જેટલી બસો જ દોડાવવામાં આવશે. જો એમાં સફળતા મળે તો અન્ય શહેરોમાં પણ તે અમલી બનશે.

એવું પણ જાણવા મળ્યું છે કે, આ ઈ-બસ(ઈલેક્ટ્રોનિક બસો) ના પ્રોજેક્ટ હેઠળ રાજ્ય સરકાર 15 થી 40 સીટો ધરાવતી મીની બસો ખરીદી રહી છે. અને જો ગાંધીનગર અને અમદાવાદમાં એમને સફળતા મળે છે, તો રાજ્યના અન્ય શહેરોમાં પણ આવી જ ઈ-બસ શરૂ કરવામાં આવશે અને ઈલેક્ટ્રિક પાવરથી બસો શહેરોના રસ્તા પર દોડતી થશે.

જાણકારી માટે જણાવી દઈએ કે, આ મુદ્દે સરકારે કહ્યું કે, પેટ્રોલ-ડીઝલથી કાર્બનનું ઉત્સર્જન ચોક્કસપણે ઓછું થશે. એટલું જ નહીં, ઈકોલોજિકલ સંતુલન પણ જળવાશે. હાલમાં કામચલાઉ ધોરણે ઈલેક્ટ્રિક બસો માટે સોલાર પાવર બેઝડ ઈલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન ઉભા કરી દેવામાં આવ્યા છે. હાલ ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે બે થી ત્રણ ચાર્જિગ સ્ટેશન ઉભા કરવામાં આવશે.

મિત્રો, જો આ પ્રોજેક્ટ સફળ થાય તો એ આપણા પર્યાવરણ માટે ઘણો સારો સાબિત થશે. તેમજ સોલાર ચાર્જીંગ પોઈન્ટ સફળ રહે તો લોકોને ટ્રાન્સપોર્ટના ભાડામાં રાહત મળે એવી આશા રાખી શકાય છે. હવે જોવાનું એ છે કે આ પાયલોટ પ્રોજેક્ટ કેટલો સફળ રહે છે, અને નાગરિકોની એના પર કેવી પ્રતિક્રિયા મળે છે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.