એલચીથી વ્યંજનોને બનાવો વધારે સ્વાદિષ્ટ, આ 3 ટ્રિક્સનો જરૂર કરો ઉપયોગ.

0
169

આ 3 ટ્રિક્સ અપનાવીને તમે પણ વ્યંજનોને વધારે સ્વાદિષ્ટ બનાવો, સ્વાદ એવો કે બધાને ગમશે. ઈલાયચીનો ઘણી રીતે ખાવામાં ઉપયોગ કરી શકાય છે, પરંતુ શું તમે તેની સાથે જોડાયેલા આ 3 સરળ કુકિંગ હેક્સ વિષે જાણો છો?
ઈલાયચીનો સ્વાદ દરેક લોકોને સારો લાગે છે. ન માત્ર ઈલાયચી ખાવામાં સારી હોય છે પરંતુ તેના આરોગ્યવર્ધક ફાયદા પણ ઘણા હોય છે. ઈલાયચીનો ઉપયોગ વર્ષોથી ભારતીય ખાવામાં કરવામાં આવી રહ્યો છે, પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે તે ખાવાના સ્વાદ માટે ઘણું જરૂરી છે.

જો તમને ઈલાયચી પસંદ છે અને તે તમારા ખાવામાં ઉમેરવાથી તમને કોઈ વાંધો નથી તો અમે તમને ઈલાયચીની થોડી કુકિંગ ટીપ્સ વિષે જણાવીએ છીએ.  ઈલાયચીને નોર્મલ ભોજન સાથે સાથે જો તમે તેને કુકિંગમાં ઉપયોગ કરશો તો તમારું ખાવાનું વધુ ટેસ્ટી બનશે. તેની સાથે જો તમે ધારો તો તેને કોઈ ખાસ પ્રસંગ માટે પણ ઉપયોગ કરી શકો છો. ઈલાયચીનો વિશેષ સ્વાદ તમને ઘણો ગમશે. તો આવો જાણીએ કઈ કુકિંગ હેક્સ તમારા કામમાં આવશે.

(1) તેલમાં સીધું નાખો લવિંગ અને ઈલાયચી

ઘણા લોકોને ગરમ મસાલાનો સ્વાદ સારો નથી લાગતો અને ઘણા લોકોની ફરિયાદ પણ હોય છે કે ગરમ મસાલાથી તેના ગળામાં બળતરા થાય છે. તેથી તમે ખાવાનો ટેસ્ટ વધારવા માટે માત્ર લવિંગ અને ઈલાયચીનો ઉપયોગ કરી શકો છો. ગરમ તેલમાં જો તમે લવિંગ અને ઈલાયચીનો વઘાર કરશો તો તમારા ખાવામાં ટેસ્ટ ઘણો સારો આવશે. ત્રણ લવિંગ સાથે એક ઈલાયચી બસ આટલી જ વસ્તુ નાખવાની છે ગરમ તેલમાં. ત્યાર પછી તમે ધારો તો લવિંગ અને ઈલાયચી અલગ કરી દો અને બીજું ખાવાનું એમ જ બનાવો જેમ તમે બનાવો છો. ત્યાર પછી તમે ગરમ મસાલા સ્કીપ પણ કરશો તો પણ ખાવાના ટેસ્ટમાં ઘટાડો નહિ આવે.

(2) ખાવામાં ઈલાયચીનું પાણી

ઘણી વખત તમને લાગે છે કે ખાતી વખતે મોઢામાં ઈલાયચીના આવવાથી સ્વાદ બગડી જાય છે. બિરિયાનીથી લઈને ઘણા પ્રકારના શાક સુધી ઘણી વખત એવું બને છે જેમાં ઈલાયચીનો ટેસ્ટ તો સારો લાગે છે, પરંતુ ઈલાયચી જો ખાતી વખતે મોઢામાં આવી જાય તો સારું નથી લાગતું. તેવામાં લોકો હંમેશા ઈલાયચી પાવડરનો ઉપયોગ કરે છે. પરંતુ જો તમારી પાસે ઈલાયચી પાવડર ન હોય તો? ખીરથી લઈને શાક અને બિરીયાની સુધી તમે ઈલાયચીના પાણીનો ઉપયોગ કરી શકો છો.

બસ તમારે કરવાનું એ છે કે ખાવાનું બનાવતી વખતે ઈલાયચીના પાણીનો ઉપયોગ કરો. જેમ કે બિરિયાની માટે ચોખા બાફતી વખતે, ખીરનું પાણી કે દૂધ ઉકાળતી વખતે, શાકની ગ્રેવી બનાવતી વખતે તેમાં થોડી એવી ઈલાયચીનું પાણી ઉમેરી લો. ઈલાયચીનું પાણી બનાવવા માટે તમે સાદા પાણીમાં 4-5 ઈલાયચી ઉકાળી લો અને પછી તે પાણીનો ઉપયોગ કરો. તમને ટેસ્ટ પણ મળશે અને ખાવામાં સ્વાદ પણ જળવાઈ રહેશે.

(૩) ફ્રુટ સલાડમાં પણ ભેળવો ઈલાયચી

જયારે પણ આપણે હેલ્દી ખાવાની વાત કરીએ છીએ તો હંમેશા ઈલાયચીનું વર્ણન તેમાં નથી આવતું. પરંતુ અમે તમને જણાવી આપીએ કે ફ્રુટ સલાડ વગેરેમાં પણ ઈલાયચી ઘણી અસરકારક સાબિત થઇ શકે છે. બસ અહિયાં તમારે વાટેલી ઈલાયચીનો ઉપયોગ કરવાનો છે. તે તમે રોજના સલાડમાં પણ ભેળવી શકો છો, પરંતુ ધ્યાન રાખશો કે તે ફ્લેવર ઘણો વધુ ન હોવો જોઈએ.

આ ત્રણે ટ્રીક્સનો ઉપયોગ કરી તમે તમારું ખાવાનું વધુ ટેસ્ટી બનાવી શકો છો અને જો તમારી પાસે આવી જ કોઈ ટ્રીક્સ છે તો તમે અમને હરજીદંગીની ફેસબુક પેજ ઉપર જણાવી શકો છો. જો તમને આ સ્ટોરી સારી લાગી હોય તો તેને શેર જરૂર કરો. આવી જ બીજી સ્ટોરી વાચવા માટે જોડાયેલા રહો અમારી સાથે.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.