એક યુવકે સંતને કહ્યું કે હું ખુબ દુઃખી છું, કોઈ ઉપાય જણાવો, સંતે કહ્યું એક રાત અમારી ગાયોની દેખભાળ કર…

0
1184

આપણું જીવન એવું છે કે સુખ અને દુઃખ તો ચાલતા જ રહે છે.

એક યુવકે સંતને કહ્યું કે હું ઘણો દુઃખી છું, કોઈ ઉપાય બતાવો, સંતે કહ્યું કે એક રાત મારી ગાયોની દેખરેખ રાખ

એક જાણીતી લોકવાર્તા મુજબ જુના સમયમાં એક વ્યક્તિ પોતાના જીવનથી ઘણો દુઃખી હતો અને સવાર સાંજ દુઃખી રહેતો. એક દિવસ તેના શહેરમાં એક સંત આવ્યા. અને યુવક તેમના દર્શન માટે ગયો. બધા લોકો સંતને પોતાના દુઃખો બતાવી રહ્યા હતા. ત્યારે સમય મળતા જ દુઃખી યુવકે પણ મહાત્માજી સાથે વાત કરી.

યુવકે કહ્યું કે હું ઘણો દુઃખી છું, મારી ઉપર કૃપા કરો. કાંઈક એવો ઉપાય બતાવો, જેનાથી તમામ દુઃખો દુર થઇ શકે.

દુઃખી વ્યક્તિનો પ્રશ્ન સાંભળીને સંતે કહ્યું કે હું તારા દુઃખો દુર કરવાનો ઉપાય જરૂર જણાવીશ, પરંતુ તેના માટે તારે મારું એક કામ કરવું પડશે.

વ્યક્તિએ કહ્યું ઠીક છે ગુરુદેવ, જેવી તમારી આજ્ઞા.

સંતે કહ્યું કે આજનો દિવસ માટે મારી ગૌશાળામાં ગાયોની દેખરેખ કરવાની છે. જયારે તમામ ગયો ઊંઘી જાય, ત્યારે તું પણ ઊંઘી જજે.

દુઃખી વ્યક્તિએ સંતની વાત માની લીધી અને તે રાત્રે તે ગૌશાળામાં ગાયોની દેખરેખ કરવા માટે જતો રહ્યો. આખી રાત ગાયોનું ધ્યાન રાખ્યું.

બીજા દિવસે સવારે સંતને મળવા ગયો. સંતે તેને પૂછ્યું કે તને ઊંઘ કેવી આવી?

વ્યક્તિએ કહ્યું કે ગુરુજી હું તો આખી રાત સુઈ નથી શક્યો, કેમ કે તમામ ગાયો એક સાથે સુતી નથી. એક સુવે છે તો બીજી ઉઠી જાય છે. આખી રાત એમ જ ચાલતું રહ્યું.

સંતે કહ્યું કે આપણા જીવનમાં દુઃખો પણ ગાયોની જેવા જ છે. ક્યારે પણ એક સાથે તમામ તકલીફો શાંત નથી થઇ શકતી. જીવનમાં કોઈને કોઈ દુઃખ તો ઉભા જ રહે છે. એટલા માટે આપણે મુશ્કેલીઓનો હિંમતપૂર્વક સામનો કરવો જોઈએ. અડચણોથી ડરો નહિ, તેને દુર કરવાનો પ્રયાસ કરો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.