આ સાસુ પોતાની વહુને લક્ષ્મી માનીને કરે છે તેમની પૂજા, ધુવે છે તેમના પગ અને….

0
120

એક સાસુ એવી પણ… વહુઓને લક્ષ્મી બનાવી 3 દિવસ સુધી તેમના પગ ધોઈને કરે છે પૂજા.

સાસુ અને વહુના સંબંધને લઈને ઘણી વખત નકારાત્મક વાતો સાંભળવા મળે છે. પણ મહારાષ્ટ્રના વાશિમમાં એક સાસુ એવી પણ છે જે ગૌરીપૂજા વખતે પોતાની વહુઓને લક્ષ્મીનું રૂપ આપીને 3 દિવસ સુધી તેમની સેવા કરે છે.

વાશિમમાં રહેતી સિંધુબાઈ સોનું છેલ્લા 3-4 વર્ષથી દર ગૌરી પૂજાના દિવસે પોતાની વહુઓને શણગારે છે, તેમની પૂજા કર્યા પછી તેમના પગ ધોઈને આશીર્વાદ લે છે.

સાસુએ જણાવ્યું કે, મારી વહુઓ 12 મહીના મારી અને મારા ઘરના સભ્યોની સંભાળ રાખે છે, અડધી રાત્રે પણ કોઈ તકલીફ પડી તો વહુ મદદ માટે તૈયાર રહે છે. વહુ, દીકરી બની શકે છે જો તેમને પ્રેમ આપવામાં આવે તો.

સિંધુબાઈએ ઘરની વહુઓને સાક્ષાત લક્ષ્મી બનાવીને તેમની પૂજા અર્ચના કરી ન માત્ર એક ઉદાહરણ પૂરું પાડ્યું છે, પણ ઘરમાં એક આનંદમય વાતાવણ પણ બનાવ્યું છે.

તે લક્ષ્મી-ગૌરી તરીકે વહુઓની પૂજા કરે છે. તેમજ વહુઓએ જણાવ્યું કે, તેનાથી તેમને ઘણો આનંદ મળે છે. દરેક ઘરમાં સાસુ વહુ વચ્ચે આવો જ સંબંધ હોવો જોઈએ.

આ આર્ટિકલ વાંચ્યા પછી ઘણી બધી વહુઓને મનમાં થયું હશે કે મારી સાસુ પણ આવી હોત તો કેટલું સારું હોત. જોકે તેના માટે પોતે પણ સિંધુબાઈની વહુઓ જેવું બનવું પડશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.