એકતા કપૂરે આ 7 સામાન્ય કલાકારોને રસ્તામાંથી ઉઠાવીને બનાવ્યા સ્ટાર, ચમકી ગયું બધાનું નસીબ.

0
1986

ટીવીની દુનિયાની ક્વીન એકતા કપૂર ઘર ઘરમાં ઓળખાતું નામ છે. એકતાએ સામાન્ય કલાકારોને સ્ટાર બનાવાનો જશ મળે છે. ટીવીથી લઈને વેબ સીરીઝ સુધી એકતાનું રાજ ચાલે છે. જો એકતાને સ્ટાર મેકર કહેવામાં આવે તો ખોટું નહિ ગણાય. એકતા જ તે પ્રોડ્યુસર છે. જે નાના પડદા ઉપરથી વધુ કમાણી કરે છે. એટલે વાત કરીશું એ ૭ કલાકારોની જેને એકતાએ સ્ટાર બનાવ્યા. 7 જુને એકતા કપૂર પોતાનો 44મો જન્મદિવસ મનાવ્યો.

આ કડીમાં સૌથી પહેલા વાત કરીશું કલાકાર સુશાંત સિંહ રાજપૂતની. ટીવી ઉપર સીરીયલ ‘પવિત્ર રિશ્તા’થી પોતાની કારકિર્દીની શરૂઆત કરવા વાળા સુશાંતને પહેલો બ્રેક એકતાએ જ આપ્યો હતો. આ સીરીયલથી તે જોત જોતામાં છોકરી ઓના સ્ટાર બની ગયા હતા. તેને લઈને તેને બોલીવુડમાં મોટો બ્રેક મળ્યો અને તેમણે ‘એમ એસ ધોની’, ‘કાય પોછે’ અને ‘પીકે’ જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે.

વિદ્યા બાલમ ટીવીનો જુનો ચહેરો. તે ટીવી શો ‘હમ પાંચ’ માં જોવા મળ્યા હતા. ‘હમ પાંચ’ને લાવવા વાળી એકતા કપૂર જ છે. ત્યાર પછી વિદ્યાનું નસીબ ખુલી ગયું અને તેને ફિલ્મ ‘પરીણીતા’માં જોરદાર પાત્ર મળ્યું. ફિલ્મ ‘ડર્ટી પિક્ચર’થી તેને બોલીવુડમાં ઘણી ખ્યાતી મળી.

રોનિત રોય ફિલ્મોમાં ફ્લોપ હોવા છતાંપણ એકતાની સીરીયલ ‘કસોટી જિંદગી કી’ માં જોવા મળ્યા. આ સીરીયલે તેને ‘મિસ્ટર બજાજ’ નામની ઓળખ આપી. જે આજે પણ ઘર ઘરમાં જાણીતા છે. ત્યાર પછી રોનિત બોલીવુડની ઘણી ફિલ્મોમાં જોવા મળ્યા.

એકતા કપૂરે બોલીવુડને સુંદર હિરોઈન પ્રાચી દેસાઈ પણ આપી. એકતાની સીરીયલ ‘કસમ સે’ થી પ્રવેશ કરવા વાળી પ્રાચીએ હીટ થયા પછી સીધા બોલીવુડમાં પ્રવેશ લીધો. તેણે ફિલ્મ ‘રોક ઓન’, ‘વંસ અપોન એ ટાઈમ ઇન મુંબઈ’ અને ‘બોલ બચ્ચન’માં જોવા મળી.

એકતાના હીટ લીસ્ટમાં કલાકાર રાજીવ ખંડેલવાલનું પણ નામ આવે છે. તેને ટીવી સીરીઅલ ‘કહીં તો હોગા’ માં પહેલી વખત જોવા મળ્યા હતા અને ત્યાંથી લોકોએ તેને ઓળખવાના શરુ કરી દીધા હતા. ત્યાર પછી તેણે ફિલ્મોમાં કામ મળવાનું શરુ થઇ ગયું. તે ફિલ્મ ‘આમીર’, ‘ફીવર’, ‘ટેબલ નંબર ૨૧’ માં જોવા મળ્યા હતા.

એકતા કપૂરની હીટ સીરીયલ ‘નાગીન’થી તો નાના બાળકો પણ માહિતગાર છે. આ શોમાં મોની રોયને નવી ઓળખ મળી હતી. મોનીનું પણ નસીબ ખુલી ગયું છે અને તે સલમાન સાથે બોલીવુડ ફિલ્મ ‘રેસ ૩’ અને અક્ષય કુમારની ગોલ્ડમાં જોવા મળી.

છેલ્લે વાત કરીએ હિરોઈન અનીતા હસનંદાનીની. અનીતા ટીવીનો જુનો ચહેરો છે તેણે ટીવી સીરીયલ ‘કાવ્યાંજલિ’થી પ્રવેશ કરતા જોવા મળી હતી. અનીતા આજે નાના અને મોટા બન્ને જ પડદા ઉપર કામ કરે છે. તે આ ‘આપ સા’, ‘કૃષ્ણા કોટેજ’ જેવી ફિલ્મોમાં જોવા મળી છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.