એક સપનું જેણે બદલી નાખ્યું જીવન, માં ને લઈને આખો દેશ ફરવા નીકળ્યો દીકરો.

0
381

માં ને લઈને દેશ ફરવા નીકળેલા દીકરાએ જણાવ્યું – “માં સાથે કરેલી યાત્રા સ્વર્ગ જેવી સુખદ હોય છે”. હાલના દિવસોમાં સોશિયલ મીડિયા ઉપર એક યુવાન વેપારી સરથ કૃષ્ણનની તેની માં સાથે પ્રવાસ કરવાના ઘણા ફોટા વાયરલ થઇ રહ્યા છે. સરથ દેશના મોટાભાગનો પ્રવાસ તેની માં સાથે કરી ચુક્યા છે અને થોડા દિવસો પહેલા તેમણે એવું કરવાનું કારણ પણ જણાવ્યું હતું. સરથ કૃષ્ણને જણાવ્યું કે એક દિવસ તેમણે જોયું કે તેની માં નો હાથ પકડીને વારાણસી (કાશી)ના ઘાટ ઉપર ફરી રહ્યા હતા અને પાછળથી ભજનનો અવાજ આવી રહ્યો છે, પરંતુ જેવી તેની આંખ ખુલી તો તેને ખબર પડી કે ખરેખર તે ત્રિશુરનો તેનો રૂમ હતો, જ્યાં તે ઊંઘમાં સપનું જોઈ રહ્યો હતો.

તેમણે જણાવ્યું મને એ અશક્ય લાગી રહ્યું હતું કેમ કે હું વારાણસીના ઘાટો માંથી આવતી સુંગધનો અહેસાસ કરી શકતો હતો. તે એક સપનું કેવી રીતે હોઈ શકે છે, તેની સાથે તેમણે એક નિર્ણય કરી લીધો કે પથારી માંથી બહાર નીકળી લેપટોપથી વિમાનની બે ટીકીટ બુક કરાવી લીધી, રસોડામાં જઈને તેણે તેની માં ને જણાવ્યું, ‘અમ્મા મેં ટીકીટ બુક કરાવી લીધી છે, ચાલો હવે જઈએ.

તેની માં, ગીતા રામચંદ્રન દીકરાના વારાણસી જવાના નિર્ણયને લઈને ચોંકી ગઈ. તેણે વિરોધ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેનો દીકરો મક્કમ રહ્યો. ત્યાર પછી થોડા કલાકમાં તે ત્રણ દિવસ માટે કપડાની એક બેગ સાથે કોચ્ચી આંતરરાષ્ટ્રીય વિમાન મથક ઉપર હતા. સરથ યાદ કરતા કહે છે, ‘અમે વિમાનમાં બેઠા અને સાંજે 7 વાગ્યા સુધી વારાણસી પહોચી ગયા. હિંમત વધ્યા પછી અમે તે સમયે સપનામાં જેવી રીતે હાથ પકડી ઘાટ ઉપર જતા રહ્યા. હવે તેની માં ગીતા માટે એ આશ્ચર્યની વાત નથી, કેમ કે તેનો વિચિત્ર દીકરો હંમેશા તેની માં સાથે દુનિયા ફરવા માટે ઓન-ધ-સ્પોટ નિર્ણય લે છે અને પછી બેગ પેક કરી લે છે.

30 વર્ષના સરથ કહે છે કે અમ્મા સાથે કોઈ પણ પ્રવાસ સ્વર્ગ જેવું સુખ આપે છે. ગીતા પણ તેને ઘણી પસંદ કરે છે. સાથે જ માં, માં દીકરાની આ જોડી લગભગ ત્રણ મહિનામાં એક વખત પ્રવાસ ઉપર જાય છે. તેનો પહેલો પ્રવાસ મુંબઈનો હતો જ્યાંથી તે નાસિક શિરડી અને અંજતા-ઈલોરાની ગુફાઓ જોવા ગયા હતા. પ્રવાસમાં 11 દિવસ લાગ્યા. ’60 વર્ષીય ગીતા યાદ કરે છે, જે ત્યારથી તેના દીકરા સાથે દિલ્હી, અમૃતસર, વાઘા બોર્ડર, તિબેટ, નેપાળ અને માઉંટ એવરેસ્ટ શિખર ઉપર જઈ ચુકી છે.’

વેપારી સરથે ઘણા પ્રવાસ કર્યા છે, બંને તેના કામના ભાગ રૂપે અને દર્શનીય સ્થળોના પ્રવાસ માટે નીકળે છે. તેમણે કહ્યું એક સુંદર દ્રશ્ય અને નવા અનુભવોનો આનંદ, અમ્મા સાથે શેર કરવા માંગતા હતા અને મેં તેને પૂછ્યું કે શું તે મારી સાથે આવશે. અમ્મા આધ્યાત્મિક વ્યક્તિ હોવાને કારણે અમારા ઘરની બહાર ન નીકળે, મારે પરાણે તેને મારી સાથે આવવા માટે માથાકૂટ કરવી પડી પરંતુ એક વખત જયારે અમે પ્રવાસ શરુ કરીએ, તો પછી તે ઘણી ખુશ રહે છે.

ગીતા પણ હસતા હસતા કહે છે, મને ખબર ન હતી કે હું આટલા વર્ષોમાં શું યાદ કરી રહી છું. 60 વર્ષની છું, ડાયાબીટીસને કારણે જ આ ઉંમરમાં દુનિયા જોવાની આશા ન હતી. પરંતુ હવે હું ઘણી ખુશ છું અને આવતા પ્રવાસનું આયોજન બનાવી રહ્યા છીએ. મારી પ્રાર્થના છે કે હવે મારા જીવનને ભાગ્ય થોડા વર્ષો વધુ આગળ વધારી દે, જેથી હું બાકી રહેલી જગ્યા ઉપર પણ જઈ શકું.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.