એક શરત જીતવા પર જાવેદ અખ્તરે કરી લીધા હતા 17 વર્ષની છોકરી સાથે લગ્ન, સલીમ ખાને કરી હતી મદદ.

0
331

જાવેદની સાસુને તેમની ખરાબ આદતો વિષે ખબર હોવા છતાં પોતાની 17 વર્ષની છોકરીના કરાવ્યા તેની સાથે લગ્ન, પછી….  અભિનેતા, ગાયક, લેખક અને નિર્દેશક ફરહાન અખ્તર ફિલ્મ જગતનું એક જાણીતું નામ છે. શરુઆતથી જ તે ફિલ્મી દુનિયા તરફ પ્રભાવિત હતા, તેનુ એક કારણ તેના પિતા પણ છે. જે તેના સમયના પ્રસિદ્ધ સ્ક્રીપ્ટ રાઈટર રહી ચુક્યા છે. જાવેદ અખ્તરે કુલ બે લગ્ન કર્યા છે. પહેલા લગ્ન તેમણે હની ઈરાની સાથે કર્યા હતા, જે ફરહાન અખ્તરની માં છે. અને બીજા લગ્ન જાવેદે પ્રસિદ્ધ અભિનેત્રી શબાના આઝમી સાથે કર્યા હતા.

જાવેદ અખ્તરે ઘણા સરસ ગીત અને ઘણી હીટ ફિલ્મોની કહાની લખી છે. તે ધંધાકીય જીવન સાથે જ તેના અંગત જીવનને લઈને પણ સમાચારોમાં રહ્યા છે. અભિનેત્રી શબાના આઝમી સાથે તેના સંબધ અને પછી લગ્ન ઘણા સમાચારોમાં છવાયેલા રહ્યા હતા. આવો આજે તમને જાવેદના હની અને પછી શબાના સાથે લગ્ન વિષે જણાવીએ છીએ.

જાવેદ અખ્તર અને હની ઈરાનીની મુલાકાત રમેશ સિપ્પીની ફિલ્મ સીતા ઔર ગીતા (1972)ના સેટ દરમિયાન થઇ હતી. સીતા ઔર ગીતાના લેખક સલીમ ખાન અને જાવેદ અખ્તર હતા. બંને કલાકાર એક બીજાના સેંસ ઓફ હ્યુમરથી ઘણા પ્રભાવિત હતા.

જયારે ફિલ્મનું શુટિંગ પૂરું થઇ ગયું હતું, તો એક દિવસ બધા લોકો પત્તા રમી રહ્યા હતા. જાવેદ હારવા ઉપર હતા, તેવામાં હનીએ તેને કહ્યું કે ‘લાવો તમારા પત્તા હું કાઢું છું. જાવેદે કહ્યું કે જો પત્તા સારા નીકળશે, તો હું તારી સાથે લગ્ન કરીશ. પત્તા સારા નીકળી ગયા. અખ્તરે કહ્યું કે, ચાલો લગ્ન કરી લઈએ. તેના ઉપર હની હસવા લાગી ગઈ.

જાવેદે સલીમની મદદથી હની સાથે લગ્ન માટે પસ્તાવ લઇ તેની માં પાસે પહોચી ગયો હતો. હનીની માં ને સલીમે કહ્યું કે, જાવેદ તમારી દીકરી સાથે લગ્ન કરવા માંગે છે પરંતુ તેની પાસે ઘર નથી. સલીમ ખાને આગળ કહ્યું કે, જાવેદ પત્તા રમે છે અને ડ્રીંક પણ કરે છે. આમ તો તેમ છતાં પણ હનીની માં એ આ સંબંધને મંજુરી આપી દીધી.

વર્ષ 1972માં જાવેદ અને હનીએ લગ્ન કરી લીધા. હની આશરે 17 વર્ષની હતી. અને જાવેદ ઇન્ડસ્ટ્રીમાં નવા હતા અને તે તેના સ્ટ્રગલના દિવસ હતા. આગળ જઈને અભિનેત્રી શબાના આઝમીની તે ઘણા નજીક આવી ગયા અને પછી હની-જાવેદ વચ્ચે અણબનાવ થવા લાગ્યા. બંને 12 વર્ષ પછી અલગ થઇ ગયા.

વર્ષ 1984 માં હની અને જાવેદે છૂટાછેડા લઇ લીધા. જાવેદ હંમેશા તેની કવિતાઓ પ્રસિદ્ધ શાયર કૈફી આઝમીને સંભળાવવા માટે તેના ઘરે જતા રહેતા હતા. તે દરમિયાન તેની મુલાકાત શબાના સાથે થઇ. પાછળથી બંને વચ્ચે પ્રેમ થયો અને પછી વર્ષ 1884માં શબાના આઝમી જાવેદ અખ્તરની બીજી પત્ની બની ગઈ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.