ભારતમાં જલ્દી દોડશે કાર જેવી ઇલેક્ટ્રિક બાઈક, એક વાર ચાર્જ કરવાથી 400 કિલોમીટર સુધી જશે

0
1030

બાઈક પર મુસાફરી કરવી દરેકને ગમે છે. પણ શિયાળો અને ચોમાસાની ઋતુમાં બાઈક પર મુસાફરી કરવી મુશ્કેલ થઇ જાય છે. ભારતમાં તમે ઘણી વાર રસ્તા પર લોકોને વરસાદ દરમિયાન છત્રી ખોલીને બાઈક ચલાવતા પણ જોય હશે. શિયાળામાં ઠંડા પવનનો સામનો કરવો પણ જંગ જીતવા જેવું બની જાય છે. ટૂ વ્હીલર વાહન ચલાવતા સમયે આવતી આ પ્રકારની સમસ્યાઓથી બચવા માટે જાપાનની એક કંપનીએ ભારતમાં પણ એક ટુ વ્હીલર કાર લોન્ચ કરવાની યોજના બનાવી છે.

એના માટે આ કંપનીએ એક ભારતીય કંપની સાથે પાર્ટનરશીપ કરવાનો નિર્ણય પણ કરી લીધો છે. અને આ એક ઇલેક્ટ્રિક બાઈક છે જેથી પેટ્રોલના વધતા ભાવની ઝંઝટ અને પ્રદુષણની સમસ્યાથી પણ છુટકારો મળી જશે. આવો તમને એની થોડું માહિતી આપીએ.

તમારી જાણકારી માટે જણાવી દઈએ, કે આ કાર જેવી દેખાતી બાઈકને ન તો કારની કેટેગરીમાં અને ન તો બાઇકની કેટેગરીમાં પેટેન્ટ કરી શકાય. એટલા માટે જાપાનની આ કંપનીએ ભારતમાં પોતાની બાઈક લોન્ચ કરવા માટે સરકાર પાસેથી આ બાઈકનું સ્પેશિયલ પેટેન્ટ કરાવવું પડશે.

આને ભારતમાં લોન્ચ કરવા માટે કંપનીએ ભારત સરકારમાં પેટેશન નાખીને એક અલગ કેરેગરી બનાવી પડશે. જેવું કે બજાજે પોતાની ક્વાડ્રાસાઈકલ માટે કર્યુ છે. જ્યાં સુધી કિંમતની વાત કરવામાં આવે તો લગભગ 80 હજાર રૂપિયા સુધીમાં ભારતમાં ઉતારવામાં આવશે. કિંમતમાં પરિવર્તન આવી શકે છે.

આ બાઈકમાં તમને બાઈક અને કાર બંનેનું કોબીનેશન મળશે. આ બાઈક તમને તડકામાં લૂ લાગવાથી અને વરસાદમાં પલળવાથી બચાવી શકશે. કારણ કે આ બાઈક કારની જેમ સંપૂર્ણ રીતે ઢંકાઈ ગયેલી છે. આ ઇલેક્ટ્રિક બાઈકનું નામ છે lit motors c1. એક ખુશીની વાત એ છે કે આ અમેરિકામાં લોન્ચ થવાની સાથે ઘણા દેશમાં આ નવું મોડલ લોન્ચ થયું છે. આ મોડલ બાઈકની જેમ દેખાય છે પણ આ તેના કરતા સારી છે.

આ એક ઇલેક્ટ્રિક વાહન છે જેને એક વાર ચાર્જ કરવા પર આને લગભગ 400 કિલો મીટર સુધી ચલાવી શકો છો. જો તમે દિલ્હીમાં છો તો 400 કિલો મીટર એટલે તમે લગભગ સિમલા સુધી પહોંચી જશો. ભારતમાં લોન્ચ થતા ઘણા બાઈક પ્રેમી આ બાઇકને લેવાના છે. અને આની પહેલાથી બુકીંગ ચાલુ થવાની સંભાવના પણ છે. ધ્યાન રહે કે ભારતમાં સત્તાવાર એની જાહેરાત થયા પછી એની સાચી કિમતની જાણકારી આપણને મળશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.