એક સમય એવો હતો કે આ વ્યક્તિ પાસે ખાવાના ય ફાંફા હતા, હવે કરોડોની કંપનીનો છે માલિક.

0
319

10 માં ધોરણમાં આવ્યા હતા ફક્ત 41 ટકા, પણ આજે છે કરોડોની કંપનીનો માલિક, વાંચો સફળતાની અનોખી સ્ટોરી. ઉત્તર પ્રદેશના જાલૌન જીલ્લાના વિકાસ ઉપાધ્યાયના કુટુંબની આર્થિક સ્થિતિ થોડા વર્ષોથી ઘણી જ ખરાબ હતી. સ્થિતિ એવી હતી કે ખાવા માટે પણ તકલીફ થવા લાગી. વિકાસ પૈસા કમાવા માટે 9 વર્ષની ઉંમરમાં જ બ્રેડ ચા વેચતો હતો. આમ તો મુશ્કેલ પરિસ્થિતિમાં પણ વિકાસે તેની હિંમત મજબુત રાખી અને આજના સમયમાં કરોડોના ટનઓવરની કંપનીના માલિક છે. આવો જાણીએ વિકાસની સફળતાની સંપૂર્ણ કહાની.

વિકાસના પિતાજી ગામમાં જ એક નાની એવી કરીયાણાની દુકાન ચલાવતા હતા. દુકાન ઉપર જ આખા કુટુંબનું ભરણ પોષણ ચાલતું હતું. પરંતુ વિકાસની માં ને બીમારી થઇ. જેના ઈલાજ માટે તેના પિતાજીએ દેવું કરવું પડ્યું. તેથી સ્થિતિ પહેલાથી પણ વધુ ખરાબ થઇ ગઈ. સ્થિતિ એટલી ખરાબ થઇ ગઈ કે વિકાસના પિતાજી ગામ છોડીને દિલ્હી જતા રહ્યા અને ત્યાં સિક્યુરીટી ગાર્ડની નોકરી કરવા લાગ્યા. તે સમયે વિકાસની ઉંમર આશરે 9 વર્ષ હતી.

વિકાસના મગજમાં તે સમયથી જ એ ચાલવા લાગ્યું કે હું એવું શું કરું, જેનાથી થોડી કમાણી થઇ શકે. તેમણે ઘરની સામે એક દિવસ કોઈ બાળકોને પસાર થતા જોયા, જે બ્રેડ વેચી રહ્યા હતા. બાળકોને જોઇને વિકાસે પણ બ્રેડ વેચવાનું શરુ કરી દીધું. અને તે કામથી ઘરમાં થોડી ઘણી મદદ પણ થવા લાગી. વિકાસ દિવસ રાત એ વિચારતો હતો કે બીજું શું કરી શકું છું. તે ગામની બજારમાં આસપાસના ખેડૂતનો સમાન લાવીને વેચતો હતો. ઘરની સ્થિતિ સારી કરવા માટે વિકાસે ઘણા પ્રકારના કામ કર્યા.

આ બધા વચ્ચે તેણે 10માં ધોરણની પરીક્ષા આપી. પરીક્ષાનું પરિણામ ઘણું સારું તો ન હતું પરંતુ 41 ટકા માર્ક્સ સાથે તે પાસ થઇ ગયો. વિકાસને અભ્યાસમાં બિલકુલ રસ ન હતો, પરંતુ તેના પિતાજીની ઈચ્છા હતી કે તેનો દીકરો ભણી ગણીને સારી નોકરી કરે, તેથી વિકાસની માં એ જે પણ થોડા ઘણા ઘરેણા હતા, વેચીને તેને ઉરઈ એક સંબંધી પાસે આગળના અભ્યાસ માટે મોકલી દીધો. વિકાસને તેના ઘરની સ્થિતિ વિષે ખબર હતી. એટલા માટે તેણે વિચાર્યું કે કાંઈ પણ થાય તે તેની સમસ્યા ઘરવાળાને જાણ ન થાય એ રીતે જ ઉકેલશે.

વિકાસે તેના એક મિત્રને તેના ઘરની સંપૂર્ણ સ્થિતિ જણાવી અને તેણે કહ્યું કે તેના પપ્પાને કહીને મને કાંઈક કામ અપાવી દે. કેમ કે વિકાસના મિત્ર બિજનેસમેન હતા. તેમણે વિકાસને રીચાર્જ વાઉચર વેચવાનું કામ અપાવ્યું. જયારે પહેલા દિવસે વિકાસ વાઉચર વેચવા ગયો, તો મનમાં ઘણો સંકોચ હતો. નાની ઉંમર જોઇને કોઈ પણ તેને ગંભીરતાથી લઇ રહ્યા ન હતા. દિવસ આખો ફર્યા પછી સાંજે એક દુકાન ઉપર વિકાસના બધા વાઉચર વેચાઈ ગયા. અગિયારમાંના અભ્યાસ સાથે સાથે વિકાસ તે કામ રોજ કરવા લાગ્યો. જોત જોતામાં વિકાસ લાખો રૂપિયાના વાઉચર વેચવા લાગ્યો, જેનાથી તેને 40 થી 50 હજાર રૂપિયા માસિક કમીશન મળવા લાગ્યું.

વિકાસના પિતાને જયારે આ બધી વાતની જાણ થઇ, તો તે ઘણા દુઃખી થયા. તેમણે વિકાસને એ બધું છોડી દેવાની સલાહ આપી. 12 મુ ધોરણ પાસ પછી વિકાસે બીટેકમાં એડમીશન લીધું. અભ્યાસ સાથે સાથે ખર્ચ ચલાવવા માટે તેમણે એક કમ્પ્યુટર ઇન્સ્ટીટયુટ જોઈન્ટ કરી લીધી. આ રીતે ચાર વર્ષ પસાર થઇ ગયા અને તેની પ્લેસમેન્ટ પણ લખનઉની એક કંપનીમાં થઇ ગઈ. નોકરી મળી જવાથી વિકાસના કુટુંબના લોકો ઘણા ખુશ હતા. પરંતુ વિકાસને તેનો બિજનેસ કરવાની ધૂન સવાર હતી.

આઈટી માંથી બીટેક કરેલા વિકાસને નોકરી જરાપણ પસંદ ન આવી અને તેણે રીજાઈન કરી દીધું. ત્યાર પછી તે નોએડા તેના મિત્રને ત્યાં આવી ગયો અને વેબસાઈટ ડેવલપમેંટ સાથે જોડાયેલા કામ શોધવા લાગી ગયો. વિકાસે તેના મિત્ર સાથે, જે બિલ્ડીંગમાં રહેતા હતા તેના માલિકને તેની કંપનીની તેની વેબસાઈટ બનાવવી હતી. વિકાસે આ કામ કર્યું, જેનાથી તે ઘણા ખુશ થયા. વિકાસે તેને કહ્યું કે શું તમે મને રહેવા માટે કોઈ જગ્યા આપી શકો છો. તેમણે વિકાસને બિલ્ડીંગના બેસમેંટમાં રહેવા માટે જગ્યા આપી દીધી.

હવે વિકાસને ભાડું ચૂકવવા માટે કોઈ ટેન્શન ન હતું. વિકાસ રોજ સવારે કામ શોધવા માટે નીકળી પડતો. ધીમે ધીમે નાના કામ મળવાના શરુ પણ થઇ ગયા. થોડા દિવસો પછી વિકાસે તેના એક મિત્રને પણ આ કામના જોડી લીધો. વર્ષ 2015માં વિકાસે તેની એક કંપની પણ રજીસ્ટ્રેશન કરાવી લીધી. આજે વિકાસની કંપનીમાં કુલ 40 કર્મચારી કામ કરે છે અને કરોડોનું ટનઓવર છે. તેમણે તેની એક બ્રાંચ કેનેડામાં પણ ખોલી છે અને ટૂંક સમયમાં જ દુબઈમાં પણ ખોલવા જઈ રહ્યા છે. વિકાસનું કહેવું છે કે જો તમે કઠોર પરિશ્રમ કરશો, તો સફળતા જરૂર મળશે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.