હિરોઈન સુષ્મિતા સેન જયારે ૨૫ વર્ષની હતી, ત્યારે તેમણે એક બાળકીને ખોળે લીધી હતી. ૧૦ વર્ષ પછી તેમણે બીજી બાળકીને ખોળે લીધી. તેમણે લગ્ન નથી કર્યા. એકલી જ બંને બાળકીને ઉછેરી રહી છે. તે સિંગલ અનમેરીડ મધર છે. એટલે લગ્ન કર્યા વગર. સિંગલ પેરેંટ બની છે. સુષ્મિતાએ એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે તેને પોતાની બાળકીઓને ખોળે લેવામાં ઘણી મુશ્કેલીઓ પડી હતી. લગભગ ૨૬ દસ્તાવેજો કોર્ટમાં જમા કરાવવા પડ્યા હતા. એક ઘણી લાંબી પ્રોસેસમાંથી પસાર થવું પડ્યું હતું.
સુષ્મિતાએ ૧૯ વર્ષ પહેલા બાળક ખોળે લીધું હતું. ત્યારે અને હવે ઘણો ફરક આવી ગયો છે. પહેલા એકલી મહિલાને બાળક ખોળે લેવું, ઘણી મોટી વાત હતી. પરંતુ તેનો જશ સુષ્મિતાને જ આપવો જોઈએ. કે તેમણે એક સારી શરુઆત કરી. હવે ભારતમાં ઘણા લોકો ઈડોપ્શનનું ઓપ્શન શોધી રહ્યા છે.
મારી એક મિત્ર શીખા (નામ બદલાવ્યું છે) તેણે લગ્ન નથી કર્યા. અને કરવા પણ માગતી નથી. પરંતુ તે માં બનવા માંગે છે. તે બાળક ખોળે લેવા માંગે છે. પરંતુ તેના માટે તેને ૧ વર્ષ રાહ જોવી પડશે, કેમ કે તે હજુ ૨૪ વર્ષની છે, અને બાળક ખોળે લેવા માટે તમારે ઓછામાં ૨૫ વર્ષના હોવું જરૂરી હોય છે.
એવી ઘણી અપરણિત મહિલા છે, જે આ ઓપ્શનને પસંદ કરી રહી છે. પરંતુ તેને તેના વિષે પુરતી જાણકારી નથી. આગળ અમે આ અપરણિત ખોળે લેવાની જરૂરી શરતો, અને સંપૂર્ણ પ્રોસેસ જણાવવા જઈ રહ્યા છીએ, જરા ધ્યાનથી વાંચશો.
ઘણી ફિલ્મોમાં દેખાડવામાં આવે છે કે પતિ પત્ની અનાથ આશ્રમ જાય છે. બાળકને જુવે છે. એક બાળક પસંદ કરે છે. અને તેને ખોળે લઇ લે છે. પરંતુ હવે તમારે તેના માટે પહેલા રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જુવેનાઇલ જસ્ટીસ એક્ટ ૨૦૧૫ હેઠળ અડોપ્શન માટે સેન્ટ્રલ ઈડોપ્શન રિસોર્સ ઓથોરેટી, એટલે CARA (કારા) માં રજીસ્ટ્રેશન કરાવવું જુરુરી છે.
હવે એ કારા શું છે? તે મહિલાઓ અને બાળ વિકાસ મંત્રાલયનો એક વિભાગ છે. સરળ ભાષામાં તમે તેને WCDની એક ટીમ ગણી શકો છો. કારાની વેબસાઈટ ઉપર લખ્યું છે કે આ WCDનું સંવેદનશીલ શરીર છે. તે શરીર ભરતમાં અડોપ્શનની સંપૂર્ણ પ્રોસેસ ઉપર નજર આપે છે. કારાની વેબસાઈટના ફોટા છે આ. દેશમાં ગેરકાયદે અડોપ્શનને દુર કરવા માટે તમામ જવાબદારી કારાને સોંપવામાં આવી છે.
આમ તો કારા હેઠળ પતિ-પત્ની, સિંગલ મહિલા અને સિંગલ માણસ બાળક ખોળે લઇ શકે છે. પરંતુ આ આર્ટીકલમાં અમે સિંગલ મહિલા ઉપર ફોકસ કરીશું. તેને અડોપ્શન માટે શું શું કરવું પડશે? કઈ જરૂરી શરતો પૂરી કરવાની રહેશે. તે બધું અમે તમને જણાવીશું. (આ તમામ જાણકારી અમે કારાના એક કાઉંસલરે આપી છે, તે નથી ઇચ્છતા કે તેનું નામ બહાર પાડવામાં આવે, એટલા માટે અમે અહિયાં તેનું નામ નથી લખી રહ્યા)
છોકરીની ઓછામાં ઓછી ઉંમર ૨૫ વર્ષ હોવી જોઈએ.
તેનું શારીરિક, માનસિક અને આર્થિક રીતે સ્ટેબલ હોવા જરૂરી છે.
તે કોઈપણ જેન્ડર બાળકને અડોપ્ટ કરી શકે છે, તે સિંગલ માણસ માત્ર જેન્ટ્સ ચાઈલ્ડને જ અડોપ્ટ કરી શકે છે.
બાળક અને મધર વચ્ચે ઓછામાં ઓછું ૨૫ વર્ષનો ઉંમરનો ગેપ રહેવો જરૂરી છે. ૦ થી ૪ વર્ષ સુધીના બાળકને ખોળે લેવા માટે મહિલાની ઉંમર ૨૫ થી ૪૫ વર્ષ વચ્ચે હોવી જોઈએ.
૪ થી ૮ વર્ષના બાળકને ખોળે લેવા માટે મહિલાની ઉંમર ૫૦ વર્ષથી વધુ ન હોવી જોઈએ.
૮ થી ૧૮ વર્ષના બાળકને ખોળે લેવા માટે મહિલાની ઉંમર ૫૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ.
સિંગલ પેરેંટ માટે બાળક ખોળે લેવાની વધુમાં વધુ ઉંમર ૫૫ વર્ષ છે. ત્યાર પછી ‘નો અડોપ્શન.’
સિંગલ મધર તરીકે બાળકને ખોળે લીધા પછી જો મહિલાના લગ્ન કરે છે, તો તેના પતિ ઉપર આધાર રાખે છે કે તે પિતા બનવા માંગે છે કે નહિ. જો તે બાળકને પિતાનું નામ આપવા માંગે છે, તો તેના માટે તેને અરજી કરવાની રહેશે. કારામાં જ કારા તરફથી વેરીફીકેશન કરવામાં આવશે, ત્યાર પછી બાળકના પિતા તરીકે તે માણસના નામ ઉપર સિક્કો લાગશે.
ધર્મનું કોઈ બંધન નથી. મહિલા કોઈ પણ ધર્મની હોય. કોઈ ફરક નહિ પડે. એવું જરૂરી નથી કે હિંદુ ધર્મ માનવા વાળી મહિલા, હિંદુ ધર્મના બાળકને ખોળે લે. એટલે બંને પક્ષોમાં ધર્મોને કોઈ લેવા દેવા નથી. કારાની એ કાઉંસલર દ્વારા અમે વાત કરી. તેને જયારે અમે ધર્મ વિષે પ્રશ્ન પૂછ્યો હતો, ત્યારે તેમણે કહ્યું હતું કે કારા ધર્મનીરપેક્ષ રહીને કામ કરે છે.
હવે એ જરૂરી શરતો જાણ્યા પછી સિંગલ મધર બનવાની ઈચ્છા રાખવા વાળી મહિલાને કારામાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે. તેના માટે થોડા દસ્તાવેજો પણ જમા કરાવવા પડશે.
પોતાના પરિવારનો ફોટો. જો મહિલા પોતાના માતા પિતા સાથે રહે છે તો તેની સાથેનો ફોટો. પોતાનો એક ફોટો.
પાનકાર્ડ
જન્મનું પ્રમાણપત્ર, કે પછી જન્મ અંગેનો કોઈ પણ પુરાવો.
તમારા ઘરના સરનામાંનો પુરાવો. તેમાં આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ, લાઈટબીલ, ટેલીફોન બીલ જમા કરાવી શકો છો.
આવકનો પુરાવો, તેમાં પગાર સ્લીપ, ઇન્કમ સર્ટીફીકેટ ક જો ઇન્કમ ટેક્સ રીટર્ન મહિલા ભરે છે, તેનો પરાવો આપવાનો રહેશે.
મેડીકલ સર્ટિફિકેટ, જેમાં તમને ડોકટરે બતાવ્યું હોય કે તમે કોઈ લાંબી કે મોટી બીમારી નથી. અને તમે એડોપ્ટ કરવા માટે ફીટ છો.
તમારી અડોપ્શનની ઈચ્છાને સપોર્ટ કરતા હોય તેવા તમારા કોઈ એ સંબંધી કે મિત્રોનો પત્ર.
ઓનલાઈન રજીસ્ટ્રેશન સમયે આ બધા દસ્તાવેજ જમા કરાવવાના રહેશે. ઓનલાઈન એપ્લીકેશન ફોર્મમાં તે રાજ્યોના નામ પણ ભરવાના રહેશે, જ્યાંથી તમે બાળકને એડોપ્ટ કરવા માગો છો. કારામાં રજીસ્ટ્રેશન કરાવવાનો અર્થ, તમે આ બધા રાજ્યોની સ્પેસલઈજડ અડોપ્શન એજન્સીમાં પોતાની જાતે રજીસ્ટર્ડ થઇ જશે. જેને તમે તમારા ફોર્મમાં ટીક કર્યા છે. (દરેક રાજ્યમાં સ્પેસલાઈજડ અડોપ્શન એજન્સી છે. જે કારામાં રજીસ્ટર્ડ છે) રજીસ્ટ્રેશન પૂરું કર્યા પછી તમને એક રજીસ્ટ્રેશન નંબર મળશે. તે નંબર દ્વારા તમે તે જોઈ શકશો, કે તમારી અરજીમાં અહિયાં સુધી પ્રોસેસ થઇ છે.
તમારે તમારા ઘરની સૌથી નજીકની એક સ્પેસલાઈજડ અડોપ્શન એજન્સી, ને પ્રાથમિકતાની રીતે પસંદ કરવાની રહેશે. તમારે રજીસ્ટ્રેશન પછી એક હોમ સ્ટડી રીપોર્ટ બનાવવામાં આવશે. તે બનાવવા માટે તમારા દ્વારા પસંદ કરવામાં આવેલી તમારી પ્રાથમિક સ્પેશલાઈજડ અડોપ્શન એજન્સીના કર્મચારી તમારા ઘરે આવશે, સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. તમારી સાથે ચર્ચા કરવામાં આવશે.
આ ફોટામાં સુષ્મિતા પોતાની બંને દીકરીઓ સાથે છે.
કારામાં તમારા રજીસ્ટ્રેશનના ૩૦ દિવસની અંદર જ હોમ સ્ટડી રીપોર્ટ તૈયાર કરવામાં આવશે. અને તેને કારાના ડેટાબેજમાં અપલોડ કરી દેવામાં આવશે.
આ રીપોર્ટ ત્રણ વર્ષ સુધી માટે માન્ય રહેશે. અને આ રીપોર્ટ તમારા અડોપ્શનનો આધાર રહેશે. તમારો રીપોર્ટ અને દસ્તાવેજોના આધારે જ તે નક્કી થશે કે તમે બાળક ખોળે લેવા લાયક છો કે નહિ.
જો તમારા રીપોર્ટમાં કે પછી દસ્તાવેજોમાં તમને રીજેક્ટ કરી દેવામાં આવે છે, તો તમ કારાની ઓથોરેટી પાસે ફરી વખત અપીલ પણ કરી શકો છો.
સિંગલ મહિલાઓ માટે હોમ સ્ટડીમાં એક જરૂરી વાત જોવામાં આવે છે, તે એ છે કે તે કોની સાથે રહે છે. એકલી કે પછી પોતાના માં બાપ સાથે. તે એટલા માટે જોવામાં આવે છે, કેમ કે જો મહિલા વર્કિંગ છે, તો તે જોવું જરૂરી છે તેને ઓફીસ ગયા પછી બાળકની દેખરેખ કોણ કરશે. જો મહિલા નોકર રાખે છે, તો તેને માન્યતા નહિ મળે. ઘરના જ કોઈ સભ્ય બાળકની દેખરેખ રાખવા માટે હાજર રહેવા જરૂરી છે, કે પછી મહિલાની ઓફીસમાં ક્રેશની સગવડતા હોવી જોઈએ.
હવે એ તમામ વસ્તુ હોમ સ્ટડી રીપોર્ટ બનાવતી વખતે જોવામાં આવે છે. સંપૂર્ણ રીપોર્ટ બન્યા પછી, તેને કારાના ડેટાબેજ ઉપર અપલોડ થયા સુધી તમારે રાહ જોવી પડશે. કારા કે સ્પેસલાઈજડ અડોપ્શન એજન્સી તરફથી તમારી સાથે ત્યારે સંપર્ક કરવામાં આવશે. જયારે, તમારો નંબર આવશે અને જયારે તમારી ઈચ્છા મુજબ બાળક મળી રહેશે. અહિયાં ઈચ્છા મુજબનો અર્થ છે ફોર્મમાં તમારા દ્વારા ભરેલા રાજ્ય અને બાળકની ઉંમર ગ્રુપ.
તમે તમારા રજીસ્ટ્રેશન નંબર દ્વારા કારાની વેબસાઈટમાં જઈને તમારો વેઈટીંગ નંબર જોઈ શકો છો. તમારી જેમ બીજા પણ ઘણા લોકો એડોપ્શન માટે રજીસ્ટ્રેશન કરે છે. એટલે કે એક લાંબુ લીસ્ટ હોય છે બાળક એડોપ્શન કરવાની ઈચ્છા ધરાવતા પેરેન્ટ્સના નંબર આવે ત્યાર પછી તમે કયું રાજ્ય પસંદ કર્યું છે, તેના આધારે તમારો સંપર્ક કરવામાં આવે છે.
આ સમયે ૨૩ હજાર પેરન્ટે એડોપ્શન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. એટલે એટલા લોકો હજુ વેઈટીંગમાં છે. હવે માનો કે તમે ૨ થી ૩ વર્ષના બાળકને પસંદ કર્યું છે, તો તમારા વેઈટીંગના હિસાબે જ બાળક મળે છે. જેમાં ૧ થી દોઢ વર્ષનો સમય લાગી શકે છે.
તમારો નંબર આવે ત્યારે, અને બાળકની ઉપલબ્ધતાના આધારે, તમને ત્રણ બાળકોના ફોટા અને પ્રોફાઈલ મોકલવામાં આવે છે. તેમાંથી એક બાળક પસંદ કરવાનું હોય છે. ત્યાર પછી એડોપ્શન એજન્સી, તમારા અને બાળક વચ્ચે મીટીંગ રાખે છે. તે બાળક એડોપ્શન માટે વધુમાં વધુ ૪૮ કલાક સુધી રિજર્વ રાખવામાં આવી શકે છે. તેની વચ્ચે મીટીંગ થાય છે.
બાળકને મળ્યા પછી જો તમને બધું બરોબર લાગે છે, તો તમારે બાળકની ચાઈલ્ડ સ્ટડી રીપોર્ટ ઉપર સહી કરવાની હોય છે. જો મીટીંગ સફળ નથી થતી, તો તે પ્રોસેસ ફરી વખત થાય છે. તમારે ફરી નંબર આવવાની રાહ જોવી પડશે. તમને ફરીથી બાળકનો ફોટો મોકલવામાં આવશે અને ફરી એ પ્રોસેસ થશે.
બાળકને ખોળે લીધા પછી બે વર્ષ સુધી સ્પેશલાઈજડ એડોપ્શન એજન્સીના કોઈ કર્મચારી દર ૬ મહિનામાં તમારા ઘરે આવશે. તે તપાસ કરવામાં આવશે કે તમે બાળકને સારી રીતે ઉછેરી થયા છો કે નહિ. બે વર્ષ સુધી બધું બરોબર રહે છે, તો પછી બાળકની જવાબદારી સંપૂર્ણ રીતે તમને મળી જાય છે.
આ છે સંપૂર્ણ પ્રોસેસ બાળક એડોપ્ટ કરવાની, પરંતુ તેમાં બે થી ત્રણ વર્ષ સુધીનો સમય લાગી જાય છે.
આ માહિતી ઓડ નારી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.