એક્સિડન્ટમાં ભંગાર થયેલી ગાડીની આરસી કેન્સલ જરૂર કરાવો, નહીં તો ભોગવવું પડી શકે છે ડબલ નુકશાન.

0
694

ભંગારમાં ગયેલા વાહનો દ્વારા પાર પાડવામાં આવી રહ્યા છે ગુના

જુના કે કોઈ અકસ્માતમાં ભંગાર થઇ ગયેલા વાહનને નાશ કરાવવા માટે પહેલા તેની આરસી રદ્દ કરાવવાણી રહેશે, ત્યારે તમને વિમાનો કલેઈમ મળશે. વીમા નિયામક ઈરડાએ તમામ વીમાધારકો માટે ગાઈડલાઈન બહાર પાડી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે બે પૈડા, કાર કે બીજા વાહનોને ભંગારમાં વેચતા પહેલા તેની આરસી જમા કરાવવાની રહેશે.

ભંગારમાં ગયેલા વાહનો દ્વારા પાર પાડવામાં આવી રહ્યા છે ગુન્હાઓ

ખાસ કરીને ભંગારમાં વેચવામાં આવેલા વાહનોના એન્જીન અને ચેસીસ નંબરની ચોરી કરી તેના દ્વારા નકલી દસ્તાવેજ બનાવવામાં આવે છે અને તેના દ્વારા ગંભીર ગુન્હાઓ પાર પાડવામાં ઉપયોગ કરવામાં આવે છે. તેવામાં જે પણ વ્યક્તિના નામ ઉપર વાહનની નોંધાયેલું રહે છે. તે પણ મુશ્કેલીમાં પડી જાય છે. હાલમાં એવા કોઈ વાહન વેચતા પહેલા આરસી રદ્દ કરાવી લો. તેનો કોઈ ટેક્સ ચૂકવવો નહિ પડે.

૧૪ દિવસમાં વાહન નોંધણી કાર્યાલયમાં જમા કરાવવાની રહેશે આરસીની અસલ કોપી

વીમા નિયામક અને વિકાસ પ્રાધીનીકરણ (ઈરડા) એ વીમા કંપનીઓને આદેશ આપ્યો છે કે અકસ્માત પછી વાહનોને ભંગાર ગણાવીને સંપૂર્ણ વીમો ઉતારવા વાળા ધારકો દ્વારા આરસી રદ્દ કરાવવાની જાણકારી માગો. નિયામકે જણાવ્યું કે મોટર વ્હીકલ એક્ટ ૧૯૮૮ની કલમ ૫૫ હેઠળ એવા વીમાધારકોએ ૧૪ દિવસની અંદર નજીકના વાહન નોંધણી કાર્યાલયમાં પોતાની આરસીની મૂળ નકલ જમા કરાવવાની રહેશે. અરજદારો તરફથી તેની માહિતી ન આપવા ઉપર વીમા કંપનીઓ તેનો વીમો રદ્દ પણ કરી શકે છે.

આરસી રદ્દ ન કરાવવા ઉપર થશે બે તરફથી નુકશાન

જો વીમાધારકે અકસ્માતમાં ભંગાર થઇ ગયેલા વાહનની આરસી રદ્દ ન કરાવી તો તેને બે તરફથી નુકશાન થઇ શકે છે. સંપૂર્ણ રીતે ભંગાર થઇ ગયેલા ઉપર વીમામાં કંપનીઓની બજાર કિંમત કે આઈડીવીના ૭૫ ટકા ચુકવણી કરે છે. તે ઉપરાંત નોંધાયેલા વહનથી જો કોઈ ગંભીર ગુન્હા થાય છે. તો વ્હીકલ ઓનર મુશ્કેલીમાં પડી શકે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.