એક બકરીને ખૂંટેથી બાંધીને, એક ગુરુએ આપી પોતાના શિષ્યને સફળ થવાની શીખ જાણો વધુ વિગત

0
1297

આમ તો દરેક માણસ જીવનમાં સફળ થવા માંગે છે, આજે અમે તમને જીવનમાં સફળ થવા માટેની એક વાર્તા દ્વારા ઉપદેશ આપવા માંગીએ છીએ.

એક વાર્તા મુજબ એક આશ્રમમાં ઘણા બધા શિષ્યો રહેતા હતા. આ શિષ્યોમાં એક શિષ્ય ઘણો વધુ તેજ હતો. પરંતુ તે શિષ્ય મહેનત કરવાનું પસંદ કરતો ન હતો. એક દિવસ તે શિષ્યએ પોતાના ગુરુને પૂછ્યું, ગુરુજી હું મારા જીવનમાં સફળતા મેળવવા માગું છું. કૃપા કરી તમે મને સફળ થવાનો રસ્તો બતાવો. જેની મદદથી હું સરળતાથી માતા જીવનમાં સફળતા પાપ્ત કરી શકું.

પોતાના શિષ્યની વાત સાંભળીને ગુરુએ તેને કહ્યું, તું પહેલા મારું એક કામ કરી દે તે કામ પછી હું તમે સફળ થવાનો મંત્ર શું છે તે જણાવી દઈશ. શિષ્યએ પોતાના ગુરુની વાત માની લીધી અને ગુરુએ શિષ્યને આશ્રમમાં રહેલી એક બકરીને તેના ખૂંટા સાથે બાંધવાનો આદેશ આપ્યો. આમ તો તે બકરી કોઈના હાથમાં આવતી જ નથી અને તે બકરીને પકડવી અશક્ય હતું.

પોતાના ગુરુનો આદેશ મેળવતા જ આ શિષ્ય તે બકરીને પકડીને તેને ખૂંટા સાથે બાંધવા લાગ્યો. પરંતુ તે બકરી કાબુમાં આવી રહી ન હતી. ઘણી કલાકો સુધી મહેનત કર્યા પછી પણ શિષ્ય બકરીને પકડવામાં અસફળ રહ્યો. થોડી વાર આરામ કરીને પછી આ શિષ્યએ પોતાની બુદ્ધીથી કામ લીધું અને પહેલા બકરીને પકડી અને પછી તેને પગમાં દોરી બાંધી દીધી. જેથી બકરી ભાગી ન શકે અને ફરી તે બકરીને ખૂંટા સાથે બાંધી દીધી.

ત્યાર પછી તે શિષ્ય પોતાના ગુરુ પાસે ગયો અને ગુરુ પાસે જઈને શિષ્યએ ગુરુને જણાવ્યું કે તેણે તે બકરીને તેના ખૂંટા સાથે બાંધી દીધી છે. હવે તમે મને સફળ થવાનો મંત્ર જણાવી દો. ગુરુએ પોતાના શિષ્યને પૂછ્યું કે ખરેખર તે એ બકરીને કેવી રીતે ખૂંટા સાથે બાંધવામાં સફળતા મેળવી. તે બકરી કોઈના કાબુમાં આવતી ન હતી. ત્યારે શિષ્યએ ગુરુને જણાવ્યું કે તેણે બુદ્ધિથી કામ લીધું અને પહેલા બકરીના પગમાં દોરડું બાંધ્યું અને પછી તેને ખૂંટા સાથે બાંધી દીધી.

શિષ્યની વાત સાંભળ્યા પછી ગુરુએ તેને જણાવ્યું કે તે મગજનો ઉપયોગ કર્યો છે, જેને કારણે જ તે બકરીને બાંધવામાં સફળતા મેળવી. જીવનમાં ભલે કેટલી પણ મોટી મુશ્કેલી કેમ ન આવે તે મુશ્કેલીને બુદ્ધીપૂર્વક ઉકેલ લાવી શકાય છે. બુદ્ધિથી કામ લેવું જ સફળતાનો એક મુખ્ય મંત્ર છે.

આ વાર્તા ઉપરથી મળ્યો ઉપદેશ

આ વાર્તા ઉપરથી આપણેને ઉપદેશ મળે છે કે જે લોકો પોતાની બુદ્ધીથી કામ લે છે, તે લોકો પોતાના જીવનમાં દરેક મુશ્કેલીનો ઉકેલ કાઢી શકે છે. જીવનમાં સફળ થવાનો એક જ મંત્ર છે અને તે મંત્ર સુજ બુજથી કામ લેવાનો છે. એટલા માટે તમે પણ જીવનમાં બુદ્ધીપૂર્વક કામ લો. સુજ બુજ સાથે કામ કરવાથી તમને માત્ર સફળતા જ મળશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.